Home /News /tech /

Instagram: ઈન્સ્ટાગ્રામ ટીનેજર્સ માટે રોલઆઉટ કરશે નવા ફીચર, વધુ સુરક્ષિત બનશે એપ

Instagram: ઈન્સ્ટાગ્રામ ટીનેજર્સ માટે રોલઆઉટ કરશે નવા ફીચર, વધુ સુરક્ષિત બનશે એપ

ઇન્સ્ટાગ્રામના નવા ફીચર

Instagram new features: હવેથી કોઈપણ વ્યક્તિ જે કોઈ ટીનેજરને ફોલો નથી કરતું તે તેમને કોઈપણ પોસ્ટમાં ટેગ કરી શકશે નહીં.

મુંબઈ: 7 ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા કેટલાક નવા ફીચર્સ (Instagram new features)ને લઈને માહિતી આપવામાં આવી. આ ફીચર્સ યુવાઓ અને ટીનેજર્સ માટે પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યાં છે. ડેટા લીકને કારણે કેટલાક ટીનેજર્સ (Teenagers) પર એપની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં લઈ નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. પોતાના ઓફિશિયલ બ્લોગ પોસ્ટ (Official blog post)માં ઈન્સ્ટાગ્રામ દ્વારા જણાવવામાં આવ્યું કે હવેથી કોઈપણ વ્યક્તિ જે કોઈ ટીનેજરને ફોલો નથી કરતું તે તેમને કોઈપણ પોસ્ટમાં ટેગ કરી શકશે નહીં. આ ફીચર્સ રીલ્સમાં પણ લાગૂ પડશે. ફોલો ન કરનાર વ્યક્તિ તેમની રિલ્સ (Instagram reels) સાથે રિમિક્સ પણ કરી શકશે નહીં.

પોતાના બ્લોગ પોસ્ટમાં ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મેસોરીએ જણાવ્યું કે, હાલ તે આ ફીચર પર કામ કરી રહ્યા છે. આ ફીચરમાં ટીનેજર્સ જે લોકોને નથી જાણતા અને જેમની સાથે વાત નથી કરવા માંગતા, તે લોકો તેમનો સંપર્ક ન કરી શકે તેવા વધુમાં વધુ પ્રયાસો અમારા તરફથી કરવામાં આવી રહ્યાં છે. અમે આગામી વર્ષ સુધી આ ફીચર તમામ માટે ઉપલબ્ધ કરાવા અંગેની વિચારણા કરી રહ્યાં છીએ.

યુવાઓ પર ઇન્સ્ટાગ્રામની અસર

જણાવી દઈએ કે 8 ડિસેમ્બરે મોસેરી યૂએસ કોંગ્રેસ સમક્ષ હાજર થશે. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામની યુવાનો પર થતી અસર અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. જુલાઈ 2021 પછી 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો જ્યારે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવે તો તેને આપોઆપ જ પ્રાઈવેટ અકાઉન્ટ બનાવી દેવામાં આવે છે.

કન્ટેન્ટ માટે ખાસ ફીચર

ઈન્સ્ટાગ્રામ દ્વારા રોલઆઉટ કરવામાં આવેલા નવા ફીચર અંતર્ગત યૂઝર્સ હવે પસંદ કરી શકે છે કે કોન્ટેન્ટ ડિસ્કવરી ડેસ્ટિનેશનમાં તે કેટલા અને કેવા સેન્સિટીવ કોન્ટેટને જોવાનું પસંદ કરશે. પોતાની પસંદગી પ્રમાણે યૂઝર તેને બદલી શકે છે. જણાવી દઈએ કે એપ્લિકેશન જાતે જ કેટલાક અપસેટિંગ અને ઓફેન્સિવ વીડિયો અને ફોટોઝને લિમિટ કરી દે છે, જેથી વધુ લોકો તેને ન જોઈ શકે. આ સિવાય 18 વર્ષથી વધુ વયના લોકો પોતાના એક્સપ્લોર સેક્શનમાં આવા કોન્ટેન્ટ અંગે સેટિંગમાં ફેરફાર કરી શકે છે.

હાલ આ વિચાર પ્રાથમિક તબક્કે

બ્લોગ પોસ્ટમાં મોસેરીએ જણાવ્યું કે હવે તે સેન્સિટીવ કોન્ટેન્ટ કંટ્રોલ ફીચરને એક્સપ્લોર સેક્શન કરતા વધુ વિસ્તરીત કરવાનો વિચાર કરી રહ્યાં છે. આને કારણે ટીનેજર્સ કોઈપણ હિંસક અને વિચલીત કરતા કોન્ટેન્ટ પોતાના અકાઉન્ટ અને સર્ચમાં પણ જોઈ શકશે નહીં. આ સાથે જ હેશટેગ, રીલ્સ અને સજેસ્ટેડ અકાઉન્ટમાં પણ તે નહીં દેખાય. હાલ અમે આ વિચારને અમલમાં મૂકવાના પ્રાથમિક તબક્કામાં છીએ અને તેની માટે હજી થોડો સમય લાગી શકે તેમ છે.

લાઇક્સ અને કૉમેન્ટ્સ પણ ડિલીટ કરી શકાશે

યૂઝર્સ જાન્યુઆરી 2022 પહેલા પોસ્ટ કરેલા ફોટોઝ અને વીડિયોઝ સાથે જ લાઈક્સ અને કોમેન્ટને પણ બલ્ક ડિલીટ કરી શકશે. મોસેરીએ જણાવ્યું કે, આ ફીચર ટીનેજર્સ માટે ખાસ મહત્વનું છે, જેથી તે સમજી શકે કે તે ઈન્સ્ટાગ્રામ પર શું શેર કરી રહ્યાં છે અને અન્ય લોકોને શું જોવા મળી રહ્યું છે. આની મદદથી તે પોતાના ડિજિટલ ફુટપ્રિન્ટ્સને સરળતાથી મેનેજ કરી શકશે.

નવા પેરેન્ટલ ટૂલ્સ

ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના પ્રથમ પેરેન્ટિંગ ટૂલનું પ્રિવ્યૂ કરવામાં આવ્યું. આ ટૂલની મદદથી માતાપિતા જોઈ શકશે કે તેમનું બાળક ઈન્સ્ટાગ્રામ પર કેટલો સમય પસાર કરી રહ્યું છે અને આ માટે ટાઈમ લિમિટ પણ સેટ કરી શકશે. માર્ચ 2022માં લોન્ચ થનાર આ ટૂલની મદદથી જો કોઈ ટીનેજર કોઈ વ્યક્તિને રિપોર્ટ કરે છે તો તે બાબતે પોતાના માતા-પિતાને પણ જાણ કરી શકશે. મોસેરી જણાવે છે કે આ ટૂલનું પ્રથમ વર્ઝન છે, સમયની સાથે અમે તેમાં વધુ ઓપ્શન ઉમેરીશું.

આ પણ વાંચો: Facebook: હેક થવાનો ખતરો ધરાવતા FB એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરાશે

સપ્ટેમ્બર માસમાં ક્રિટિક્સ, લો મેકર્સ અને ચાઈલ્ડ ડેવલપમેન્ટ એક્સપર્ટના પ્રેશરને કારણે મેટાની માલિકી ધરાવતું વીડિયો અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ એપના કિડ્સ વર્ઝનને અટકાવી આ પ્રકારના ટૂલ્સ તેમાં ઉમેરે છે.

આ સાથે જ કંપની બાળકોના માતા પિતા માટે એક એજ્યુકેશનલ હબ વિકસાવી રહી છે, જેમાં ટ્યુટોરિયલ્સ અને એક્સપર્ટ ટીપ્સ પણ આપવામાં આવશે જે બાળકો સાથે સોશિયલ મીડિયાના ઉપયોગની સમજણમાં ઉપયોગી બનશે.

Take A Break ફીચર

મોસેરીએ જણાવ્યું કે, જે લોકો ઘણા લાંબા સમયથી કોઈ એક વિષય પર ટકી રહ્યાં હોય તેમને અન્ય વિષય તરફ દોરવા માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ વિશે પણ અમે વિસ્તૃત ચર્ચા કરીશું, હાલ તો અમે ટીનેજર્સને લગતો કોન્ટેન્ટ અને અકાઉન્ટમાં ઘણા ફેરફાર કરી રહ્યાં છીએ. આ સિવાય પણ આવતા વર્ષ સુધીમાં ઈન્સ્ટાગ્રામ યૂનાઈટેડ સ્ટેટ્સ, યૂનાઈટેડ કિંગ્ડમ, આયરલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 'Take A Break' નામનું ફીચર પણ લોન્ચ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: Instagram બન્યું વધારે યૂઝર ફ્રેન્ડલી: જાણો લાઇવ વીડિયો શેડ્યુલિંગ કરવાની સરળ રીત

જેમ નામ પરથી જ ખબર પડે છે કે ઘણા લાંબા સમયથી ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા યૂઝરને એપ એક બ્રેક લેવા માટે સૂચન કરશે. ઈન્સ્ટાગ્રામ ફીડ સ્ક્રોલ કરતા કરતા સમયનું ધ્યાન ન રાખતા લોકો માટે આ એક અગત્યનું ફીચર છે.

કંપની આ ફીચરને થોડા સમયથી ટેસ્ટ કરી રહી છે. આની સાથે ડેઈલી લિમિટ નામનું ટૂલ પણ આપવામાં આવશે જે ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને એપ પર વધુ સમય વિતાવવા પર અલર્ટ કરશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Facebook, Instagram, Meta, Teenager, ટેકનોલોજી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन