શું હવે Instagram માટે ચૂકવવા પડશે પૈસા? જાણો શું કહે છે લિસ્ટિંગ અને કેટલી કિંમત ચૂકવવી પડી શકે

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર

Instagram Preparing to Launch Subscriptions: ઇન્સ્ટાગ્રામ (Instagram) હવે તેના પ્લેટફોર્મ પર સબ્સક્રિપ્શનની સુવિધા લાવવા જઈ રહ્યું છે. આ વાતની જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે.

  • Share this:
    નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ (Instagram) હવે તેના પ્લેટફોર્મ પર સબ્સક્રિપ્શનની સુવિધા લાવવા જઈ રહ્યું છે. આ વાતની જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ વિશેષ કન્ટેન્ટ રજૂ કરશે, જે ફક્ત ક્રિએટર્સના સબ્સક્રાઇબર્સને જ જોવા મળશે. મેટાના સ્વામિત્વવાળી ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram new feature)આગામી ફીચરનું બહોળા પરિક્ષણ માટે છે. ઇન્સ્ટાગ્રામના એપ સ્ટોર લિસ્ટિંગમાં હવે અમેરિકામાં 'ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન' નામનો એપ ખરીદી નવો વિકલ્પ આવ્યો છે. તમને જણાવી દઈએ કે લિસ્ટિંગને પહેલી નવેમ્બરના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું.

    પ્રથમ વખત લિસ્ટિંગને સેન્સર ટાવર દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શનની કિંમત આશરે $0.99 અને $4.99 વચ્ચે છે.

    ભારતમાં કિંમત

    ભારતમાં ઇન્સ્ટાગ્રામ માટે એપ સ્ટોર લિસ્ટિંગ 'ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન' માટે 89 રૂપિયા માસિક ચાર્જ ચૂકવવો પડશે. ઇન્સ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરીનું કહેવું છે કે આ પ્લેટફોર્મ ક્રિએટર્સ માટે એવા મૉડલને શોધી રહ્યું છે જે સબ્સક્રિપ્શન આધારિત હોય.

    જોકે, ઇન્સ્ટાગ્રામ તરફથી આ અંગે કોઈ અધિકારિક જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ લિસ્ટિંગ એ વાતનો સંકેત આપે છે કે કંપની નવા ફીચર પર કામ કરી રહી છે. આ સબ્સક્રિપ્શનમાં યૂઝર્સને ફોટો શેરિંગ એપ પર કન્ટેન્ટ નિર્માતાઓને વિશેષ કન્ટેન્ટ વેચવાની પરવાનગી મળી શકે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ આ યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં કેનેડા અને યુએસ જેવા દેશમાં iOS યૂઝર્સ માટે તેને પ્રથમ તબક્કામાં રજૂ કર્યું હતું.

    આ પણ વાંચો:  Facebook મેસેન્જરની પ્રાઇવેસીમાં થશે સુધારો, આ ફીચરથી કોઈ નહીં જોઈ શકે તમારી ચેટ

    ઉલ્લેખનીય છે કે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સબ્સક્રિપ્શન બેઝ્ડ સેવાઓ અંગે ટેસ્ટિંગ કરી રહ્યા છે. જ્યાં યૂઝર્સ પોતાના પસંદગીના ક્રિએટર્સના વિશેષ કન્ટેન્ટ માટે ચૂકવણી કરી શકે છે. ટ્વિટર તરફથી તાજેતરમાં ટ્વિટર બ્લૂ લૉંચ કરવામાં આવ્યું છે, જે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મની સબ્સક્રિપ્શન એડિશન છે.

    આ પણ વાંચો: વોટ્સએપ Undo બટન પર કરી રહ્યું છે કામ, જાણો કઈ રીતે કામ કરશે આ બટન

    ઇન્સ્ટાગ્રામમાં હવે સ્ટોરી સાથે લિંક એડ કરવાનો વિકલ્પ

    ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં એક એવું ફીચર લૉંચ (Instagram new feature) કર્યું છે જેની તેના યૂઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામે તેમના યૂઝર્સને સ્ટોરી સાથે લિંક એડ કરવાનો વિકલ્પ (Instagram users can share links on Stories) શરૂ કરી દીધો છે. એટલે કે હવે યૂઝર્સ ઇચ્છે તો પોતાની સ્ટોરી સાથે તે લીંક પણ એડ કરી શકે છે. આ પહેલા આ વિકલ્પ એવા જ યૂઝર્સને મળતો હતો જેઓ વેરિફાઇડ હોય અથવા જેમના 10 હજારથી વધારે ફોલોઅર્સ હોય. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: