ઇન્સ્ટાગ્રામના ઉપયોગમાં કિશોરો પર લાગશે લગામ, માતાપિતાને અપાશે કંટ્રોલની સુવિધા

ગયા મહિનાના અંતમાં ફેસબુકે તેના ઇન્સ્ટાગ્રામ ફોર કિડ્સ પ્રોજેક્ટનું કામ રોકવાની જાહેરાત કરી હતી (પ્રતિકાત્મક તસવીર)

માતાપિતા અથવા વાલી તેમના કિશોરો ઓનલાઇન (Online)શું કરી રહ્યા છે તેની દેખરેખ રાખી શકે તે માટે ફેસબુક કિશોરોના માતાપિતા-વાલી માટે નવા કંટ્રોલ રજૂ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે

  • Share this:
ઘણા સમયથી કુમળા માનસ પર ફેસબુક સહિતના સોશિયલ મીડિયા ( social media)પ્લેટફોર્મની અસર અંગે દલીલો થઈ રહી છે. આવી સ્થિતિમાં ફેસબુક (Facebook )સફાળું જાગ્યું છે અને ઇન્સ્ટાગ્રામ (Instagram)પ્લેટફોર્મના ઉપયોગમાં કિશોરો થોડો બ્રેક લે તેવી ગોઠવણ કરવાની તૈયારી કરી છે. આ સાથે કિશોરો માટે સારું ન હોય તેવું કોન્ટેન્ટ તેઓ વારંવાર જોતા હોય તો તેના પર પણ લગામ લગાવવામાં આવશે.આ ઉપરાંત માતાપિતા અથવા વાલી તેમના કિશોરો ઓનલાઇન (Online)શું કરી રહ્યા છે તેની દેખરેખ રાખી શકે તે માટે ફેસબુક કિશોરોના માતાપિતા-વાલી માટે નવા કંટ્રોલ રજૂ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિનાના અંતમાં ફેસબુકે તેના ઇન્સ્ટાગ્રામ ફોર કિડ્સ પ્રોજેક્ટનું કામ રોકવાની જાહેરાત કરી હતી. અત્યારે વિવેચકો નવા પ્લાનિંગની અસરકારકતા અંગે શંકા સેવી રહ્યા છે.

વૈશ્વિક બાબતો માટે ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ નિક ક્લેગ દ્વારા રવિવારે નવા કંટ્રોલની રૂપરેખા આપવામાં આવી હતી. તેઓ CNNના સ્ટેટ ઓફ ધ યુનિયન અને ABCના ધીસ વીક વિથ જ્યોર્જ સ્ટેફનોપોલોસ સહિતના ન્યૂઝ શોમાં ગયા હતા અને ત્યાં તેમને ફેસબુકના અલ્ગોરિધમ્સના ઉપયોગ અને હાનિકારક કન્ટેન્ટ અંગે અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જ્યાં સ્ટેટ ઓફ ધ યુનિયન પર તેમણે જણાવ્યું હતું કે, અમે અમારી પ્રોડક્ટમાં સુધારો કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અમે જાદુઈ છડીથી દરેકનું જીવન પરફેક્ટ બનાવી શકીએ નહીં. અમે અમારી પ્રોડક્ટમાં સુધારો કરી શકીએ. જેનાથી અમારી પ્રોડક્ટ વધુ સુરક્ષિત બની શકે. ફેસબુકે પ્લેટફોર્મને સુરક્ષિત રાખવાની ખાતરી કરવા માટે 13 અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને કંપની પાસે આ બાબત પર 40,000 લોકો કામ કરી રહ્યા છે. ફેસબુકે નુકસાનકારક સામગ્રીને તેના પ્લેટફોર્મથી દૂર રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમણે CNNને જણાવ્યું હતું કે, અમારે વધુ પારદર્શકતાની જરૂર છે.

નોંધનીય છે કે, ફેસબુકના ભૂતપૂર્વ ડેટા સાયન્ટિસ્ટ વ્હિસલબ્લોઅર ફ્રાન્સેસ હોગેને ગયા અઠવાડિયે કોંગ્રેસ સમક્ષ ફેસબુક પર આક્ષેપ કર્યા બાદ ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ નિક ક્લેગે અલગ અલગ ચેનલો પર ખુલાસા કરવાનો પ્રયાસ કર્યો હતો. હોગેને નોકરી છોડતા પહેલા ગુપ્ત રીતે કોપી કરેલા કેટલાક ડોક્યુમેન્ટ સામે મૂકી આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચો - Coal Crisis: શું દેશભરમાં થઇ જશે વિજળી ગુલ? ઉર્જા સચિવે આપ્યો આવો જવાબ

આ બાબતે બાળકો અને મીડિયા માર્કેટિંગ ઉદ્યોગના વોચડોગ ફેરપ્લેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જોશ ગોલિને જણાવ્યું હતું કે, કિશોરવયના બાળકોની દેખરેખ રાખવામાં મદદ કરવા માતાપિતાને અપાયેલા કંટ્રોલ અસરકારક રહેશે તેવું નથી લાગતું. ઘણા કિશોરોએ કોઈ પણ રીતે સિક્રેટ એકાઉન્ટ ખોલ્યા છે. કિશોરોને પ્લેટફોર્મ પરથી રેસ્ટ લેવા અથવા હાનિકારક સામગ્રીથી દૂર જવા માટે તેની અસરકારક બાબતે પણ તેમણે શંકા વ્યક્ત કરી હતી. તેમણે શંકા શીલ થવાનું જબરદસ્ત કારણ હોવાનું કહ્યું હતું અને ફેસબૂકે બાળકો માટેનો ઇન્સ્ટાગ્રામ પ્રોજેકટ કેન્સલ કરવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ક્લેગે દાવો કર્યો હતો કે, જો ફેસબુક એલ્ગોરિધમ્સ દૂર કરશે તો લોકો વધુ નફરતભર્યું ભાષણ નહીં ખોટી માહિતી જોશે. અલ્ગોરિધમ્સ મોટા સ્પામ ફિલ્ટર્સ તરીકે કામ કરે છે.

કોમ્પિટિશન પોલિસીની સબકમિટીના અધ્યક્ષ અને મિનેસોટાના ડેમોક્રેટિક સેન એમી ક્લોબુચરે અલગ અલગ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બાળકોના પ્રાઇવેસીના કાયદાઓને અપડેટ કરવાનો અને અલ્ગોરિધમ્સના ઉપયોગમાં વધુ પારદર્શિતા લાવવાનો સમય પાકી ગયો છે.
First published: