Instagram લોન્ચ કરી રહ્યું છે આ કમાલનું ફિચર

News18 Gujarati
Updated: May 14, 2019, 11:46 AM IST
Instagram લોન્ચ કરી રહ્યું છે આ કમાલનું ફિચર
આ નવા ફિચરથી સ્ટીકર્સમાં મ્યૂઝિક એડ કરી શકશો.

યૂઝર્સને સ્ટોરીઝના બેકગ્રાઉન્ડમાં લિરિક્સ(ગાવાના શબ્દો) અને મ્યૂઝિક એડ કરવાનો વિકલ્પ મળશે.

  • Share this:
ફેસબુક માલિકીની ફોટો શેરિંગ એપ સોશિયલ મીડિયા એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ હવે એક નવી સુવિધાનું ટેસ્ટિંગ કરી રહી છે. Instagramનુ આ નવું ફિચર સ્ટીકર્સમાં આવી રહ્યું છે. આ સુવિધા આવ્યાં બાદ યૂઝર્સને સ્ટોરીઝના બેકગ્રાઉન્ડમાં લિરિક્સ(ગાવાના શબ્દો) અને મ્યૂઝિક એડ કરવાનો વિકલ્પ મળશે.

ઇનસ્ટાગ્રામનો આ નવા ફિચરનો વીડિયો ટ્વીટર પર સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ચાલી રહી છે અને બેકગ્રાઉન્ડમાં લિરિક્સ પણ ટ્રેક્સમાં ચાલી રહ્યા છે. વીડિયોના લિરિક્સ Never Gonna Give You Up છે. હોંગકોંગ શહેરની ટેક્નોલોજી બ્લોગર અને એપ રિસર્ચર જેન વાનચુન વોંગે 19 એપ્રિલે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં વીડિયો શેર કરીને આ ફીચર વિશે જાણકારી આપી.

આ પણ વાંચો:  15 મેથી શરૂ થશે સેલ, અહીંથી સ્માર્ટફોન ખરીદવા પર મળશે બંપર ડિસ્કાઉન્ટ

તે જ સમયે, તે સ્પષ્ટ થઈ શકતુ નથી કે કયા દેશોમાં ફેસબુક એ Instagram ની આ નવી સુવિધાને ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ઉપરાંત આ સુવિધા તમામ માટે ક્યારે રજૂ થશે એ વિશે કોઈ માહિતી નથી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં, Instagram એ તેની એપ્લિકેશનમાં સંગીતનો વિકલ્પ આપ્યો હતો, જેના દ્વારા યૂઝર્સ સોંગ સાથે કોઇપણ પ્રશ્નનો જવાબ આપી શકે છે. ઇન્સ્ટાગ્રામની આ નવી સુવિધાથી ટિકટોક જેવી એપ્લિકેશનને મોટી ટક્કર મળશે.

ઈન્સ્ટાગ્રામ એપ સ્નૅપચેટ અને ટિકટોક એપના ફિચર યુઝરને તેની સિંગલ એપમાં આપવાનાં પ્રયત્નો કરી રહી છે. 'લિરિક્સ સ્ટિકર' ફિચરની સાથે કંપનીએ બીજી જાહેરાત પણ કરી હતી. તેણે કહ્યું કે, દુનિયાભરના 50 કરોડ લોકો રોજ ઇન્સ્ટાગ્રામનું સ્ટોરી ફિચર વાપરે છે.
First published: May 14, 2019
વધુ વાંચો
अगली ख़बर