ઇન્સ્ટાગ્રામ-વૉટ્સએપ દ્વારા યુવતીના એકાઉન્ટથી 46 હજાર રૂપિયા થયા ગાયબ!

News18 Gujarati
Updated: November 25, 2019, 5:44 PM IST
ઇન્સ્ટાગ્રામ-વૉટ્સએપ દ્વારા યુવતીના એકાઉન્ટથી 46 હજાર રૂપિયા થયા ગાયબ!
પ્રતિકાત્મક તસવીર

ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ અને ઇમેલ પર પણ કોઇ સર્વેમાં આપેલી લિંકમાં ક્લિક કરતા બચો.

  • Share this:
ડિજિટલ ફસ્ટના (Digital World) આ સમયમાં આપણે ખૂબ સરળતાથી આપણી વ્યક્તિગત (Personal Data) જાણકારી આપી દઇએ છીએ. અને પછી તેના કારણે કેટલીક વાર પોતે જ મુશ્કેલીમાં ફસાઇ જઇએ છીએ. આમ પણ છાપામાં કે મોબાઇલમાં તમે અનેક વાર ઓનલાઇન ફ્રોડની ખબર વાંચી હશે. હાલ જે રીતે ટેક્નોલોજી સ્માર્ટ થઇ રહી છે તે રીતે તમારે પણ સ્માર્ટ થવાની જરૂર છે. નહીં તો હેકર્સ તમારી વસ્તુ ચોરીને જતા રહેશે અને તમને રોવાનો વારો આવશે.

આવું જ કંઇક એક યુવતી સાથે થયું છે. જેમાં તેની સાથે ઠગાઇ ઇન્સ્ટાગ્રામ (instagram) અને વોટ્સઅપ (whatsapp) ના માધ્યમથી થઇ હતી. વાત રાજસ્થાનના જયપુરની છે. જ્યાં રિયા નામની એક યુવતીના બેંક એકાઉન્ટમાંથી હૈકર્સે 46 હજાર રૂપિયાની ચોરી કરી છે.

ભાસ્કરની ખબર મુજબ વૈશાલી નગરમાં રહેતી રિયા શર્મા નામની યુવતીને ઇન્સ્ટાગ્રામના એક સર્વેમાં પોતાની વ્યક્તિગત જાણકારી નાંખી હતી. જેમાં તેનો ફોન નંબર પણ સામેલ હતો. જે પછી આ ફોન નંબરથી તેને કોઇએ વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી. જેમાં પહેલાથી ચાર લોકો હતા. રિયાના કહેવા મુજબ આ ગ્રુપમાં ડિસ્કાઉન્ટ પર મળેલા કપડા, શૂઝ, જ્વેલરીથી જોડાયેલી પોસ્ટ શેર કરવામાં આવતી હતી. તેમાંથી રિયાએ બે બેગ ઓર્ડર કર્યા. પેમેન્ટ માટે ગ્રુપ એડમિને તેને ફોનપે ડાઉનલોડ કરવાનું કહ્યું. જે માટે એડમિને લિંક સેન્ડ કરી. જે પર ક્લિક કરતા જ રિયાના બેંક એકાઉન્ટથી 46 રૂપિયા ઉડી ગયા.

આ પછી જયપુરના સાઇબર એક્સપર્ટ રજત તિવારીએ ચેતવણી આપી કે કોઇ પણ મોલ, પેટ્રોલ પંપથી મળેલી કૂપનમાં પોતાની ડિટેલ ના નાંખો. સાથે જ ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ અને ઇમેલ પર પણ કોઇ સર્વેમાં આપેલી લિંકમાં ક્લિક કરતા બચો.
First published: November 25, 2019, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading