Home /News /tech /Instagram નો ઉપયોગ કરવો હોય તો હવે આ કામ કરવું ફરજિયાત, જાણો ઍપમાં શું ફેરફાર થયો છે
Instagram નો ઉપયોગ કરવો હોય તો હવે આ કામ કરવું ફરજિયાત, જાણો ઍપમાં શું ફેરફાર થયો છે
ઇન્સ્ટાગ્રામની આ અપડેટથી યુઝર્સ ગુસ્સે થયા છે.
Instagram Update: ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામે (Instagram) પોતાના યુઝર્સ માટે જન્મતારીખ અપડેટ કરવાનો નિયમ 2019માં બનાવ્યો હતો, પરંતુ તેને ઓપ્શનલ રાખવામાં આવ્યો હતો. યુઝર્સ ઇચ્છે તો જ આ માહિતી નાખી શકતા હતા. ગયા વર્ષે તેને અનિવાર્ય કરવામાં આવ્યું હતું.
Instagram Update: પોપ્યુલર ફોટો અને વિડીયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram)એ પોતાના યુઝર્સ માટે હવે બર્થડેટ (Date of Birth) નાખવી ફરજિયાત કરી દીધી છે. જે યુઝર્સે પોતાની ડેટ ઓફ બર્થ હજુ સુધી પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડી (Instagram ID)માં અપડેટ નથી કરી, તેઓ આ એપનો ઉપયોગ નથી કરી શકતા. તેમને પહેલા પોતાની જન્મતારીખ એપ પર અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે જન્મતારીખ ફરજિયાત કરવામાં આવતા યુઝર્સમાં ગુસ્સો જોવા મળ્યો છે. ઘણાં બધા યુઝર્સે તેની ફરિયાદ ટ્વિટર પર કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે જન્મતારીખ અપડેટ કરવાનો નિયમ 2019માં બનાવ્યો હતો, પરંતુ તેને ઓપ્શનલ રાખવામાં આવ્યો હતો. યુઝર્સ ઇચ્છે તો જ આ માહિતી નાખી શકતા હતા. ગયા વર્ષે તેને અનિવાર્ય કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે 13 વર્ષ સુધીના બાળકોને ઇન્સ્ટાગ્રામથી દૂર રાખવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. જો કે, ઘણાં ટેક એક્સપર્ટનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ યુઝર્સની ઉંમરની જાણકારી કમર્શિયલ લાભ માટે મેળવવા માગે છે.
જે પણ યુઝર્સે હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પર પોતાની ડેટ ઓફ બર્થ અપડેટ નથી કરી, તેઓ હવે એપનો ઉપયોગ નથી કરી શકતા. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ શરુ કરતા જ એક પોપ અપ મેસેજ આવી રહ્યો છે, જેમાં લખ્યું છે કે- ‘ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા પહેલા તમારે પોતાની બર્થડેટ જણાવવી પડશે. ભલે તે એક બિઝનેસ અકાઉન્ટ હોય કે પછી એ પાલતુ પ્રાણી માટે બનાવવામાં આવ્યું હોય. આનાથી નાના બાળકોને આપણી કમ્યુનિટીમાં આવતા અટકાવી શકશું. તમારી જન્મતારીખનો ઉપયોગ તમારા એક્સપીરિયન્સને પર્સનલાઇઝ્ડ કરવામાં થશે, જેમાં જાહેરાતો પણ સામેલ છે. આ તમારી પબ્લિક પ્રોફાઇલનો ભાગ નહીં હોય.’
ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામે બાળકો પર આધારિત વર્ઝન લાવવા માટે કામ શરુ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા બાળકોમાં ઇન્સ્ટાગ્રામની વધતી લોકપ્રિયતાનો લાભ લેવા માટે ઇન્સ્ટાગ્રામ ફોર કિડ્ઝ લાવવા પર કામ કરી રહી હતી. પરંતુ, તેના આ પ્રોજેક્ટની ટીકા થયા બાદ આના પર કામ બંધ કરી નાખવામાં આવ્યું. ઘણી સામાજિક સંસ્થાઓ, યુએસ કોંગ્રેસ અને યુએસ સ્ટેટ એટર્ની જનરલે મેટાના પ્રયાસની નિંદા કરી અને આ પ્રોજેક્ટને બંધ કરવા માટે કહ્યું. ત્યારબાદ મેટાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રોજેક્ટ પર કામ અટકાવી દીધું.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર