ઇન્સ્ટાગ્રામના આ નવા ફિચર્સ વિશે શું તમે જાણો છો?

News18 Gujarati
Updated: January 17, 2020, 1:05 PM IST
ઇન્સ્ટાગ્રામના આ નવા ફિચર્સ વિશે શું તમે જાણો છો?
પ્રતિકાત્મક તસવીર

ઇન્સ્ટાગ્રામે પોતાના નવા ફિચરને બૂમરેંગ કંમ્પોઝરમાં રજૂ કર્યું છે.

  • Share this:
આજકાલ મોટાભાગના લોકો ફેસબુક કરતા ઇન્સ્ટાગ્રામ વધુ વાપરે છે. જો તમે પણ ઇન્સ્ટાગ્રામ પર તમારો મોટાભાગનો સમય પસાર કરતા હોવ તો આ ખબર તમારા માટે છે કારણ કે ઇન્સ્ટાગ્રામે હાલમાં જ કેટલાક રસપ્રદ ફિચર્સ તેના યુઝર્સ માટે લાવ્યા છે. જેથી કરીને ઇન્સ્ટાગ્રામ પર તે યુઝર્સને વધુ સારી સેવાઓ આપી શકે. ઇન્સ્ટાગ્રામ પોતાના પ્લેટફોર્મ પર બૂમરેંગ સ્ટોરીઝ શેયર કરવા માટે ત્રણ નવા વિકલ્પો લઇને આવ્યું છે. જેમાં સ્લોમો, ઇકો અને ડ્યૂઓ ફિચર્સનો સમાવેશ થયો છે. આ સાથે ઇન્સ્ટાગ્રામ વીડિયોને ટ્રીમ કરવાની સુવિધા પણ રજૂ કરી છે.

પોતાના આ ફિચર વિષે વાત કરતા કંપનીએ કહ્યું કે તમારો કેમેરા તમારી અભિવ્યક્તિનું કારણ છે. તમે જે પણ કરો, વિચારો, અનુભવો તેને સરળતાથી શેર કરી શકો તેવો અમારા પ્રયાસ હોય છે. બૂમરેંગ પણ તેનો એક પ્રતિષ્ઠિત ભાગ છે. અને કેમેરાના સૌથી લોકપ્રિય ફોર્મેટ્સમાંથી એક છે. ઇન્સ્ટાગ્રામ રસનાત્મકતાનો પ્રચાર કરવા માટે ઉત્સાહિત છે. અને આ રીતે બૂમરેંગનો ઉપયોગ નવી રીતે કરી શકાશે.

ઇન્સ્ટાગ્રામે પોતાના નવા ફિચરને બૂમરેંગ કંમ્પોઝરમાં રજૂ કર્યું છે. સ્લોમોની મદદથી તમે પોતાના વીડિયોની ગતિ ઓછી, ઇકોના મદદથી ડબલ વિઝન સાઉન્ડ અને ડ્યૂઓના મદદથી સ્પીડને વધારી શકો છો. એવામાં તમારી સ્ટોરીને તમે વધુ રસપ્રદ અને પ્રભાવશાળી રીતે રજૂ કરી શકો છો. આ ફિલ્ટર્સને ઓવર ધ એયર અપટેડ હેઠળ આપવામાં આવ્યા છે.

કેવી રીતે કરશો ઉપયોગ?
સૌથી પહેલા સ્ટોરી કેમેરા ખોલી, બૂમરેંગ ઓપ્શન પર જઇને શેયર બટન પર ક્લિક કરો. ડિસ્પ્લેમાં આપેલા ઇનફિનિટ સિમ્બોલ પર ટેપ કરો. કેટલાક સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામે લેઆઉટ ફિચર રજૂ કર્યું છે. જેમાં તમે સિંગલ સ્ટોરીમાં લગભગ 6 ફોટો લગાવી શકો છો. તો આ રીતે આ નવા ફિચર્સનો તમે ઉપયોગ કરી તમારી સ્ટોરીને રસપ્રદ બનાવી શકો છો.
First published: January 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading