ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવા માટે સેલ્ફી વીડિયોથી કરવું પડશે વેરિફિકેશન!

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર

Instagram Selfie Video ID Verification: ફેક એકાઉન્ટની સંખ્યાને ઓછી કરવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે.

  • Share this:
મુંબઈ: ઈન્સ્ટાગ્રામે (Instagram) એક અલગ શરૂઆત કરી છે. ઈન્સ્ટાગ્રામ હવે સેલ્ફી વેરિફિકેશન (Selfie Video ID Verification) ફીચર લાવી રહ્યું છે. જેનાથી ખબર પડી શકશે કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર એક રિયલ વ્યક્તિ છે કે કેમ. સેલ્ફી વીડિયોનું ફીચર સૌથી પહેલા સોશિયલ મીડિયા કન્સલટન્ટ Matt Navarraએ જોયું હતું. ફેક એકાઉન્ટની સંખ્યાને ઓછી કરવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે. ફેસબુકે (મેટા) જણાવ્યું છે કે, યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે. માત્ર આઈડેન્ટીટી વેરિફિકેશન માટે આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે.

નવું એકાઉન્ટ બનવા પર કરવું પડશે વેરિફિકેશન

ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવામાં આવશે, ત્યારે આ પ્રકારે સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવામાં આવશે. નવા યૂઝર્સે ફેસનો અલગ અલગ એન્ગલથી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. તેમાં રેકોર્ડેડ વિડીયોનો ઉપયોગ નહીં કરી શકાય, આ માટે તમારે લાઈવ સેલ્ફી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. સેલ્ફી વિડીયો થયા બાદ યૂઝર્સે આ વિડીયોને મેટામાં સબમિટ કરવાનો રહેશે.

મેટાએ જણાવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પર આ સેલ્ફી વીડિયો ક્યારેય પણ જોવા નહીં મળે અને 30 દિવસમાં સર્વરમાંથી દૂર કરી દેવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે, આ સેલ્ફી વીડિયોનો ઉપયોગ માત્ર એકાઉન્ટ વેરિફિકેશન માટે કરવામાં આવશે. જો આ પ્રકારે વેરિફિકેશન કરવામાં નહીં આવે તો તમારી પ્રોફાઈલ બ્લોક કરી દેવામાં આવશે અથવા તમારી પ્રોફાઈલ ફેક ટેગ સાથે દર્શાવવામાં આવશે.

આ પણ વાંચો: Instagram ખુદ કહેશે- બહુ થઈ ગયું, હવે થોડો આરામ કરો! જાણો ઇન્સ્ટાગ્રામના ધમાકેદાર ફીચર્સ વિશે

ગયા વર્ષે કરવામાં આવી હતી શરૂઆત

The Vergeના રિપોર્ટ અનુસાર Instagram તરફથી સેલ્ફી વીડિયો ફીચર ટેસ્ટિંગની શરૂઆત ગયા વર્ષથી કરવામાં આવી હતી. ત્યાબાદ કેટલીક ટેક્નિકલ ખામીઓ જોવા મળી હતી.

હાલમાં જે લોકો ઈન્સ્ટાગ્રામ યૂઝ કરી રહ્યા છે, તેમણે આઈડેન્ટીટી વેરફાઈ કરવાની જરૂરિયાત નથી. માત્ર નવા યૂઝર્સે આઈડેન્ટીટી વેરિફાઈ કરવાની રહેશે. ઈન્સ્ટાગ્રામ એક વિશિષ્ટ ફીચર પર કામ કરી રહ્યું છે. જે યૂઝર્સને એક નિશ્ચિત સમય સુધી એપ્લિકેશનનો ઉપોયગ કર્યા બાદ બ્રેક લેવાનું કહેશે.

Instagram Reels: ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં આવ્યા 2 સુપર ફીચર

મેટાએ પોતાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram)ની રીલ્સ (Reels)માં બે નવા ફીચર્સ એડ કર્યા છે. પહેલું ફીચર ટેક્સ્ટ ટૂ સ્પીચ (Text to Speech) અને બીજું ફીચર વોઈસ ઈફેક્ટ્સ (Voice Effects)નું છે. આ બંને ફીચર્સમાં રીલ (Reels) બનાવનારા યૂઝર્સ વાપરી શકશે. આ બંને ફીચર્સના પોત પોતાના ફાયદા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published: