Instagram New Features: મેટા (Meta)ની માલિકીની પોપ્યુલર ફોટો અને વિડીયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram) પોતાના પ્લેટફોર્મ પર મેસેજિંગ એક્સપીરિયન્સને વધુ મજેદાર અને સરળ બનાવવા માટે સાત નવા ફીચર્સ લાવવાની તૈયારીમાં છે. Instagramના નવા ફીચર્સ જલ્દી સિલેક્ટેડ દેશોમાં ઉપલબ્ધ થશે. બાદમાં કંપનીનું લક્ષ્ય વૈશ્વિક દર્શકો માટે ઉપલબ્ધતાનો વિસ્તાર કરવાનો છે. ઇન્સ્ટાગ્રામ આખી દુનિયામાં ફોટો શેર કરવા સાથે હવે રીલ (Instagram Reels) બનાવવા માટે ઘણી પોપ્યુલર છે. ક્રિએટર્સ હોય કે સેલિબ્રીટી, દરેક વ્યક્તિ આજકાલ રીલ બનાવે છે, અને નવા ટ્રેન્ડને ફોલો કરીને તેને વાયરલ પણ બનાવે છે. જણાવી દઈએ કે, અગાઉ આ પ્લેટફોર્મ પર ફેવરેટ્સ અને ફોલોઈંગ ફીચર રજૂ થયા હતા, જેથી યુઝર પોતાની ફીડને કન્ટ્રોલ કરી શકશે.
એવામાં જો તમે પણ એક ઇન્સ્ટાગ્રામ યુઝર છો તો તમારા માટે સારા સમાચાર છે. આવું એટલા માટે કારણકે ઇન્સ્ટાગ્રામ પર 7 નવા ફીચર્સ આવવાના છે. આવો જાણીએ Instagram મેસેસિંગના નવા ફીચર્સ વિશે.
1. સાતમાંથી પહેલું ફીચર યુઝર્સને ઇનબોક્સમાં ગયા વગર સીધો ચેટનો જવાબ આપવાની મંજૂરી આપશે. તેમાં એક નવું ક્વિક સેન્ડ ફીચર પણ છે જે યુઝર્સને શેયર બટનને ટેપ અને હોલ્ડ કરીને પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે પોસ્ટને સરળતાથી રિશેર કરવાની અનુમતિ આપશે.
2. યુઝર્સ ઇનબોક્સના ટોપ પર એ ફ્રેન્ડ્ઝને ઓનલાઇન પુશ કરીને એ પણ જોઈ શકશે કે કોની સાથે ચેટ કરવા માટે ફ્રી છે.
3. યુઝર્સ હવે કોઈ સોંગનું 30-સેકન્ડનું પ્રિવ્યુ શેર કરવામાં સક્ષમ થશે, જેથી ફ્રેન્ડઝ સીધા ચેટ વિન્ડોથી તેને સાંભળી શકશે.
4. આ પ્રિવ્યુ સુવિધાને સક્ષમ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામે Apple Music, Amazon Music અને Spotify સાથે હાથ મિલાવ્યો છે.