Home /News /tech /

Instagram Down: ભારતમાં ઇંસ્ટાગ્રામની સર્વિસ ડાઉન, યૂઝર્સ ટ્વિટર પર કરી રહ્યા છે ફરિયાદ

Instagram Down: ભારતમાં ઇંસ્ટાગ્રામની સર્વિસ ડાઉન, યૂઝર્સ ટ્વિટર પર કરી રહ્યા છે ફરિયાદ

ઇંસ્ટાગ્રામ ડાઉન થવાની ફરિયાદ બપોરે જોવા મળી હતી (પ્રતિકાત્મક તસવીર)

instagram down in india - યૂઝર્સ સોશિયલ સાઇટ્સ ટ્વિટર પર આને લઇને સતત ફરિયાદ કરી રહ્યા છે

    નવી દિલ્હી : ભારતના ઘણા ભાગોમાં ઇંસ્ટાગ્રામ ડાઉનની (Instagram Down)ફરિયાદ મળી છે. ડાઉન ડિટેક્ટરના મતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હાલના સમયે આઉટેજની સમસ્યાથી ઝઝુમી રહી છે અને યૂઝર્સ એપ લોગ-ઇન કરી શકતા નથી. વીડિયો અને ફોટો શેરિંગ એપ ડાઉન થવાની ફરિયાદ યૂઝર્સ ટ્વિટર અને બીજા પ્લેટફોર્મ પર કરી રહ્યા છે.

    ડાઉન ડિટેક્ટરના મતે Instagram Down થવાના સૌથી વધારે રિપોર્ટ એપ્સ સાથે જોડાયેલા છે. લગભગ 44 ટકા ફરિયાદ એપ્સ યૂઝર્સે કરી છે. જ્યારે સર્વર કનેક્શન 39 ટકા અને 17 ટકા વેબસાઇટ ડાઉનની ફરિયાદ મળી છે.

    પ્લેટફોર્મ ડાઉન થવા પર હજુ સુધી મેટા તરફથી કોઇ ટિપ્પણી સામે આવી નથી. મેટા વોટ્સએપ, ફેસબુક અને ઇંસ્ટાગ્રામની પેરેન્ટ કંપની છે. સેંકડો ભારતીય યૂઝર્સે ઇંસ્ટાગ્રામ ડાઉનની ફરિયાદ કરી છે. ડાઉન ડિટેક્ટરના મતે મોટાભાગના યૂઝર્સને એપ એક્સેસ કરવામાં પરેશાની આવી રહી છે.

    આ પણ વાંચો - ફોનનું સ્ટોરેજ થઈ ગયું છે Photosથી ફુલ? આ રીતે Delete કરો નકામી ઇમેજ, 2 મિનિટ પણ નહીં લાગે!





    ટ્વિટર પર યૂઝર્સ કરી રહ્યા છે ફરિયાદ

    ઇંસ્ટાગ્રામ ડાઉન થવાની ફરિયાદ બપોરે જોવા મળી હતી. ભારતમાં ઇંસ્ટાગ્રામ ડાઉન થવાની ફરિયાદ લગભગ બધા મોટા શહેરોમાંથી આવી રહી છે. યૂઝર્સ સોશિયલ સાઇટ્સ ટ્વિટર પર આને લઇને સતત ફરિયાદ કરી રહ્યા છે.

    ઇંસ્ટાગ્રામ ડાઉન થવાનો પ્રભાવ બધા યૂઝર્સ પર નથી. કારણ કે કેટલાક યૂઝર્સ કોઇપણ પરેશાની વગર ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે ઘણા ઇંસ્ટાગ્રામ યૂઝર્સે સ્ક્રિનશોટ પોસ્ટ કરીને જાણકારી આપી છે કે તે પ્લેટફોર્મ એક્સેસ કરી શકતા નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Instagram, Instagram Post, ટેકનોલોજી

    આગામી સમાચાર