ફરીથી ડાઉન થયું Instagram? યૂઝર્સે ટ્વિટર પર કર્યો Memesનો વરસાદ

ફરીથી ડાઉન થયું Instagram? યૂઝર્સે ટ્વિટર પર કર્યો Memesનો વરસાદ
ફરીથી ડાઉન થયું Instagram? યૂઝર્સે ટ્વિટર પર કર્યો Memesનો વરસાદ

કેટલાક યૂઝર્સે ફેસબુકમાં થતી સમસ્યા અંગે તો કેટલાકે વ્હોટ્સએપમાં થતી સમસ્યા અંગે ફરિયાદ કરી

  • Share this:
આજે ફરીથી ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. ઘણા યૂઝર્સના મોબાઈલ પર લોડિંગ થવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે યૂઝર્સ વારંવાર તેમનું ઇન્ટરનેટ કનેક્શન્સ ચેક કરી રહ્યા હતા તેમજ ફ્લાઇટ મોડ ઓન ઓફ કરીને ચેક કરી રહ્યા હતા કે ક્યાંક તેમના સિગ્નલમાં તો ખરાબી નથી. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ સમગ્ર વિશ્વમાં ઠપ્પ થઇ ગયું હતું.

આજે પણ ઇન્સ્ટાગ્રામ ઠપ્પ થઇ જતા યૂઝર્સ ટ્વિટર પર ભેગા થયા હતા અને ફરિયાદો કરવા લાગ્યા હતા. એટલું જ નહીં યૂઝર્સે ઇન્સ્ટાગ્રામ ઠપ્પ થતા જ Memesનો ઢગલો કરી દીધો હતો. કેટલાક યૂઝર્સે ફેસબુકમાં થતી સમસ્યા અંગે તો કેટલાકે વ્હોટ્સએપમાં થતી સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. જોકે, સર્વિસ ઠપ્પ થવા અંગે હજુ સુધી કોઈ કારણ જણાવ્યું નથી.આ પણ વાંચો - વિશ્વને ભરડામાં લેનાર કોરોના વાયરસ આખરે આવ્યો ક્યાંથી? આજે પણ સંશોધકો શોધી રહ્યા છે મહામારીનું ઉદગમસ્થાનગઈકાલે રાત્રે #InstagramDown ક્રેઝ ફરીથી સામે આવ્યું. DownDetectorના જણાવ્યા મુજબ, લગભગ સાંજે 7 વાગ્યે આ સમસ્યાની શરૂઆત થઇ હતી. જે બાદ સમગ્ર વિશ્વના યૂઝર્સ તેનાથી પ્રભાવિત થયા હતા.

જોકે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ ડાઉન થાય તેનો ફાયદો ટ્વિટરને થવા લાગે છે. કારણ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા જ બધો જ ટ્રાફિક ટ્વિટર તરફ જાય છે અને તેની ડિમાન્ડ વધતી જાય છે. ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક ડાઉન થતા જ લોકો ટ્વિટર પર Memes શેર કરવા લાગે છે, જેનું પ્રમાણ ખુબ ઊંચું છે.
Published by:News18 Gujarati
First published:March 31, 2021, 23:07 pm

ટૉપ ન્યૂઝ