મુંબઈ: મેટાએ પોતાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram)ની રીલ્સ (Reels)માં બે નવા ફીચર્સ એડ કર્યા છે. પહેલું ફીચર ટેક્સ્ટ ટૂ સ્પીચ (Text to Speech) અને બીજું ફીચર વોઈસ ઈફેક્ટ્સ (Voice Effects)નું છે. આ બંને ફીચર્સમાં રીલ (Reels) બનાવનારા યૂઝર્સ વાપરી શકશે. આ બંને ફીચર્સના પોત પોતાના ફાયદા છે.
ટેક્સ્ટ ટૂ સ્પીચ (Text to Speech)નું કામ
જેવું કે નામથી જ સ્પષ્ટ છે, અહીં ટેક્સ્ટને સ્પીચમાં કન્વર્ટ કરવામાં આવશે. આ ફીચર તે લોકો માટે ઉપયોગી બનશે, જે રીલ્સ બનાવવા માંગે છે પણ ઓડિયોમાં પોતાનો અવાજ નથી એડ કરવા માંગતા. આ ફીચરની મદદથી લોકો આર્ટિફિશિયલ વોઈસ બનાવી શકશે. જેનો અર્થ છે કે યૂઝર જે ટાઈપ કરશે તેને ઓટોમેટિકલી રીલ્સ એક અવાજ આપી દેશે. નીચે જણાવેલી રીતે તમે આ ફીચરનો ઉપયોગ કરી શકશો.
>> સૌથી પહેલા Instagram એપ ઓપન કરો અને Reelsનું સેક્શન ઓપન કરો. >> હવે નવી રીલ બનાવવા માટે ઈન્સ્ટાગ્રામ કેમેરો ઓપન કરો. >> તમે કોઈ રીલ બનાવી શકો છો અથવા ગેલેરીમાંથી કોઈ વીડિયો પણ અપલોડ કરી શકો છો. >> હવે નવો ટેક્સ્ટ લખવા માટે Text ટૂલ સિલેક્ટ કરો. >> હવે જ્યારે તમે ટેક્સ્ટ લખશો તો નીચે તરફ તમને Text to Speechનું ઓપ્શન દેખાશે તેને ટેપ કરો. >> અહીં તમને વોઈસના અલગ અલગ ઓપ્શન મળશે. અહીંથી તમે તમને ગમતો અવાજ પસંદ કરી શકો છો.
આ રીતે કરો Voice Effectsનો ઉપયોગ
ઈન્સ્ટાગ્રામ કુલ 5 વોઈસ ઈફેક્ટ આપે છે. તમે આ ઓડિયો આર્ટિફિશિયલ વોઈસમાં બદલવા માટે વાપરી શકો છો. આમાં અનાઉન્સર (Announcer), હીલિયમ (Helium), જાયન્ટ (Giant), રોબોટ (Robot) અને વોકલિસ્ટ (Vocalist) સામેલ છે. આની માટે તમારે પહેલા એક રીલ રેકોર્ડ કરવાની રહેશે. પછી ઓડિયો મિક્સરમાં મ્યૂઝિક નોટ પર ટેપ કરવાનું રહેશે. તમને અહીં Effects મેનૂ દેખાશે, જ્યાં તમે પોતાના ઈન્સ્ટાગ્રામ રીલ પર અલગ અલગ અવાજોની પસંદગી કરી શકો છો.
Instagram ખુદ કહેશે- બહુ થઈ ગયું, હવે થોડો આરામ કરો!
ઇન્ટાગ્રામ (Instagram) ઇચ્છે છે કે તમે વધારે સમય સુધી ઑનલાઇન ન રહો અથવા વધારે સમય સુધી સ્ક્રીન સામે સમય ન વિતાવો. હકીકતમાં કંપની પોતાના યૂઝર્સના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક નવા જ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરનું નામ ટેક અ બ્રેક (Take a Break) છે. કંપનીના હેડ એડમ મોસેરી (Adam Mosseri)ના કહેવા પ્રમાણે આ ફીચરની ખૂબ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ટેક અ બ્રેક (થોડો આરામ કરી લો) ફીચર ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ (Instagram users)ને એ વાતની યાદ અપાવશે કે તેઓ ખૂબ લાંબા સમયથી આ પ્ટેલફોર્મ પર છે. હવે તેમણે થોડો આરમ કરવો જોઈએ. (સમગ્ર અહેવાલ વાંચો...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર