Home /News /tech /

Instagram New Features: ઇન્સ્ટાગ્રામ લાવ્યું બે નવા ફીચર્સ, પ્રોફાઈલ પર કંટ્રોલ કરી શકશો ફીડ અને પોસ્ટ

Instagram New Features: ઇન્સ્ટાગ્રામ લાવ્યું બે નવા ફીચર્સ, પ્રોફાઈલ પર કંટ્રોલ કરી શકશો ફીડ અને પોસ્ટ

ઇન્સ્ટાગ્રામમાં Favourites અને Following ઓપ્શનને જોડવામાં આવ્યા છે.

Instagram New Features: Favorites અને Following બે ઓપ્શન યુઝર્સ માટે ઝડપથી એ જોવા માટે છે કે, તેઓ કઈ બાબતમાં સૌથી વધારે રસ ધરાવે છે. આના દ્વારા યુઝર્સ પોતાના ફ્રેન્ડ અને ઇનફ્લુએન્સરના અકાઉન્ટ પર Favorites અને Following માટે સિલેક્ટ કરી શકે છે.

વધુ જુઓ ...
    Instagram New Features: મેટા (Meta)ની માલિકીની પોપ્યુલર ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram)એ પોતાના યુઝરને શાનદાર ભેટ આપી છે. ઇન્સ્ટાગ્રામે પોતાના યુઝર એક્સપીરિયન્સને વધારે સારું બનાવવા માટે બે નવા ફીચર્સ એડ (Instagram updated features) કર્યા છે. તેમાં ફેવરેટ્સ (Favorites) અને ફોલોઈંગ (Following) ઓપ્શનને જોડવામાં આવ્યા છે. તેની મદદથી યુઝર પોતાના ફીડ જોવાની રીતને કન્ટ્રોલ કરી શક્શે. Instagramના સીઈઓ એડમ મોસેરીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે.

    કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘તમારી ઇન્સ્ટાગ્રામ ફીડ એ લોકોના ફોટોઝ અને વિડિયોનું મિશ્રણ છે જેને તમે ફોલો કરો છો, સજેસ્ટેડ પોસ્ટ્સ અને બીજું બધું. સમય જતાં અમે તમારા ઇન્ટ્રસ્ટના આધારે તમારા ફીડમાં વધુ રેકમેન્ડેશન ઉમેરવા જઈ રહ્યા છીએ.’

    આ પણ વાંચો: તમારી પરવાનગી વગર ડાયલર અને મેસેજીસ એપ્સમાંથી ડેટા ઉઠાવી રહ્યું છે Google!

    યુઝર્સની રુચિ કેન્દ્રસ્થાને

    Favorites અને Following બે વિકલ્પ યુઝર્સ માટે ઝડપથી એ જોવા માટે છે કે, તેઓ કઈ બાબતમાં સૌથી વધારે રસ ધરાવે છે. આના દ્વારા યુઝર્સ પોતાના ફ્રેન્ડ અને ઇનફ્લુએન્સરના અકાઉન્ટ પર Favorites અને Following માટે સિલેક્ટ કરી શકે છે. ફેવરેટ્સ અને ફોલોઈંગનો ઉપયોગ કરવા માટે યુઝર્સે હોમ પેજના ઉપરના ડાબા ખૂણામાં Instagramને ટેપ કરવાનું રહેશે, જેથી તે જે જુએ, તેને પસંદ કરી શકે.

    50 અકાઉન્ટ એડ થઈ શકશે

    યુઝર્સ પોતાના ફેવરેટ લિસ્ટમાં વધારેમાં વધારે 50 અકાઉન્ટ એડ કરી શકે છે અને તેને કોઈપણ સમયે બદલી શકે છે. અન્ય લોકોને ખબર નહીં પડે કે તેમને લિસ્ટમાં ક્યારે જોડવામાં આવ્યા કે કાઢવામાં આવ્યા છે. તે સિલેક્ટેડને યુઝરના ફીડમાં એક સ્ટાર આઇકોન દર્શાવવામાં આવશે.

    આ પણ વાંચો: જોરદાર ફીચર્સ સાથે Oppo K10 સ્માર્ટફોન અને Oppo Enco Air 2 TWS ઇયરફોન થયા લૉન્ચ, જાણો કિંમત

    ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે, તે ફેવરેટ અને ફોલોઇંગ જેવી સુવિધાઓનું નિર્માણ જારી રાખશે, જેથી યુઝર્સને તેઓ જે જુએ છે તેના પર વધારે વિકલ્પ અને કન્ટ્રોલ આપી શકે. આ દ્વારા યુઝર્સ વધારેમાં વધારે સમય પોતાના ફેવરેટ લિસ્ટમાં સામેલ ફ્રેન્ડ અને ઇન્ફ્લુઅન્સરની ફીડને જોઈ શકે.

    Instagram ફીડમાં એ લોકોના ફોટો અને વીડિયોને જોઈ શકાય છે, જેમને ફોલો કરતા હોઈએ છીએ અથવા સજેસ્ટ પોસ્ટ હોય. આ ફીચર્સ દ્વારા યુઝર્સના ઇન્ટ્રસ્ટ પ્રમાણે રિકમેન્ડેશન મળશે. આ દ્વારા તમે તમારા ફોલોઇંગ લોકોની પોસ્ટ કે ફીડ ઝડપથી જોઈ શક્શો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Instagram, Mobile and Technology, New-feature

    આગામી સમાચાર