Home /News /tech /તમારું ઇન્સ્ટાગ્રામ ચાલે છે કે સસ્પેન્ડ થઈ ગયું? વોટ્સઅપ બાદ હવે વધુ એક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં લોચા
તમારું ઇન્સ્ટાગ્રામ ચાલે છે કે સસ્પેન્ડ થઈ ગયું? વોટ્સઅપ બાદ હવે વધુ એક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં લોચા
ઇનસ્ટાગ્રામમાં ઊભી થઈ તકલીફ
INSTAGRAM SUSPENDED: હજુ થોડા દિવસ અગાઉ વોટ્સઅપમાં મોટી ખામી ઊભી થઈ હતી ત્યાં હવે ઇનસ્ટાગ્રામમાં પણ તકલીફ ઊભી થઈ છે. કેટલાક લોકોના અકાઉન્ટ અચાનક સસ્પેન્ડ થઈ ગયા છે.
નવી દિલ્હી: સોશ્યલ નેટવર્કિંગ એપ ઇનસ્ટાગ્રામમાં ફરી એક વખત ખામી ઊભી થઈ છે. અનેક યુઝર્સનો દાવો છે કે તેઓના અકાઉન્ટ અચાનક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જો કે આ તકલીફ હાલ યુકેમાં જોવા મળી છે. કેટલાક લોકોએ ટ્વિટર અકાઉન્ટ પર ઇનસ્ટા અકાઉન્ટ સસ્પેન્ડ થયાના સ્ક્રીન શૉટ શેર કર્યા હતા. શેર કરવામાં આવી રહેલ સ્ક્રીનશોટ્સમાં ઇનસ્ટાગ્રામ તરફથી નોંધ કરવામાં આવી રહી છે કે 31 ઑક્ટોબર 2022 ના દિવસે તમારું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ઇન્સ્ટાના હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવેલી ક્ષતી
ધ સનમાં છપાયેલ એક સમાચાર અનુસાર આવું બહુ ઓછા લોકો સાથે બન્યું છે. સોશ્યલ મીડિયા પર લોકોના મેસેજિસ અનુસાર તો એવું લાગી રહ્યું છે કે આ તકલીફ ઇન્સ્ટાના હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવેલી ક્ષતી લાગી રહી છે. બીજા એક સમાચાર અનુસાર વેબસાઇટ મેલ ઓનલાઈન દ્વારા પણ ઓનલાઇન પણ રિપોર્ટ કરવામાં આવ્યું હતું પણ તેમણે કહ્યું હતું કે જ્યારે ઇનસ્ટા ચલાવવામાં આવ્યું ત્યારે તેઓને કોઈ તકલીફ જણાઈ નહોતી.
લોકોએ શું કહ્યું?
ટ્વિટર પર એક યુઝરે લખ્યું હતું કે, ''મારૂ અકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું છે. હવે હું તેની વિરુદ્ધ અપીલ પણ કરી શકું એમ નથી. પણ મને નથી ખબર કે આવું મારી સાથે જ થયું છે કે બધા સાથે થયું છે.'' વધુ એક યુઝરે કહ્યું હતું કે જ્યારે પણ સોશ્યલ નેટવર્કિંગ એપમાં તકલીફ ઊભી થાય છે ત્યારે લોકો સૌથી પહેલા ટ્વિટર ચેક કરે છે એ જોવા માટે કે સાચે તકલીફ છે કે કેમ? જો કે આ પ્ર્કરની સમસ્યા ઊભી થઈ હોય એવા માત્ર ચાર હજાર યુઝર્સ દેખાઈ આવ્યા હતા.
25 ઓક્ટોબર 2022ના દિવસે મેટાના એક બીજા પ્લેટફોર્મ વોટ્સએપમાં ખામી ઊભી થઈ હતી. ત્યારે ભારત સહિત અનેક દેશોમાં વોટ્સઅપ કામ કરતું બંધ થઈ ગયું હતું. લોકો એકબીજાને મેસેજ નહોતા કરી શકતા. વોટ્સઅપ વેબમાથી લોકો લૉગ આઉટ થઈ ગયા હતા. જો કે ઘણી વખત આ પ્રકારની ખામીના કારણે ઘણા બધા ધંધા વેપારને પણ નુકસાન થતું હોય છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર