મુંબઈ: સ્માર્ટફોન ક્ષેત્રે જાણીતી બ્રાન્ડ ઇન્ફિનિક્સ (Infinix) ભારતની લેપટોપ માર્કેટમાં પ્રવેશવાની તૈયારીમાં છે. ઈન્ફિનિક્સ 8 ડિસેમ્બરે X1 સિરીઝ (Infinix X1 series Laptop)માં બે નવા લેપટોપ લોન્ચ કરશે. જેના નામ ઈન્ફિનિક્સ X1 અને ઈન્ફિનિક્સ X1 પ્રો (Infinix X1 and Infinix X1 Pro) છે. આ લેપટોપનું પ્રોડક્ટ પેજ ફ્લિપકાર્ટ (Flipkart) પર લાઇવ થયું છે. પેજ પરથી ફલિત થાય છે કે, આ લેપટોપની પ્રારંભિક કિંમત રૂ. 30,000થી રૂ. 40,000 વચ્ચે હશે. મળતી માહિતી પ્રમાણે ઈન્ફિનિક્સ લેપટોપમાં Core i3 અને Core i5 પ્રોસેસર્સ અને 8GB રેમ અને 512 GB સ્ટોરેજ આપવામાં આવશે. લેપટોપના ફીચર્સ અંગે માહિતી મેળવીએ જે તમને ખૂબ જ ઉપયોગ સાબિત થઈ શકે છે.
ઈન્ફિનિક્સ X1 લેપટોપ Core i3, Core i7 અને Core i5 જેવા ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આ લેપટોપમાં ઓલ મેટલ બોડી આપવામાં આવશે અને તેમાં સ્લિમ પ્રોફાઇલ હશે. ઈન્ફિનિક્સ INBook X1 અને INBook X1 Pro નવા વિન્ડોઝ 11 પર ચાલશે. જેમાં 512 GB NVMe સ્ટોરેજ અને 16GB સુધી RAM આવશે.
કલર અને બોડી: આ લેપટોપને રેડ, બ્લુ અને સ્લેટ ગ્રે સહિત ત્રણ આકર્ષક રંગોમાં ઓફર કરવામાં આવશે. ઈન્ફિનિક્સ INBook X1માં એલ્યુમિનિયમ ફિનિશ સાથે લાઇટવેઇટ મેટલ બોડી આપવામાં આવશે.
પ્રોસેસર અને સ્ટોરેજ : ઈન્ફિનિક્સ લેપટોપમાં Core i3 અને Core i5 પ્રોસેસર્સ અને 8GB રેમ અને 512 GB સ્ટોરેજ આપવામાં આવશે. આ સાથે ટોપ ટ્રિમ મોડલ પણ હશે. જેમાં 10મી જનરેશનનું ઈન્ટેલ કોર પ્રોસેસર અને 16 GB RAM અને 512 GB સ્ટોરેજ હશે.
ડિસ્પ્લે: ઈનબુક X1માં 14 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે. જે 300 નિટ્સની મહત્તમ બ્રાઈટનેસ આપી શકશે.
બેટરી: ઇનબુક X1 પ્રો અને ઇનબુક X1માં 55Whr Li-Po બેટરી આપવામાં આવશે. જે 65W USB-PD ચાર્જિંગ સાથે આવશે.
કિંમત: આ લેપટોપની કિંમત અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી. પરંતુ કંપનીએ ફ્લિપકાર્ટ પર લેપટોપની પ્રારંભિક કિંમત રૂ. 30,000થી રૂ. 40,000 વચ્ચે હશે તેવો સંકેત આપ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર