6 હજારથી ઓછી છે આ 5000mAh બેટરીવાળા સ્માર્ટફોનની કિંમત, આજે સેલમાં મેળવો આકર્ષક ઓફર્સ

6 હજારથી ઓછી છે આ 5000mAh બેટરીવાળા સ્માર્ટફોનની કિંમત, આજે સેલમાં મેળવો આકર્ષક ઓફર્સ
બજેટ સ્માર્ટફોન Infinix Smart HD 2021નું ફ્લેશ સેલ આજે ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યે શરૂ થશે

બજેટ સ્માર્ટફોન Infinix Smart HD 2021નું ફ્લેશ સેલ આજે ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યે શરૂ થશે

  • Share this:
    ગ્રાહકોને આકર્ષવા માટે હાલમાં કંપનીઓ ઓછી કિંમતમાં વધુ ફીચર્સવાળા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યા છે. હાલમાં 5000mAh બેટરીવાળા ફોનની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે, તેથી જો તમે ઓછી કિંમતમાં આવો જ કોઈ ફોન શોધી રહ્યા છો તો આજે (13 જાન્યુઆરી)એ આપના માટે સારી તક છે. મૂળે, Infinixના બજેટ સ્માર્ટફોન Infinix Smart HD 2021ને આજે ફ્લેશસેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સેલ બપોરે ફ્લિપકાર્ટ (Flipkart) પર શરૂ થશે. માહિતી માટે જણાવી દઈએ કે આ એક એન્ટ્રી લેવલ ફોન છે અને કંપનીએ આ ફોનની કિંમત માત્ર 5,999 રૂપિયા રાખી છે. આ ફોનની સૌથી ખાસ વાત સસ્તી કિંમતમાં તેની 5000mAh બેટરી પણ છે.

    Infinix Smart HD 2021માં 6.1 ઇંચની HD+ ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોનનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 અને સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 85 ટકા છે. પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં મીડિયાટેક હીલિયો A20 ક્વોડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીએ આ એન્ટ્રી લેવલ ફોનને એક જ વેરિયન્ટ 2 GB RAM અને 32 GBના ઇન્ટરનલ સ્ટોરેજની સાથે રજૂ કર્યો છે.



    આ પણ વાંચો, Ind vs Aus: બ્રિસ્બેનની હોટલમાં કેદ ટીમ ઈન્ડિયા, ખેલાડીઓને જાતે સાફ કરવું પડે છે ટોઇલેટ!

    કેમેરાની વાત કરીએ તો આ બજેટ સ્માર્ટફોનમાં ગ્રાહકોને સિંગર રિયર અને સેલ્ફી કેમેરા મળે છે. આ ફોનના રિયરમા; LED ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ રિયર કેમેરા ખાસ AI ડિટેક્શન મોડની સાથે આવે છે. ફોનમાં AI HDR મોડ, AI બ્યૂટી મોડ અને પોટ્રેડ મોડ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે જેનાથી ગ્રાહકોન સારી ફોટોગ્રાફીનો અનુભવ મળે. સેલ્ફી માટે આ ફોનના ફ્રન્ટમાં ગ્રાહકોને ડ્યૂઅલ LED ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે.

    આ પણ વાંચો, Telegramના નોટિફિકેશન ફીચરથી પરેશાન છો? આ Settingsને ઓફ કરીને મેળવો છુટકારો

    ફોનને કંપની ત્રણ કલર - ટોપાઝ બલૂ, ક્વાર્ટઝ ગ્રીન અને ઓબ્સીડિયન બ્લેકમાં રજૂ કરી રહી છે. પાવર માટે બજેટ ફોન Infinix Smart HD 2021માં 5000mAhની બેટરી આપવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે આ બેટરી 35 દિવસના સ્ટેન્ડબાય ટાઇમની સાથે આવે છે.

    મળી રહી છે આ ઓફર્સ

    ફોનની ખરીદી પર ગ્રાહકોને ઓફર પણ આપવામાં આવી રહી છે...ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, ફોનની ખરીદી પર Flipkart Axis Bank Credit Cardના માધ્યમથી 5 ટકાનું અનલિમિટેડ કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્પેશલ પ્રાઇઝ હેઠળ ફોન પર 2000 રૂપિયાની એક્સ્ટ્રા છૂટ પણ આપવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 13, 2021, 07:45 am

    ટૉપ ન્યૂઝ