Home /News /tech /

Latest Smartphone: પહેલી વાર આટલી ઓછી કિંમતના ફોનમાં મળે છે Fingerprint Lock, ભારત આવ્યો આ જોરદાર સ્માર્ટફોન

Latest Smartphone: પહેલી વાર આટલી ઓછી કિંમતના ફોનમાં મળે છે Fingerprint Lock, ભારત આવ્યો આ જોરદાર સ્માર્ટફોન

Infinix Smart 6 ખૂબ જ સસ્તી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.

Infinix Smart 6 Launched: ઇનફિનિક્સ (Infinix)એ તેનો એન્ટ્રી સેગમેન્ટ સ્માર્ટફોન Smart 6 લોન્ચ કર્યો છે. જણાવી દઈએ કે આ પ્રાઇસ સેગમેન્ટમાં Infinix Smart 6 એકમાત્ર ડિવાઇસ છે જેમાં સિક્યોરીટી માટે ડેડિકેટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર/ફેસ અનલોક ફીચર છે.

વધુ જુઓ ...
    Infinix Smart 6 Launched: Infinix એ પોતાનો એન્ટ્રી સેગમેન્ટ સ્માર્ટફોન Smart 6 લોન્ચ કર્યો છે. આ ફોન એન્ટી બેક્ટેરિયલ (Anti-Bacterial) બેક પેનલ સાથે આવે છે. આ ફોનની પહેલી સેલ 6 મેએ ફ્લિપકાર્ટ (Flipkart) પર શરુ કરવામાં આવશે. આ ફોન ગયા વર્ષે ઓક્ટોબર 2021માં ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો હતો, અને હવે તે ભારતમાં Smart 5ના સક્સેસર તરીકે આવશે.

    જણાવી દઈએ કે ઇનફિનિક્સના આ ફોનની કિંમત 7,499 રૂપિયા રાખવામાં આવી છે, જે તેના 2 GB અને 64 GB સ્ટોરેજ માટે છે. સ્માર્ટ 6 ચાર કલર ઓપ્શન પોલર બ્લેક, હાર્ટ ઓફ ઓશન, લાઇટ સી ગ્રીન અને સ્ટેરી પર્પલ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે કેવા છે તેના સ્પેસિફિકેશન્સ.

    આ પણ વાંચો: શું છે વાઇ-ફાઇ કોલિંગ, તેના ફાયદા શું છે અને તમારા સ્માર્ટફોનમાં કઈ રીતે કરશો સેટિંગ?

    Infinix Smart 6 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

    Infinix Smart 6 એ 6.6 ઇંચની સ્ક્રીન સાથે HD+ રિઝોલ્યુશન, 500 નિટ્સ પીક બ્રાઇટનેસ અને 89% સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે આવે છે. તે 64GB સ્ટોરેજ સાથે આવે છે, જે ઇન-બિલ્ટ 2GB LPDDR4X રેમ અને એડિશનલ 2GB વર્ચ્યુઅલ રેમ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોન એક વોટરડ્રોપ નોચ ડિઝાઈનને નેરો બેઝલ્સ અને એક પ્લાસ્ટિક બોડી સાથે સપોર્ટ કરે છે.

    આ ફોન Android 11 (ગો એડિશન) પર કામ કરે છે. Infinix Smart 6માં 12nm Helio A22 ક્વાડ-કોર પ્રોસેસર મળે છે, અને તે 3 ઇન 1 SD કાર્ડ સ્લોટ સાથે આવે છે. તેની સ્ટોરેજ 512 GB સુધી વધારી શકાય છે.

    જણાવી દઈએ કે આ પ્રાઇસ સેગમેન્ટમાં Infinix Smart 6 એકમાત્ર ડિવાઇસ છે જેમાં સિક્યોરીટી માટે ડેડિકેટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર/ફેસ અનલોક ફીચર છે.

    આ પણ વાંચો: સ્કોટલેન્ડની સડકો પર દોડી UKની પહેલી સેલ્ફ ડ્રાઇવિંગ બસ, જલ્દી લોકો પણ કરી શકશે મુસાફરી

    સસ્તા ફોનમાં મળશે 5000mAhની બેટરી

    Infinix Smart 6 માં ડ્યુઅલ LED ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા છે. આમાં સેકન્ડરી કેમેરા એક ડેપ્થ લેન્સ છે. આ સ્માર્ટફોન 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સાથે આવે છે, અને ડિસ્પ્લેની નીચે એક ડેડિકેટેડ LED ફ્લેશ આવે છે. પાવર માટે આ સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. કંપનીનો દાવો છે કે આ બેટરી 54 કલાક સુધીનો 4G ટોકટાઈમ આપે છે. કનેક્ટિવિટી ઓપ્શનની વાત કરીએ તો તેમાં વાઈ-ફાઈ, બ્લુટુથ, જીપીએસ અને એક માઇક્રો-યુએસબી પોર્ટ સામેલ હશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર