Home /News /tech /6000mAh બેટરીની સાથે આજે લૉન્ચ થશે દમદાર બજેટ સ્માર્ટફોન, 8 હજારથી પણ ઓછી હશે કિંમત!

6000mAh બેટરીની સાથે આજે લૉન્ચ થશે દમદાર બજેટ સ્માર્ટફોન, 8 હજારથી પણ ઓછી હશે કિંમત!

લૉન્ચ પહેલા આ Infinix Smart 5ને લઈ ઘણી ચર્ચા ચાલી રહી છે અને કન્ફર્મ થયું છે કે તે ડ્યૂઅલ રિયર કેમેરા અને 6.82 ઇંચ ડિસ્પ્લે સાથે રજૂ થશે

લૉન્ચ પહેલા આ Infinix Smart 5ને લઈ ઘણી ચર્ચા ચાલી રહી છે અને કન્ફર્મ થયું છે કે તે ડ્યૂઅલ રિયર કેમેરા અને 6.82 ઇંચ ડિસ્પ્લે સાથે રજૂ થશે

મુંબઈ. હોંગકોંગ (Hong Kong)ની સ્માર્ટફોન બનાવતી ઇનફિનિક્સ (Infinix) આજે (11 ફેબ્રુઆરી) ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Infinix Smart 5ને લૉન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોનને બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ (Flipkart)ના માધ્યમથી લૉન્ચ કરવામાં આવશે. આજે રજૂ થનારો ફોન અગાઉ રીલિઝ થયેલા Infinix Smart 4નું અપગ્રેડેડ વર્જન તરીકે આવશે. ફોન લૉન્ચ પહેલા આ ફોનને લઈ ઘણી ચર્ચા ચાલી રહી છે અને કન્ફર્મ થયું છે કે આ સ્માર્ટફોન ડ્યૂઅલ રિયર કેમેરા અને 6.82 ઇંચ ડિસ્પ્લે સાથે રજૂ થશે. ફ્લિપકાર્ટ પર આ ફોનનું માઇક્રો પેજ લાઇવ થઇ ગયું છે, જેનાથી જાણી શકાય છે કે Infinix Smart 5 માં 6.82 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે.

આ ઉપરાંત ફોનની રિયર પેનલને પણ જોઈ શકાય છે, જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ફોનના રિયર પર ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ અને ફોનના ફ્રન્ટમાં સેલ્ફી કેમેરા નૉચ આપવામાં આવશે. Infinix Smart 5માં 6000mAhની દમદાર બેટરી મળશે. ફોનમાં સ્લો-મોશન વીડિયો રેકોર્ડિંગ જેવા ફીચર પણ આપવામાં આવશે.

નોંધનીય છે કે, ગ્લોબલ વેરિઅન્ટ એન્ડ્રોઇડ 10 (ગો એડિશન) પર આધારિત XOS 6 કામ કરે છે અને ફોનમાં 6.6 ઇંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 720x1600 પિક્સલ રેઝોલ્યૂશનની સાથે આવે છે. સ્પીડ અને મલ્ટીકાસ્ટિંગ માટે આ ફોનમાં 1.8 ગીગાહર્ટ્ઝનું પ્રોસેસર મળે છે. સાથોસાથ તેમાં 3 GB RAM ઉપલબ્ધ છે.

આ પણ વાંચો, WhatsApp થશે ‘તડીપાર!’ ભારતમાં ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે Made in India મેસેજિંગ એપ Sandes

ખાસ હશે કેમેરા

કેમેરા તરીકે આ ફોનના રિયર પર ટ્રિપલ કેમેરા સેટઅપ અને ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલ કેમેરા સેન્સર છે. પરંતુ ફ્લિપકાર્ટ પર જે ફોટો જાહેર થયો છે તેમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ જોવા મળે છે. તેથી આ ફોન ભારતમાં કયા ફીચર્સની સાથે આવશ તેનો ખુલાસો લૉન્ચ બાદ જ થશે.

ફોનમાં 64 GB સ્ટોરેજ છે, માઇક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 256 GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે ગ્લોબલ વેરિયન્ટમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, 4G, ચાર્જિંગ માટે માઇક્રો-યૂએસબી પોર્ટ અને 3.5 મિલીમીટર હેડફોન જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો, WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરવી છે ખૂબ સરળ, લાગશે માત્ર થોડીક સેકન્ડ, જાણો રીત

માહિતી માટે જણાવી દઈએ ક કે Infinix Smart 5ને ગ્લોબલ માર્કેટમાં પહેલા જ લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. કંપનીએ ફોનનું 3G વેરિયન્ટ પણ ઉતાર્યું હતું. તેના 2 GB RAM અને 32 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત NGN 39,500 (લગભગ 7,800 રૂપિયા) છે. તેનાથી કન્ફર્મ થાય છે કે આ ફોન એન્ટ્રી લેવલ સેગમેન્ટનો હશે.
First published:

Tags: Flipkart, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન