ભારતમાં 6000mAh બેટરી સાથે લૉન્ચ થયો આ પાવરફુલ સ્માર્ટફોન, કિંમત માત્ર 8,499 રૂપિયા
ભારતમાં 6000mAh બેટરી સાથે લૉન્ચ થયો આ પાવરફુલ સ્માર્ટફોન, કિંમત માત્ર 8,499 રૂપિયા
Infinix Hot 12 Play સ્માર્ટફોનમાં ઘણી ખાસિયતો છે.
Infinix Hot 12 Play સ્માર્ટફોનના રિયરમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સેન્સર અને સાથે 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરા સેન્સર સામેલ છે. તેમાં એક એઆઈ લેન્સ પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ટક્કર realme અને redmi જેવી બ્રાન્ડ સાથે થશે.
Infinix Hot 12 Play: બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં પોતાની પકડને વધારે મજબૂત કરવા માટે ઇન્ફિનિક્સ (Infinix)એ ભારતમાં તેનો બજેટ ફોન ‘HOT 12 Play’ લૉન્ચ કર્યો છે. આ ફોનની ડિઝાઇન અને તેના ફીચર્સ ઘણાં જોરદાર છે અને સૌથી ખાસ વાત એ છે કે આ ફોનમાં 6000mAh ની બેટરી લાગેલી છે જે આ ફોનનો પ્લસ પોઇન્ટ છે. તો જો તમે એક સારો બજેટ ફોન ખરીદવા ઇચ્છો છો તો આવો તમને જણાવીએ આ ફોનની કિંમત અને ફીચર્સ વિશે.
કિંમત અને ઉપલબ્ધતા
આ ફોનને ચાર કલર ઓપ્શનમાં ઉતારવામાં આવ્યો છે જેમાં Racing Black, Horizon Blue, Champagne Gold અને Daylight Green કલર સામેલ છે. આ ફોનની કિંમત 8499 રૂપિયા (4GB+64GB) છે અને આ ફોનને 30 મે થી Flipkart પર ખરીદી શકાય છે. હવે આ કિંમતમાં તમને ફોનમાં કયા-કયા ફીચર્સ મળશે એ જાણીએ.
આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.82 ઇંચની HD પ્લસ ટીએફટી ડિસ્પ્લે લાગેલી છે જે 480 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે છે. આ ડિસ્પ્લે 180Hz ટચ સેમ્પલિંગ રેટ ઓફર કરે છે. પરફોર્મન્સ માટે નવા Hot 12 Playમાં યુનિસોક T610 ઓક્ટા-કોર પ્રોસેસર છે જ્યારે ગ્રાફિક્સ માટે તેમાં માલી જી52 જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોન 3GB સુધી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ કરે છે, એટલે કે તમે આ ફોનમાં 7GB સુધી વર્ચ્યુઅલ રેમ વધારી શકો છો, અને એમ કરવાથી તમારો ફોન ન સ્લો થશે અને ન તો તેને યુઝ કરવામાં કોઈ સમસ્યા થશે.
પાવર માટે આ ફોનમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે જે 18W ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરશે. ફોનની બેટરી મોટી છે જે આખો દિવસ આરામથી કાઢી શકે છે.
Infinix Hot 12 Play કેમેરા
ફોટો અને વિડીયો માટે આ ફોનના રિયરમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સેન્સર, અને સાથે 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરા સેન્સર સામેલ છે. તેમાં એક એઆઈ લેન્સ પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે. Infinix Hot 12 Play સ્માર્ટફોનની ટક્કર realme અને redmi જેવી બ્રાન્ડ સાથે થશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર