9 હજારથી પણ ઓછી કિંમત, 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Infinix Hot 11 2022 સ્માર્ટફોન
9 હજારથી પણ ઓછી કિંમત, 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Infinix Hot 11 2022 સ્માર્ટફોન
Infinix Hot 11 2022 કંપનીનો લેટેસ્ટ ફીચર્સ સાથેનો એક બજેટ સ્માર્ટફોન છે. (Infinix India)
Infinix Hot 11 2022 કંપનીનો લેટેસ્ટ ફીચર્સ સાથેનો એક બજેટ સ્માર્ટફોન છે. નવો સ્માર્ટફોન Infinix Hot 11ના સક્સેસર તરીકે આવ્યો છે. સ્માર્ટફોનમાં f/2.0 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે.
Infinix Hot 11 2022: સ્માર્ટફોન નિર્માતા કંપની Infinix એ આજે શુક્રવારે ભારતીય માર્કેટમાં Infinix Hot 11 2022 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ચીનના Transsion Groupની કંપનીનો લેટેસ્ટ ફીચર્સ સાથેનો એક બજેટ સ્માર્ટફોન છે. નવો સ્માર્ટફોન Infinix Hot 11ના સક્સેસર તરીકે આવ્યો છે. આ સ્માર્ટફોનમાં તમને હોલ-પંચ ડિસ્પ્લે ડિઝાઇન અને ડ્યુઅલ રિયર કેમેરા જોવા મળશે. ઓક્ટા કોર Unisoc પર ચાલતો Hot 11 2022 યુઝર્સને 64GB સ્ટોરેજ ઓફર કરે છે.
Infinix Hot 11 2022 Price and Availability
કિંમતની વાત કરીએ તો Infinix Hot 11 2022ના 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. કલર ઓપ્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોન Aurora Green, Polar Black અને Sunset Gold કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર 22 એપ્રિલથી ઉપલબ્ધ થશે.
નોંધનીય બાબત એ છે કે આ શરૂઆતી કિંમત છે અને તે આવનારા દિવસોમાં બદલાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે Infinix Hot 11ના 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટને 8,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Infinix Hot 11 2022 Specifications
ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Infinix Hot 11 2022માં 6.7 ઇંચની ફુલ HD+ IPS ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ, 20:9 આસ્પેક્ટ રેશિયો અને 89.53 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ સ્માર્ટફોન Android 11 પર બેસ્ડ XOS 7.6 પર કામ કરે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ઓક્ટા કોર Unisoc T610 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. તો આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.
કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં f/2.0 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં f/2.0 અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનની લંબાઈ 166.75 mm, પહોળાઈ 76.6, જાડાઈ 9.05 mm અને વજન 199.6 ગ્રામ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર