Home /News /tech /

ભારતના ટોપ સાઈબર અધિકારીનો દાવો - અમે કરી લીધી બધી તૈયારી, બંધ નહી થાય ઈન્ટરનેટ

ભારતના ટોપ સાઈબર અધિકારીનો દાવો - અમે કરી લીધી બધી તૈયારી, બંધ નહી થાય ઈન્ટરનેટ

ઈન્ટરનેટ કનેક્શનમાં પ્રોબલમ આવે, તો આટલું કરો, ફરીથી ઈન્ટરનેટ કનેક્શન આવી જશે.

ઈન્ટરનેટ કનેક્શનમાં પ્રોબલમ આવે, તો આટલું કરો, ફરીથી ઈન્ટરનેટ કનેક્શન આવી જશે.

    અગામી 48 કલાક સુધી ઈન્ટરનેટ સર્વિસ બંધ રહેવાના સમાચારને લઈ દુનિયાભરમાં હલચલ મચી ગઈ છે. જોકે, ભારતમાં ઈન્ટરનેટ સાથે જોડાયેલા અધિકારીઓએ ઈન્ટરનેટ બંધ થવાના સમાચારને ફગાવી દીધા છે. નેશનલ સાઈબર સિક્યોરિટીના કો-ઓર્ડિનેટર ગુલશન રાય અનુસાર, દુનિયાભરમાં ઈન્ટરનેટ શટરડાઉન થયા બાદ પણ ભારતમાં સરળતાથી કામ થતા રહેશે. આના માટે પહેલાથી જ તૈયારી કરી લેવામાં આવી છે. જેથી ભારતના લોકોએ પરેશાન થવાની જરૂર નથી.

    નેશનલ સાઈબર સિક્યોરિટી કો-ઓર્ડિનેટર ગુલશન રાયના હવાલાથી એનડીટીવીએ જણાવ્યું કે, દુનિયાભરના ઈન્ટરનેટ યૂઝર્સોને અગામી 48 કલાક દરમ્યાન નેટવર્ક કનેક્શન ફેલ્યોરનો સામનો કરવો પડી શકે છે. પરંતુ, અમે આના માટે પૂરી તૈયારી કરી લીધી છે. ઈન્ટરનેટ બંધ થવાથી ભારતમાં કોઈ પરેશાની નહી થાય.

    ઉલ્લેખનીય છે કે, રશીયા ટૂડેના રિપોર્ટ્સ અનુસાર, ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઈન્ડ એન્ડ નંબર્સ આ સમયગાળા દરમ્યાન મેન્ટેનન્સનું કામ કરશે. ICANN ક્રિપ્ટોગ્રાફિકની (key)ને બદલશે, જે ઈન્ટરનેટની એડ્રેસ બુક અથવા ડોમેન નેમ સિસ્ટમ (DNS)ને પ્રોટેક્ટ કરશે. આ મેન્ટેનન્સના કારણે પૂરી દુનિયાના માત્ર 1 ટકા લોકો એટલે કે લગભગ 36 મિલિયન (લગભગ 36 કરોડ) લોકો પ્રભાવીત થશે.

    કમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષિત, સ્થિર અને સ્મૂથ ડોમેન નેમ સિસ્ટમ માટે દુનિયાભરના ઈન્ટરનેટને બંધ કરવું જરૂરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક યૂઝર્સને અથવા જિન ઈન્ટરનેટ યૂઝર્સના સર્વિસ પ્રોવાઈડર આ પરિસ્થિતિ માટે તૈયાર નથી. તેમને ઈન્ટરનેટ બંધ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે, આ સ્થિતિમાંથી ઉપયુક્ત સિક્યોરિટી એક્સટેન્શન બનાવીને બચી શકાય છે.

    ઈન્ટરનેટ કનેક્શનમાં પ્રોબલમ આવે, તો આવું કરો
    જો તમારા લેપટોપ કે કમ્પ્યુટર પર વેબસાઈટ અને વેબ પેજ ના ખુલે તો, તો તમે તમારા ઘરમાં લગાવવામાં આવેલા રાઉટરને રિસ્ટાર્ટ કરી શકો છો. રાઉટર ફરીથી ચાલુ કરવાથી એ સુનિશ્ચિત થશે કે તેની પહોંચ પોતાના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા અપડેટ કરવામાં આવેલા DNS ડેટા સુધી છે. જો આટલું કર્યા બાદ પણ વેબસાઈટ અને વેબ પેજ ના ખુલે તો, તેનું કારણ એ હોઈ શકે છે કે, તમારી ઈન્ટરનેટ કંપની હજુ પણ જુના DNSનો ઉપયોગ કરી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Claims, Cyber security co coordinator, Indias, Internet shutdown, Reports

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन