Home /News /tech /

ભારતીયોએ 2020માં એક દિવસમાં 19 હજાર વખત એલેકસાને 'આઈ લવ યુ' કહ્યું

ભારતીયોએ 2020માં એક દિવસમાં 19 હજાર વખત એલેકસાને 'આઈ લવ યુ' કહ્યું

ભારતીયોએ 2020માં એક દિવસમાં 19 હજાર વખત એલેકસાને 'આઈ લવ યુ' કહ્યું

બિન-મેટ્રો શહેરોમાં વધુ ગ્રાહકો ઘરે ઇકો ડિવાઇસ લાવ્યા છે, જે ભારતના એલેકસા યુઝર્સમાં 50 ટકાથી વધુનો હિસ્સો છે

  એમેઝોન એલેક્ઝાએ સોમવારે ભારતમાં 3 વર્ષ, જેની સાથે જ વર્ષ 2020માં વર્ચુઅલ આસિસ્ટન્ટ સાથે ગ્રાહકોની વાતચીતમાં 67 ટકા વધારો થયો છે. કંપનીએ જણાવ્યા મુજબ, ગ્રાહકોએ એલેકસાને દિવસમાં 19 હજાર વખત "આઈ લવ યુ" કહ્યું છે, જે વર્ષ 2019ની સરખામણીએ 1200 ટકા વધ્યું છે.

  બિન-મેટ્રો શહેરોમાં વધુ ગ્રાહકો ઘરે ઇકો ડિવાઇસ લાવ્યા છે, જે ભારતના એલેકસા યુઝર્સમાં 50 ટકાથી વધુનો હિસ્સો છે. એમેઝોન ઈન્ડિયાના એલેકસા કન્ટ્રી લીડર પુનીશ કુમારે જણાવ્યું હતું કે, એલેકસાને લોકોએ તેમના દૈનિકમાં જીવનમાં જે રીતે અપનાવ્યું છે, તે જોઈને ખૂબ લાગણી થાય છે. તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું, "અમારા માટે તે હંમેશાં પહેલો દિવસ છે ,કેમ કે અમે અમારા ગ્રાહકો પાસેથી શીખીને એલેકસામાં નવી સુવિધાઓ ઉમેરવાનું ચાલુ રાખ્યું છે, જે સ્થાનિક રીતે વપરાશકર્તાઓને મહત્વનું હોય તેવા વિષયો પર એલેકસામાં સુધારા થશે."

  આ પણ વાંચો - IND vs END: ઇશાંત શર્માએ ઝડપી 300 વિકેટ, કારકિર્દીની 10 ખાસ વાતો અને આગામી શું છે ટાર્ગેટ

  2020માં 85 ટકાથી વધુ પિન કોડના ગ્રાહકોએ ઇકો સ્માર્ટ સ્પીકર્સ ખરીદ્યા છે. એલેક્ઝાની ત્રીજી વર્ષગાંઠ પર એમેઝોને જણાવ્યું હતું કે જે લોકો તેમના ઘરોમાં વોઇસ સર્વિસનું સ્વાગત કરવા ઇચ્છતા ગ્રાહકોને માટે તેઓ ડિજિટલ આસિસ્ટન્ટને વધુ સસ્તું બનાવશે.

  કંપનીએ જાહેરાત કરી કે, "Amazon.in પર 15મી ફેબ્રુઆરીએ મધ્યરાત્રિથી શરૂ કરીને 24 કલાક માટે વેચાણકર્તાઓ પાસે ઇકો ડિવાઇસીસ, આકર્ષક સ્માર્ટ હોમ બંડલ્સ અને અન્ય પ્રોડક્ટ્સ પર બ્લોકબસ્ટર ઓફર્સ મળશે. ગ્રાહકો સ્માર્ટ-હોમ એસેસરીઝમાંથી પણ ખરીદી કરી શકશે."

  ભારતમાં અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ્સ હવે એલેકસા બિલ્ટ-ઇન ફોન્સ આપે છે. હાલમાં, રેડમી નોટ 9 પ્રો અને વનપ્લસ નોર્ડ સહિત છ સ્માર્ટફોન બિલ્ટ-ઇન એલેકસા ઓફર કરે છે. 2020માં એલેકસાએ એમેઝોન શોપિંગ એપ્લિકેશન (ફક્ત એન્ડ્રોઇડ) પર ડેબ્યૂ કર્યું અને ઉત્પાદનો, શ્રેષ્ઠ ઓફર્સ અને સંગીત શોધ માટે દરરોજ 5.8 લાખ રીકવેસ્ટ્સનો જવાબ આપ્યો.

  ગયા વર્ષે, ભારતમાં ગ્રાહકોએ એલેકસાને દરરોજ 8.6 લાખ વખત સ્માર્ટ હોમ ગેજેટને નિયંત્રિત કરવા કહ્યું અને તેમના સ્માર્ટ હોમ ગેજેટ્સને નિયંત્રિત કરવા માટે તેમણે વોઇસ કમાન્ડ પસંદ કર્યો.

  માર્કેટ રિસર્ચ ફર્મ techARC અનુસાર, એમેઝોન ઇકો ડિવાઇસની આગેવાની હેઠળ સ્માર્ટ હોમ સ્પીકર્સની શિપમેન્ટ 2020ના અંત સુધીમાં ભારતમાં 7.5 લાખ યુનિટને વટાવે તેવી ધારણા હતી, જે સર્વાધિક છે. બજાર મુખ્યત્વે એમેઝોન ઇકો સ્માર્ટ સ્પીકર્સ દ્વારા સંચાલિત છે, જેમાં જાન્યુઆરી-સપ્ટેમ્બરના ગાળામાં 95.9 ટકાનો જંગી શેર હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Alexa, Amazon india, અમેઝોન, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन