Home /News /tech /દેશી ‘Koo’ એપ્લિકેશન ઉપર ભારતીયોએ હેત વરસાવ્યું, એક વર્ષમાં 55 લાખ યૂઝર વધ્યા

દેશી ‘Koo’ એપ્લિકેશન ઉપર ભારતીયોએ હેત વરસાવ્યું, એક વર્ષમાં 55 લાખ યૂઝર વધ્યા

Koo એપ્લિકેશનનો સૌથી વધુ હિન્દીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કન્નડ ત્રીજા નંબરે ઉપયોગ કરવામાં આવતી ભાષા

Koo એપ્લિકેશનનો સૌથી વધુ હિન્દીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કન્નડ ત્રીજા નંબરે ઉપયોગ કરવામાં આવતી ભાષા

    SOUMYA KALASA

    NIIT સુરથકલના પૂર્વ સ્ટુડન્ટ અને બેંગલુરુના રહેવાસી અપ્રમેય રાધાક્રિષ્ના (Aprameya Radhakrishna)એ 2015માં $200 મિલિયનમાં Ola વેચી નાખી હતી. તે પહેલા તેઓ સફળતાથી ટેક્સી ચલાવવાનો વ્યવસાય કરતા હતા. ત્યારબાદ તેમણે બ્રેક લીધો હતો. જે દરમિયાન તેમને આરામ કરવાનો અને વિચારવાનો સમય મળ્યો. તેમણે તેમના ટેક્સી ફોર શ્યોર (Taxi For Sure)ના દિવસો યાદ કર્યા કે, જ્યાં સ્માર્ટફોન (Smartphone) ધરાવતા ડ્રાઈવરો તેમની માતૃભાષામાં ઉપલબ્ધ સોશિયલ મીડિયા (Social Media)ને વધુ સમય આપતા હતા. તેમણે આ વિષય પર વિચાર કર્યો અને મયંક બિડવાત્કા (Mayank Bidawatka) સાથે હાથ મિલાવ્યો. મયંકને તેઓ રેડ બસ (Red Bus)ના કારણે ઓળખતા હતા. આ પ્રયાસમાં ન્યૂ જીન માઈક્રોબ્લોગિંગને આગળ ધપાવી ભારતીયોને અનુકૂળ સાઇટ બનાવવાનો હતો. જેથી ત્યારબાદ માર્ચ 2020માં ‘કૂ’ (Koo)ની સ્થાપના થઈ.

    ‘અપ્પુ’ તરીકે ઓળખાતા મયંકે અપ્રેમયને જણાવ્યું કે, પહેલા માત્ર કન્નડમાં શરૂ કરવાનો વિચાર કર્યો હતો. શરૂઆત વોકલ સાથે પ્રાદેશિક ભાષા Q & A પ્લેટફોર્મ પર શરૂઆત કરવામાં આવી. પ્લેટફોર્મ પર લોકોએ કમેન્ટ કરીને જણાવ્યું કે જો પ્રાદેશિક ભાષામાં વાતને રજૂ કરવામાં આવે તો વધારે સારુ રહેશે. આ પ્રકારના ઓબ્ઝર્વેશનની મદદથી ‘કૂ’ને યોગ્ય બનાવવા માટે મદદ મળી, કે જેમાં ઉપયોગકર્તાઓને વિશાળ ભાષાનો અનુભવ મળી રહે તે રીતે ડિઝાઈન કરવામાં આવી.

    આ પણ વાંચો, What an Idea! કોરોના દર્દીઓને ઓક્સિજન આપવા નવો અભિગમ, આ જિલ્લામાં ઓક્સિજન પાર્લરની શરૂઆત

    ‘કૂ’ને લોન્ચ કરવા માટે કોવિડ-19ના લોકડાઉનનો સમય 2020ને અનુકૂળ ગણવામાં આવ્યો હતો. લોકડાઉનના સમયમાં ઉપકર્તાઓને આ એપ્લિકેશન વધારે મદદરૂપ થશે તેવો વિચાર હતો. ઘરમાં આઈસોલેટેડ અને ક્વોરન્ટાઈન થયેલ યૂઝરે ‘કૂ’નો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. ઉપયોગકર્તાઓને સોશિયલ મીડિયાનો અનુભવ કરવા માટે પ્રાદેશિક ભાષાની મંજૂરી પણ આપવામા આવી.
    મયંકે જણાવ્યું કે, “ ‘કૂ’ અલગ અલગ ભાષાઓ ઉપલબ્ધ કરાવવા માટે કાર્ય કરી રહી છે. વર્ષના અંત સુધીમાં 25 ભાષાઓનો લક્ષ્યાંક છે.” પરંતુ તેમને લાગે છે કે તેમણે કરેલ પ્લાન કરતા પહેલા તેમનો ટાર્ગેટ પૂર્ણ થઈ જશે.

    આ એપ્લિકેશનનો સૌથી વધુ હિન્દીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કન્નડ ત્રીજા નંબરે ઉપયોગ કરવામાં આવતી ભાષા છે. લોકો પોતાના વિચારો અને ભાવનાઓને એપ્લિકેશન પર વ્યક્ત કરી રહ્યા છે.

    આ પણ વાંચો, WhatsAppને જોરદાર ટક્કર! પેમેન્ટથી લઈને મીની પ્રોફાઇલ સુધી Telegramમાં આવ્યા 4 દમદાર ફીચર્સ

    અપ્રમેયે ઓબ્ઝર્વ કર્યું કે, જે યૂઝર ફૂનો ઉપયોગ કરવાની શરૂઆત કરે છે તે એક ચોક્કસ ટોન સેટ કરે છે. સામાન્ય રીતે તેઓ પોતાની ભાષામાં શબ્દોનો ઉપયોગ કરીને કલ્ચરલ સેલિબ્રેશનનો એક ભાગ બની ગયા છે. દરેક ભાષામાં રિપોર્ટ ચેક કરવા માટે વધુમાં વધુ એક કે બે કર્મચારી છે, પરંતુ તેમની પાસે પણ એપ્લિકેશનને લઈ વધારે ઈશ્યુ આવતા નથી.

    કંપનીમાં 70 કર્મચારી કામ કરે છે, કંપનીમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે. મોટાભાગના સેલેબ્સ અને રાજનેતાઓ અધિક પ્રમાણમાં લોકો સુધી પહોંચવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
    First published:

    Tags: Aatma Nirbhar Bharat, Made in india, Twitter, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો