ભારતીયો એપ વપરાશમાં મોખરે, પ્રતિબંધ છતાં PUBG Mobile દેશમાં સૌથી વધુ રમાનારી ગેમ

ભારતીયો એપ વપરાશમાં મોખરે

Indians app usage report: ગેમિંગ એપ (Gaming app) લોકોમાં લોકપ્રિય છે. જ્યારે ફીનટેક (fintech) અને ક્રિપ્ટો (crypto) એપ્સના વપરાશમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે.

  • Share this:
મુંબઈ: આજના ઈન્ટરનેટ યુગમાં લોકો મોબાઈલ પર વધુ સમય વિતાવે છે. ખાસ કરીને ભારતીયો પોતાનો વધુમાં વધુ સમય મોબાઈલ એપ પર વિતાવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે હાલ દેશમાં મોબાઈલ એપ્સ (mobile apps) પર લોકો દ્વારા જે સમય વિતાવવામાં આવી રહ્યો છે તે અભૂતપૂર્વ છે. ગેમિંગ એપ (Gaming app) લોકોમાં લોકપ્રિય છે. જ્યારે ફીનટેક (fintech) અને ક્રિપ્ટો (crypto) એપ્સના વપરાશમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે.

ભારતમાં એપ ડાઉનલોડ

એમોબાઈલ એનાલિટીક્સ ફર્મ એપ એન્ની (mobile analytics firm App Annie)ના વર્ષ 2021ના બીજા ત્રિમાસિક ગાળામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં લોકો સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં દરરોજ મોબાઈલ પર લગભગ 4.8 કલાક જેટલો સમય વિતાવે છે, આ સમય 2020 કરતા લગભગ 4 કલાક વધારે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષની સરખામણીએ આ ત્રિમાસિક ગાળામાં એપ ડાઉનલોડ 28 ટકા સુધી વધીને 24 બિલિયન સુધી પહોંચી છે.

રિપોર્ટ અનુસાર ભારતીય માર્કેટ વૈશ્વિક સ્તરે મોબાઈલ ગેમિંગ માટેનું સૌથી મોટું બજાર છે. દર 5 માંથી 1 ડાઉનલોડ ભારતમાં કરવામાં આવે છે. એટલે કે લગભગ 24 બિલિયનમાંથી 4.8 બિલિયન મોબાઈલ ગેમિંગ એપ ભારતમાં ડાઉનલોડ કરવામાં આવે છે.

ચાઇનીઝ એપ મોખરે

ફેન્ટસી સ્પોર્ટસ એપ અને રિયલ મની ગેમ્બલિંગમાં લોકો હવે વધુ રસ દાખવતા થયા છે. ડાઉનલોડ અને એવરેજ માસિક એક્ટિવ યૂઝરને આધારે વર્ષ 2021ના પ્રથમ છ માસિક ગાળામાં લુડો કિંગ સૌથી વધુ ડાઉનલોડ થનારી ગેમિંગ એપ છે. વધુ ડાઉનલોડ કરવામાં આવેલી ગેમ્સમાં ચાઈનીઝ ગેમ આગેવાની કરે છે, જ્યારે સ્વદેશી એપ્સનો ફાળો 7.6 ટકા જ છે.

પબજી સૌથી વધારે રમાતી ગેમ

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ લાદવા છતાં પબજી મોબાઈલ (PUBG Mobile) સૌથી વધુ રમાનારી ગેમ છે. ગેરેના ફ્રી ફાયર (Garena Free Fire) જે પબજીને ટક્કર આપનારી ગેમ છે. તેના પર ગ્રાહકો દ્વારા સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ક્રાફ્ટન ઈન્ક. (Krafton Inc.) પોપ્યુલર બેટલ રોયલ ગેમ (battle royale game) ગ્રાહકો દ્વારા ખર્ચ બાબતે બીજા ક્રમે છે. જો કે રિપોર્ટમાં ગેમમાં ખર્ચ કરવામાં આવેલ રકમના આંકડા આપવામાં આવ્યા નથી.

પબજી મોબાઈલના ડેવલપર ક્રાફ્ટન દ્વારા જુલાઈમાં ગેમનું ભારત માટેનું વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (Battlegrounds Mobile India) લોન્ચ કરવામાં વ્યું છે. ફિનટેક એપ જેમાં ભારતીય સરકરની માલિકીની UPI એપના વપરાશ અને ડાઉનલેડમાં પણ વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ હાલમાં ભારતીય યૂઝર્સ દ્વારા 5.4 ગણો વધુ સમય ફિનટેક એપ પર વિતાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનું સૌથી સસ્તું લેપટોપ લૉંચ, કિંમત ફક્ત 18,000 રૂપિયા

ઇ-કૉમર્સ સાઇટ પર શૉપિંગમાં વધારો

આ ત્રિમાસિક ગાળામાં ઈ કોમર્સ સાઈટ પર શોપિંગનું પ્રમાણ પણ વધ્યું છે. તહેવારોને કારણે ઈ કોમર્સ વેબસાઈટ પર વધુ ધસારો જોવા મળ્યો. WazirX, Coinswitch Kuber અને Upstox Pro જેવા ક્રિપ્ટો પ્લેટફોર્મમાં પણ સારો વધારો જોવા મળ્યો છે. આ એપનો વપરાશ અત્યારસુધીનો સૌથી વધુ જોવા મળ્યો છે. જો કે આ એપનો યૂઝર બેસ ગ્રોથ રિપોર્ટમાં દર્શાવાયો નથી.

આ પણ વાંચો: 15 દિવસ સુધી પ્રીમિયમ સ્માર્ટફોન વાપરો, પસંદ ન પડે તો પૂરા પૈસા પરત! જાણો ઑફર વિશે

સપ્ટેમ્બરમાં Coinswitch પણ યૂનિકોર્ન ક્લબમાં સામેલ થયું છે. Coinswitch દેશમાં 1 બિલિયનની વેન્યુએશન મેળવનાર બીજી એપ બની છે. આ એપના 15 મિલિયન યૂઝર્સ છે.
Published by:Vinod Zankhaliya
First published: