Home /News /tech /

કેમ ભારતીયોને આભારી છે દિગ્ગજ ટેક જાયન્ટ ગૂગલ, આ છે જવાબ

કેમ ભારતીયોને આભારી છે દિગ્ગજ ટેક જાયન્ટ ગૂગલ, આ છે જવાબ

પ્રતીકાત્મક તસવીર

ભારતના અમન પાંડે, જે બગ્સમિરોરના સીઈઓ અને સ્થાપક છે, તેમને 2021માં 232 ખામીઓ રજૂ કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો.

    અવારનવાર ભારતીય ટેક્નિકલ એક્સપર્ટ્સ (Technical Experts) અનેક મોટી કંપનીઓની તકનીકી ખામીઓ (Bugs) શોધી મદદ કરે છે. આ કંપનીઓમાં ગૂગલ (Google) પણ સામેલ છે. પરંતુ આ વખતે અમે વાત કરી રહ્યા છીએ વિશ્વની સૌથી લોકપ્રિય મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ (Mobile OS Android) વિશે.

    ગૂગલ દર વર્ષે વલ્નરેબિલિટી રીવોર્ડ પ્રોગ્રામ (vulnerability rewards program)ની જાહેરાત કરે છે. આ વર્ષે પણ તેણે પુરસ્કાર (Reward) માટે $7,00,000ની ભારે રકમનો ખર્ચ કર્યો છે. આમાંથી, ભારતના અમન પાંડે, જે બગ્સમિરોરના સીઈઓ અને સ્થાપક છે, તેમને 2021માં 232 ખામીઓ રજૂ કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો - Offer! 1000 રૂપિયા સસ્તો મળી રહ્યો 6000 mAh બેટરીવાળો Realme બજેટ સ્માર્ટફોન, ટ્રિપલ કેમેરા

    આવી ખામીઓને શોધવાના તેમના પ્રયત્નો અને ક્ષમતા માટે ઇન્દોર સ્થિત પાંડે ટોપ-પેઇડ સંશોધક બન્યા, જેમણે એન્ડ્રોઇડને સુરક્ષિત રાખવામાં મદદ કરી છે. સારાહ જેકોબસ, નબળાઈ રિવોર્ડ્સ ટીમે અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે, “2019માં તેમનો પ્રથમ અહેવાલ સબમિટ કર્યા પછી અમન પાંડેએ Android VRP પર 280થી વધુ માન્ય ખામીઓની જાણ કરી છે અને અમારા પ્રોગ્રામને આટલી સફળ બનાવવા માટે તે નિર્ણાયક ભાગ છે."

    પાંડેએ આ કાર્યક્રમનો ભાગ બન્યા પછી તેમના પ્રયત્નો માટે એક મોટું ઇનામ મેળવ્યું હોવાની સંભાવના છે. પાંડે તે ભારતીય ટેકીઝમાંના એક છે કે જેમને એપલ, ગૂગલ અને ફેસબુક જેવા તકનીકી દિગ્ગજો દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો - Garena Free Fire ભારતમાં થઇ Ban: જાણો તેના અન્ય વિકલ્પો અને તમામ માહિતી

    બગ બાઉન્ટી વિશ્વના ઘણા ભાગોમાં એક સિરિયસ બિઝનેસ છે. તેમ છતા ભારતીય કંપનીઓ આવા વિકલ્પો માટે અમુક વિચિત્ર નીતિઓ ધરાવે છે. ઘણા કિસ્સાઓમાં સન્માન આપવાની જગ્યાએ એથિકલ હેકર સામે કંપની કેસ પણ દાખલ કરે છે.

    ગૂગલ વર્ષોથી રોબસ્ટ બગ બાઉન્ટી પ્રોગ્રામ રજૂ કરે છે અને લેટેસ્ટ રિપોર્ટ એ એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમની સુરક્ષાને બહેતર બનાવવા માટે પડદા પાછળ કરવામાં આવી રહેલા કામનો પુરાવો છે. પાંડે જેવા નાના રીસર્ચર કે જેઓ એન્જીનિયરીંગ કરી નાની કંપની કે સાહસ ચલાવે છે, તેઓ વૈશ્વિક કંપનીઓને મોટી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે અને ભારતને આવી કામગીરી માટે મુખ્ય હબ બનાવવાનો પ્રયત્ન કરે છે.

    પરંતુ સપોર્ટ એન્ડ્રોઇડ સુધી જ સીમિત નથી. ક્રોમ અને ગૂગલ પ્લેને સુરક્ષિત રાખવા માટે ગૂગલ પાસે પણ એટલી જ અસરકારક પ્રક્રિયા છે અને તે માટે તેમાં અનેક સંશોધકો છે, જે વિશ્વભરમાં ખૂબ કામ કરે છે.
    First published:

    Tags: Android, Google News, Technology news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन