Home /News /tech /

Smartphone market: 2021માં ભારતના સ્માર્ટફોન માર્કેટ Realme રહી 'વિનર', આ રહ્યાં કંપનીના બેસ્ટ સ્માર્ટફોન

Smartphone market: 2021માં ભારતના સ્માર્ટફોન માર્કેટ Realme રહી 'વિનર', આ રહ્યાં કંપનીના બેસ્ટ સ્માર્ટફોન

રિયલમી સ્માર્ટફોન

Smartphone market India: ભારતમાં 2021માં 162 મિલિયન સ્માર્ટફોન મોકલવામાં આવ્યા હતા, જે 2020માં નોંધાયેલા 144.7 મિલિયન શિપમેન્ટથી વધુ છે, જે વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

નવી દિલ્હી: ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ (Smartphone market India) ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેનો લાભ લેવા અનેક કંપનીઓ મેદાનમાં છે. આંકડા મુજબ 2021માં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં વર્ષ 2021માં 12 ટકાનો વધારો થયો હતો. ભારતમાં 2021માં 162 મિલિયન સ્માર્ટફોન મોકલવામાં આવ્યા હતા, જે 2020માં નોંધાયેલા 144.7 મિલિયન શિપમેન્ટથી વધુ છે, જે વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સ્માર્ટફોન માર્કેટમાં થયેલા આ વધારા અંગેના આંકડા રિસર્ચ ફર્મ કેનાલિસે (Canalys) આપ્યા છે.

સૌથી વધુ સ્માર્ટફોન વેચનાર કંપની કઈ?

સૌથી વધુ સ્માર્ટફોન વેચનાર લિસ્ટમાં ત્રીજા સ્થાન પર રિઅલમી સ્માર્ટફોન રહ્યો છે. આ એક માત્ર એવી કંપની રહી જેમાં ટોપ ફાઇવની લિસ્ટમાં હકારાત્મક વાર્ષિક વધારો જોવા મળ્યો છે, જ્યારે અન્ય કંપનીઓને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

કેનાલિસ ડેટા જણાવે છે કે, દેશમાં 2021માં કોવિડ-19 ની બીજી લહેરના કારણે વર્ષની શરૂઆત મુશ્કેલ હોવાના કારણે માર્કેટની શરુઆત પણ કઠીન રહી હતી. છતાં ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં 2021માં 12 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, એક અહેવાલમાં જણાવાયું છે કે, Xiaomi માર્કેટ લીડર રહી. જોકે, Xiaomi ની હોમગ્રોન હરીફ અને BBK ઇલેક્ટ્રોનિક્સ પેટાકંપની Realme વાર્ષિક 25 ટકા જેટલી વૃદ્ધિ કરી અને ચોથા ક્વાર્ટરમાં બજારમાં ત્રીજા સ્થાને પહોંચી હતી.

જો સેમસંગની વાત કરીએ તો, તે 8.5 મિલિયન યુનિટ્સનાં વેચાણ સાથે બીજા નંબર રહ્યું છે. જેની કુલ ભાગીદારી 19% હતી. ચાઇનીઝ કંપની શાઓમીની જેમ સેમસંગએ પણ નકારાત્મક વાર્ષિક વૃદ્ધિ જોઇ છે. ઓપ્પો સ્માર્ટફોનની વાત કરીએ તો, કેનાલિસે જણાવ્યું હતું કે, ઓપ્પોએ વર્ષમાં 13 ટકા હિસ્સો મેળવવા માટે 19 મિલિયન યુનિટ્સ વેચ્યા છે, જે 2020ના આંકડાની સરખામણીમાં ઘટ્યા છે.

વિવો અનો ઓપ્પો ચોથા-પાંચમા નંબર પર

કેનાલિસનાં આ અહેવાલમ પ્રમાણે Vivo અને Oppo ચોથા અને પાંચમા નંબર પર રહ્યાં છે, જ્યારે Vivoએ 5.6 મિલિયન યુનિટ્સ મોકલ્યા અને માર્કેટમાં 13 ટકા હિસ્સો કબજે કરવામાં સફળ રહી છે, Oppo એ 4.9 મિલિયન યુનિટ્સ મોકલ્યા અને 11 ટકા હિસ્સો કબજે કર્યો હતો. તેમજ વેડર્સે વર્ષનાં ચોથા ક્વાર્ટરમાં 44.5 મિલિયન ફોનનું વેચાણ કર્યું હતું.

આ સ્માર્ટફોન ટોપ ફોન્સમાં સામેલ

ટેક એક્સ્પર્ટ્સના જણાવ્યા પ્રમાણે, હાલનાં સમયમાં રિયલમીનાં રિયલમી જીટી (Realme GT), રિઅલમી 8 (Realme 8), રિઅલમી જીટી નિયો 2 (Realme GT Neo 2), રિઅલમી 8 પ્રો (Realme 8 Pro), રિયલમી 7 (Realme 7), રિયલમી જીટી માસ્ટર એડિશન (Realme GT Master Edition), રિયલમી એક્સ 50 પ્રો (Realme X50 Pro), રિયલમી 7 5જી(Realme 7 5G), રિયલમી 7 પ્રો (Realme 7 Pro) અને રિયલમી 6 (Realme 6) સહિતના સ્માર્ટફોન ટોપ ફોન્સમાં સામેલ છે.

ભારતનું સ્માર્ટફોન માર્કેટ


આશા સેવવામાં આવી છે કે, વર્ષ 2022 માં પણ ભારતમાં સ્માર્ટફોન માર્કેટનો વિકાસ આમ ચાલતો જ રહેશે. ગ્રાહકોની પણ સ્માર્ટફોનને લઇને જરુરતો અને માંગ વધતી રહેશે. મોબાઇલ નેટવર્કની નવી જનરેશન કહી શકાય તેવા 5 જી પણ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. તેમજ આ સ્માર્ટફોન માર્કેટનાં વિકાસને પણ ગતિ આપશે.

આ પણ વાંચો : Realme 5G smartphones: 5G માર્કેટમાં Realmeએ મચાવી ધૂમ, ભારતમાં 2021માં નોંધાવ્યો 9,500%નો ગ્રોથ

આ બાબતે વિશ્લેષકે જણાવ્યું હતુ કે, “5G માટે સક્ષમ સ્માર્ટફોનની ગળાકાપ હરીફાઈ વચ્ચે કિંમતમાં વધુ ઘટાડો થશે, પરંતુ શિપમેન્ટ H1 2022 માં ઘટકની અછત હળવી થાય તે પહેલાં અટકી જશે.” “એકંદરે, ભારત ભાવિ ટેક્નોલોજી તરફ આગળ વધશે, જેમાં સ્માર્ટફોન ડિજિટલ ઇકોસિસ્ટમના મૂળમાં છે અને ભારતીય નાગરિકોના રોજિંદા જીવનમાં વધુને વધુ આવશ્યક બનશે”
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Realme, Samsung, મોબાઇલ, શ્યાઓમી, સ્માર્ટફોન

આગામી સમાચાર