Indian iPhone factory shutdown: 17 ડિસેમ્બરના રોજ શરૂ થયેલા વિરોધને કારણે પ્લાન્ટ બંધ થયો હતો. જે પછી ફોક્સકોને ફેક્ટરીમાં આ ખામીઓ બદલ માફી માંગી છે. કર્મચારીઓ શા માટે રોષે ભરાયા છે તેના પાંચ મુખ્ય મુદ્દાઓ વિશે જાણીએ.
નવી દિલ્હી: શાઓમી અને એપલની મુખ્ય સપ્લાયર ફોક્સકોન (Foxconn) હાલ ભારતમાં ચેન્નાઇ નજીક તેના પ્લાન્ટમાં મહિલા કામદારોના રોષ (Protest by Women Workers)નો સામનો કરી રહી છે. પ્લાન્ટ કર્મચારીઓએ રહેવાની ગીચ જગ્યા, પાણી વગરના શૌચાલય અને કીડાઓ વાળા અખાદ્ય ભોજન (lapses in the living standards)ને લઇને વિરોધ વ્યક્ત કર્યો છે. 17 ડિસેમ્બરના રોજ શરૂ થયેલા વિરોધને કારણે પ્લાન્ટ બંધ થયો હતો. જે પછી ફોક્સકોને ફેક્ટરીમાં આ ખામીઓ બદલ માફી માંગી છે. કર્મચારીઓ શા માટે રોષે ભરાયા છે તેના પાંચ મુખ્ય મુદ્દાઓ વિશે જાણીએ.
કારણ-1: મહિલાઓએ પ્લાન્ટમાં તેમના રહેવાની સુવિધાઓમાં રહેલી ખામીઓ વિશે ફરીયાદ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, રોઇટર્સના અહેવાલ મુજબ, ફોક્સકોન કામદારોને ગીચ રૂમમાં ફ્લોર પર સૂવું પડે છે, જેમાં 6થી 30 મહિલાઓને રાખવામાં આવે છે. આ ઉપરાંત, આમાંના કેટલાક રૂમમાં શૌચાલયોમાં પાણી ન હતું. આ વિરોધને પગલે અહીંની મુલાકાત લેનારા ખાદ્ય સુરક્ષા નિરીક્ષકોએ રસોડામાં ઉંદરો અને નબળા ડ્રેનેજની કામગીરી હોવાનું જણાવ્યું હતું.
કારણ-2: સ્વચ્છતાના અભાવે કામદારોમાં રોગચાળો ફેલાવો સામાન્ય વાત છે. વર્કર્સે જણાવ્યું કે, હોસ્ટેલમાં રહેતા કામદારો હંમેશા કોઇને કોઇ બીમારીથી પીડાય છે. આ બીમારીઓમાં ત્વચાની એલર્જીથી લઈને છાતીમાં દુખાવો અને ફૂડ પોઈઝનિંગ પણ સામેલ છે. દૂષિત ખોરાકથી ફેક્ટરીમાં 250 થી વધુ મહિલા કામદારોને ફૂડ પોઇઝનિંગ થયું હતું જેના કારણે વિરોધ થયો હતો.
કારણ-3: રોઇટર્સના અહેવાલમાં 15 ડિસેમ્બરે ફોક્સકોનના કામદારોમાં સામૂહિક ફૂડ પોઇઝનિંગની ઘટનાને પ્રકાશિત કરવા માટે તિરુવલ્લુર જિલ્લા વહીવટીતંત્રના અવલોકનો પણ ટાંકવામાં આવ્યા છે. જ્યારે 100થી વધુ લોકોએ તબીબી સારવારની માંગ કરી હતી, પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. કામદારોમાં સામૂહિક ફૂડ પોઇઝનિંગના કારણે એવી અફવા પણ ફેલાઈ હતી કે કેટલીક મહિલાઓ બીમારીને કારણે મૃત્યુ પામી હતી. જોકે, પાછળથી આ અફવા ખોટી સાબિત થઈ હતી.
કારણ-4: 17 ડિસેમ્બરે કરાયેલા વિરોધ પ્રદર્શનમાં વિવિધ ફોક્સકોન હોસ્ટેલની લગભગ 2,000 મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. વિરોધીઓએ ચેન્નાઈના શ્રીપેરુમ્બુદુરમાં ફેક્ટરી પાસે મુખ્ય હાઈવે બ્લોક કરી દીધો હતો. બીજા દિવસે વિરોધમાં નજીકની ઓટો ફેક્ટરીના પુરૂષ કામદારો પણ જોડાયા હતા. જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાતા પુરૂષ કામદારો પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, પોલીસે આ આરોપોને નકાર્યા હતા.
કારણ-5: આ સમગ્ર મામલે હજુ પણ તપાસ ચાલું છે. જેના પરથી સ્પષ્ટ છે કે સુવિધામાં સ્વચ્છતાનો અભાવ હતો અને રહેવાની પરિસ્થિતિઓના ઘણા પાસાઓ સરકારી ભલામણો અથવા કાયદાકીય જરૂરિયાતોને પણ પૂર્ણ કરતા ન હતા. ફોક્સકોને હવે પ્લાન્ટમાં સુવિધાઓ સુધારવા માટે પગલા લઇ રહ્યું છે. ત્યાં સુધી ફેક્ટરી બંધ હોવા છતાં કંપની તેના તમામ કર્મચારીઓને ચૂકવણી કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર