ભારતીયોની આ આદતને કારણે Alexaનું મગજ ચડી જાય છે ચકડોળે

News18 Gujarati
Updated: June 23, 2019, 12:35 PM IST
ભારતીયોની આ આદતને કારણે Alexaનું મગજ ચડી જાય છે ચકડોળે
એલેક્સા માટે ભારતની વિવિધતા એક સમસ્યા બની ગઈ છે, જે લોકોના પ્રશ્નો પૂછવા માટે તેને મુંઝવણમાં મુકે છે. જાણો કેવા પ્રશ્નો છે ભારતીય.

એલેક્સા માટે ભારતની વિવિધતા એક સમસ્યા બની ગઈ છે, જે લોકોના પ્રશ્નો પૂછવા માટે તેને મુંઝવણમાં મુકે છે. જાણો કેવા પ્રશ્નો છે ભારતીય.

  • Share this:
ભારતમાં વર્ચ્યુઅલી આસિસ્ટન્ટનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. ફોનથી લઇને કાર અને ઘરના અનેક કામ વર્ચ્યુઅલ સહાયક દ્વારા આદેશ આપીને કરી શકાય છે. આ કડીમાં એલેક્સા વિશે વાત કરીએ તો તે AIથી સજ્જ એક લોકપ્રિય વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ડિવાઇસ બની ગયું છે. એમેઝોન એલેક્સાના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ સાયન્ટિસ્ટ રોહિત પ્રસાદે એલેક્સા વિશે કેટલીક રસપ્રદ બાબતો જણાવી છે. ટાઇમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં રોહિત પ્રસાદે જણાવ્યું હતું કે એલેક્સા ભારત જેવા દેશ માટે અનેક તકો પ્રદાન કરે છે. ભારત જેવા દેશમાં જ્યાં તમામ લોકો લખેલું જાણી શકતા નથી, જેથી એલેક્સા જેવી ટેકનોલોજી તેમને બોલવાની કામ કરવાની ક્ષમતા આપે છે.

પુછવા પર એલેક્સાનો પ્રાઇમરી ધ્યેય શું છે. રોહિત પ્રસાદે કહ્યું કે તે લોકોને એકબીજાને જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ નવા શહેરમાં જાઓ છો, તો પ્લમ્બર અથવા ઇલેક્ટ્રિશિયનને શોધવાનું મુશ્કેલ છે. આ રીતે એલેક્સા એપ્લિકેશન લોકોને સેવાઓ સાથે જોડવામાં મદદ કરે છે. પરંતુ ભારત જેવા દેશમાં એલેક્સાને લઇને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: 198 રૂપિયાનો છે JIOનો આ પ્લાન, આખો મહિનો મળશે આટલું બધું મફતભારત એક એવો દેશ છે જ્યાં અનેક ભાષાઓ બોલાય છે અને તે એલેક્સા માટે આ એક મોટો પડકાર છે. એલેક્સા 14 ભાષાઓનું સમર્થન કરે છે, પરંતુ હજુ પણ અનેક વખત તેમા સમસ્યાઓ આવે છે. એલેક્સા માટે ભાષાઓથી વધારે ભારતની સંસ્કૃતિ વધુ મુશ્કેલ બને છે, જેમાં લોકોના પ્રશ્નો પૂછવા માટે તેમને ગૂંચવે છે.

રોહિતે વિગતવાર સમજાવ્યું કે ભારતમાં લોકો ‘Hinglish’ નો વધુ ઉપયોગ કરે છે. જેમ કે, જ્યારે લોકો પૂછે છે 'એલેક્સા, આજે વેધર કેવું છે' 'અથવા' એલેક્સા, એડ નમક, મિર્ચ ટુ માઇ શોપિંગ લિસ્ટ, તો એલેક્સાને બે ભાષાઓ પર પ્રક્રિયા કરવી પડશે. આપણા ભારતીયોમાં દરેક નામની આગળ 'જિ' મૂકવાની આદત હોય, જેને મસજવું એલેક્સા માટે ખૂબ મુશ્કેલ છે. કોઇ વર્ગ માટે રમૂજી હોય છે તો કોઇ અન્ય લોકો માટે અપમાનજનક હોઈ શકે છે. ભારતમાં આ એલેક્સા જેવી ટેક્નોલૉજી માટો પડકાર છે, જેના પર કામ ચાલી રહ્યું છે.
First published: June 23, 2019, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading