પાકિસ્તાનની 200 વેબસાઇટ પર મીણબત્તી જલાવી, ભારતીય હેકરે આપી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: February 19, 2019, 11:20 AM IST
પાકિસ્તાનની 200 વેબસાઇટ પર મીણબત્તી જલાવી, ભારતીય હેકરે આપી શ્રદ્ધાંજલિ
પુલવામા આતંકવાદી હુમલાનાં જવાબમાં તેની 200 જેટલી વેબસાઇટ ભારતીય હેકર્સે હેક કરી

પુલવામા આતંકવાદી હુમલાનાં જવાબમાં તેની 200 જેટલી વેબસાઇટ ભારતીય હેકર્સે હેક કરી

  • Share this:
મુંબઇ: પુલવામા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદતથી આખો દેશ રોષમાં છે. દેશમાં ઠેર ઠેર મીણબત્તી જલાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહે છે. આ જ ક્રમને ભારતીય હેકર કહેવડાનારી 'ટીમ આઇ-ક્રુ'એ ભારતની 200 વેબસાઇટ હેક કરી શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે. પુલવામા આતંકી હુમલાની ઘટનામાં શહીદ જવાનોને દરેક ચાર રસ્તા પર મીણબત્તી જલાવીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. લોકો મોર્ચા કાઢી પાકિસ્તાન વિરોધી નારા લગાવી રહ્યાં છે. એવામાં ભારતીય હેકરે પાકિસ્તાની વેબસાઇટને હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પાકિસ્તાનીઓને ચેતાવણી પણ આપી છે કે આ હુમલાને ભારત ક્યારેય નહીં ભૂલી શકે.

અત્યાર સુધીમાં 200 પાકિસ્તાની વેબસાઇટ ખોલવા પર તેનાં પર મીણબત્તી જલતી નજર આવે છએ. સાથે જ ભારતીય વાયુસેનાનાં લડાકુ વિમાન તિરંગા ધુમાડા સાથે ઉડાન ભરતા નજર આવે છએ. હેકર પોતાને ટીમ આઇ-ક્રૂનાં સભ્ય ગણાવે છે. પુલવામા હુમલાનાં જવાબમાં ભારત સરકારે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે, હવે સમય અને જગ્યા અમે નક્કી કરીશું.

હેકરે સાઇટ પર લખ્યુ છે કે, અમે 14/2/2019 ક્યારેય નહીં ભૂલે. અમે માફ કરી દઇએ? અમે ભૂલી જઇએ? ભારત ક્યારેય નથી ભૂલી શકતું! સાઇબર નાં જાણકારો ટીમ આઇ-ક્રુને હેકિંગ ન કહીં ડિફેન્સ્ડ કહે છે.
First published: February 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...