Home /News /tech /

Mobile App Ban: 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ! ભારતીય યુઝર્સનો ડેટા ચોરી ચીન મોકલાતો

Mobile App Ban: 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ! ભારતીય યુઝર્સનો ડેટા ચોરી ચીન મોકલાતો

મોબાઈલ એપ પર પ્રતિબંધ

Mobile App Ban : એક સદસ્યએ પૂછ્યું હતું કે શું સરકારે દેશની બહાર માહિતી મોકલતી કોઈ એપની ઓળખ કરી છે અને જો આવી કોઈ એપ મળી આવે તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે કેમ. રોડમલ નાગરના આ પ્રશ્નના જવાબમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લેખિતમાં જવાબ આપેલ છે

વધુ જુઓ ...
    Mobile App banned : ભારતમાં છેલ્લા ઘણા સમયથી સરકાર મોબાઈલ એપ (Mobile App ban) સંબંધિત નિર્ણયો લઇ રહી છે. જેમાં ખાસ તો જે એપથી ભારત અને તેના લોકોને નુકશાન થઇ રહ્યું છે તેવી એપ પ્રતિબંધિત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશો દ્વારા વિકસિત આવી 348 મોબાઈલ એપ્સની(Mobile App) ઓળખ કરવામાં આવી છે અને તેને પ્રતિબંધિત કરવામાં આવી છે જે યુઝરની માહિતી એકઠી કરી રહી હતી અને તેને અનધિકૃત રીતે દેશની બહાર સ્થિત સર્વર્સ પર મોકલી રહી હતી.

    આ માહિતી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં રોડમલ નાગરના એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. સદસ્યએ પૂછ્યું હતું કે શું સરકારે દેશની બહાર માહિતી મોકલતી કોઈ એપની(Mobile App) ઓળખ કરી છે અને જો આવી કોઈ એપ મળી આવે તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે કેમ.

    તેના જવાબમાં મંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવી 348 એપ્સની ઓળખ કરી છે અને મંત્રાલયની વિનંતી પર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ તમામ એપ્લિકેશન્સને(Mobile App) બ્લોક કરી દીધી છે કારણ કે આ પ્રકારના ડેટા ટ્રાન્સમિશન એ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા છે. રાજ્યના સંરક્ષણ અને સુરક્ષાનું ઉલ્લંઘન કરે છે. ચંદ્રશેખરે કહ્યું કે આ એપ્સ ચીન સહિત વિવિધ દેશો દ્વારા વિકસાવવામાં આવી છે.

    આ પણ વાંચોCWG 2022 : શું તમને ખબર છે કેવી રીતે રમાય છે લોન્સ બોલ્સ, શું છે તેના નિયમ, જાણો બધુ જ

    પ્લે સ્ટોર પર BGMI દૂર

    જણાવી દઈએ કે તાજેતરમાં જ ગેમિંગ દિગ્ગજ ક્રાફ્ટનની લોકપ્રિય બેટલ રોયલ ગેમ, બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI)ને પણ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. ગૂગલે કહ્યું છે કે તેને આ સંબંધમાં સરકાર તરફથી આદેશ મળ્યો છે અને તેથી જ એપનો એક્સેસ બ્લોક કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2020 માં, ડેટા સુરક્ષાને ધ્યાને લઈને ક્રાફ્ટનના પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ્સ (PUBG) પર 117 અન્ય ચાઈનીઝ એપ્સ સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gujarati tech news, Mobile app, Mobile Application

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन