જો તમે ઇન્ટરનેટ (Internet) ફ્રેન્ડલી હોવ તો તમારા ફોન કે કોમ્પ્યુટર- લેપટોપમાં બ્રાઉઝરનો ઉપયોગ કરતા જ હશો. જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હોવ તો ગૂગલ ક્રોમ (Google Chrome)નો ઉપયોગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In)બ્રાઉઝિંગ પ્લેટફોર્મ ગૂગલ ક્રોમના યુઝર્સ માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં અલગ અલગ ખામીઓની સામે આવી છે. UI, વિન્ડોઝ મેનેજર, સ્ક્રીન કેપ્ચર, ફાઇલ API, ઓટો ફિલ અને ડેવલપર ટૂલ્સમાં ખામી આવી છે. જે તમને હેકિંગનો શિકાર બનાવી શકે છે
સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર યુઝર્સે તરત જ ગૂગલ ક્રોમને અપડેટ કરવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો ગૂગલ ક્રોમ થકી હેકિંગ એટેકનું જોખમ રહે છે. હેકર્સ યુઝરની સંવેદનશીલ વ્યક્તિગત માહિતી ચોરી શકે છે અને તમારા પીસીમાં માલવેર પણ ઇન્જેક્ટ કરી શકે છે.
CERT-Inના અહેવાલ મુજબ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વિવિધ પ્રકારની ખામીઓ સામે આવી છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે V8માં ટાઇપ કન્ફ્યુઝનના કારણે ગૂગલ ક્રોમનો ઉપયોગ સલામત નથી. વધુમાં જણાવાયું કે, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ રહેલ બગ આર્ટિબરી કોડ લીક કરી શકે છે. આ સિવાય ફોનમાં હાજર મહત્વની માહિતી પણ હેકર સુધી પહોંચાડી શકે છે. બીજી તરફ ગૂગલે હેકર્સથી સુરક્ષા આપવા માટે 22 જેટલા સુધારા કર્યા હોવાનું પણ જાણવા મળે છે.
ઓનલાઇન જોખમ ટાળવા માટે શું કરવું?
ગૂગલે ક્રોમ યુઝર્સ નવા વર્ઝનને અપડેટ કરવાની સલાહ આપી આપવામાં આવી છે. ગૂગલે તાજેતરમાં વિન્ડોઝ, મેક અને લિનક્સ માટે ક્રોમ સ્ટેબલ ચેનલને 96.0.4664.93 સુધી અપડેટ કરી છે, જે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. લેટેસ્ટ વર્ઝનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરવા માટે આ સ્ટેપ અનુસરો.
- સૌથી પહેલા તમારું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો.
- તમારી બ્રાઉઝિંગ સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં ત્રણ પોઇન્ટ વિકલ્પમાંથી સેટિંગ્સ પર જાઓ.
- ત્યાર પછી સેટિંગ્સમાં 'About Chrome' પર ક્લિક કરો. એકવાર તમે તેના પર ક્લિક કરશો એટલે તમારું Google Chrome બ્રાઉઝર અપડેટ શરૂ થશે.