સ્વદેશી કંપની Karbonnની Smart LED TV segmentમાં એન્ટ્રી, અહીં જાણો કિંમત અને ફીચર્સ

Karbonnની Smart LED TV segmentમાં એન્ટ્રી

Karbonn Smart TV: કંપનીની સ્માર્ટ એલઇડી ટીવી રેન્જમાં KJW39SKHD, KJW32SKHD અને KJWY32SKHD સહિતના 3 મોડેલ્સ છે.

  • Share this:
    મુંબઈ: સ્માર્ટફોન સેક્ટરમાંથી બહાર નીકળ્યા બાદ હવે સ્વદેશી કંપની કાર્બોને (Karbonn) સ્માર્ટ ટીવી (Smart Tv) સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. જેમાં કંપની દ્વારા યોગ્ય કિંમતે સારા ઉત્પાદનો આપવાનો પ્રયાસ થશે. કંપનીએ રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) સાથે ભાગીદારી કરીને ઑફલાઈન બજારમાં પણ પગદંડો જમાવવાની તૈયારી કરી છે. કાર્બોનનો ઉદ્દેશ આગામી 2 વર્ષમાં તેના પોર્ટફોલિયોને 5 મોડેલની વર્તમાન રેન્જથી 15 મોડેલ સુધી વિસ્તૃત કરવાનો છે. કાર્બોન સ્માર્ટ ટીવીની કિંમત સાત હજાર રૂપિયાથી શરૂ થાય છે.

    વિવિધ મૉડલ

    કંપનીની સ્માર્ટ એલઇડી ટીવી રેન્જમાં KJW39SKHD, KJW32SKHD અને KJWY32SKHD સહિતના 3 મોડેલ્સ છે. જ્યારે એલઇડી ટીવી રેન્જમાં KJW24NSHD અને KJW32NSHD મોડેલ્સ છે. KJW32SKHD સ્માર્ટ એલઇડી ટીવી બેઝલ-લેસ ડિઝાઇન અને ઇન-બિલ્ટ એપ્લિકેશન સ્ટોર સાથે આવે છે. સ્માર્ટ એલઇડી ટીવી રેન્જમાં એચડી ડિસ્પ્લે મળે છે. સ્માર્ટ ટીવીને એકથી વધુ ડિવાઇસ સાથે જોડી શકાય છે.

    ટીવીના ફીચર

    સ્માર્ટ એલઇડી ટીવી રેન્જ ફ્લોઇંગ સાઉન્ડ સાથે જોરદાર ઓડિયો, થિયેટર જેવો અનુભવ કરાવી શકે છે. આ ઉપરાંત વાઇડ વ્યૂઇંગ એંગલ વિઝ્યુઅલ અનુભવ માટે સુંદર એચડી ડિસ્પ્લે મળે છે. પ્રી-ઇન્સ્ટોલ મૂવી બોક્સ સાથે પણ ગ્રાહકો મનોરંજન માણી શકે છે.

    કાર્બોનના એમડી પરદીપ જૈને જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાના ઉદય સાથે ન્યૂ ઇન્ફોર્મ્ડ વર્લ્ડના ગ્રાહકો મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો માટે વધુ આદર ધરાવે છે. તેઓ વધુ શિક્ષિત, સારી રીતે માહિતગાર અને મૂલ્યલક્ષી છે. સ્માર્ટ એલઇડી ટીવી અને એલઇડી ટીવીની અમારી નવી સિરીઝના લોન્ચ સાથે અમે વેલ્યુ ફોર મની અને લેટેસ્ટ ઇનોવેશનને ગ્રાહકોની સુધી પહોંચાડવાનો ઇરાદો ધરાવીએ છીએ.

    આ પણ વાંચો: Redmi note 11 Pro અને Pro+ આ તારીખથી માર્કેટમાં થશે ઉપલબ્ધ, જાણો કિંમત અને ફીચર વિશે

    ફીચર ફોન સેગમેન્ટની જાણીતી કંપની

    ઉલ્લેખનીય છે કે, એક સમયે કાર્બોન ફીચર ફોન સેગમેન્ટની ખૂબ જાણીતી બ્રાન્ડ બની ગઈ હતી. પરંતુ ગ્રાહકોની માંગ સાથે અપડેટ થઈ શકી નહોતી. ત્યારબાદ ભારતના સ્માર્ટફોન બજારમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓના વધતાં પ્રભુત્વના પગલે સ્માર્ટફોન માર્કેટમાંથી કાર્બોન બહાર ફેંકાઇ ગઈ હતી.

    આ પણ વાંચો: JioPhone Next price: જિયોફોન નેક્સ્ટની કિંમત જાહેર, જાણો ફીચર અને કેવી રીતે મેળવી શકાશે

    ભારતમાં વિશાળ બજેટ ફ્રેન્ડલી માર્કેટ

    ભારતમાં બજેટ ફ્રેંડલી સ્માર્ટ ટીવી માર્કેટ ખૂબ મોટું છે. ગ્રામીણ અને નાના નગરોના વિસ્તારોમાં તે વધી રહ્યું છે. કાર્બોન અને તેના ભાગીદારોની રિટેલ અને ઓફલાઇન હાજરી આ ટીવીને દેશના આવા બજારોમાં પ્રવેશવામાં મદદ કરી શકે છે. મીડિયા અહેવાલો મુજબ કંપની દાવો કરે કે, 300 મિલિયનથી વધુ ગ્રાહકોએ કાર્બોન ઉત્પાદનોનો અનુભવ કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: