ભારતીય સેનાએ બનાવી WhatsApp અને Telegram જેવી સ્વદેશી App, નામ છે SAI

ભારતીય સેનાએ બનાવી WhatsApp અને Telegram જેવી સ્વદેશી App, નામ છે SAI
ફાઈલ તસવીર

ભારતીય સેનાએ સંદેશા મોકલવા માટે બનાવી ખૂબ જ સુરક્ષિત એપ SAI, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યા વખાણ

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતીય સેના (Indian Army)એ સિક્યોર એપ્લીકેશન ફોર ઇન્ટરનેટ (Secure Application for Internet - SAI) નામની એક સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપ્લીકેશન (Messaging Application) વિકસિત કરી છે. આ એપના માધ્યમથી એન્રોe ઇડ પ્લેટફોર્મ (Android Platform) પર એક સ્થળેથી બીજા સ્થળે સુરક્ષિત રીતે અવાજ, સંદેશ અને વીડિયો કોલિંગ કરી શકાય છે. રક્ષા મંત્રાલય (Ministrt of Defence)એ આ બાબતની જાણકારી આપી છે. તેની સાથે જ, આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આગળ વધતાં ભારતીય સેનાએ એક અગત્યની સિદ્ધિ હાંસલ કરી દીધી છે.

    સિક્યોર એપ્લીકેશન ફોર ઇન્ટરનેટ- SAI મેસેજિંગ એપ્લીકેશન WhatsApp, ટેલીગ્રામ, એમએએમવીએડી અને જીઆઇએમએસની સમાન છે અને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. SAI સ્થાનિક ઇન-હાઉસ સર્વર અને કોડિંગની સાથે સુરક્ષા સુવિધાઓ પર સ્કોર કરે છે જેને જરૂરિયાત મુજબ અપડેટ કરી શકાય છે.



    આ પણ વાંચો, PAK: જ્યારે કાશ્મીર મુદ્દે ચાલી રહેલા ઇન્ટરનેશનલ વેબિનારમાં ગૂંજવા લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા

    આ એપને CERT-in અને સેના સાઇબર સમૂહ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આઇઓએસ પ્લેટફોર્મ પર કામ કરવા માટે તેને તૈયાર કરવામાં આવી રહી છે. સુરક્ષિત સંદેશ મોકલવા માટે ભારતીય સેના SAIનો ઉપયોગ કરશે.

    આ પણ વાંચો, ઓડિશા બાદ બંગાળમાં મળ્યો દુર્લભ પ્રજાતિનો પીળા રંગનો કાચબો, જોઈને બધા હેરાન

    એપની કામ કરવાની ક્ષમતાની સમીક્ષા કર્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્નલ સાઇ શંકર (Col Sai Shankar)ના વખાણ કર્યા, જેઓએ તેને વિકસિત કરી છે. SAI Appને CERT-in પેનલમાં સામેલ ઓડિટર અને આર્મી સાઇબર ગ્રુપે તપાસી છે. એપના બૌદ્ધિક સંપદા અધિકાર (IPR)ની ફાઇલિંગ, NIC પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્ટિંગની પ્રક્રિયા અને iOS વર્જન પર કામ ચાલુ છે. SAIનો ઉપયોગ આર્મી સુરક્ષિત મેસેજિંગ માટે કરશે.
    Published by:Mrunal Bhojak
    First published:October 29, 2020, 14:42 pm

    टॉप स्टोरीज