ICC World Cup 2019 શરૂ થઇ ચુક્યો છે અને કદાચ સૌથી વધુ રાહ ભારતીયોને આજની મેચમાં છે. કારણ કે આજે ભારત અને પાકિસ્તાન 16 મી જૂને આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 ના 22 મા મેચનો સામનો કરશે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવશે. મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે અને 2:30 વાગ્યે ટૉસ થશે. પરંતુ આ દરમિયાન ઓફિસ કે ઘરમાં બેસીને ટીવી જોવાનો સમય નથી. તેથી તમે મેચને મોબાઈલ પર લાઇવ જોવા માંગતા હોય, તો જિયોએ તમને એક ખાસ ઓફર આપી છે. હકીકતમાં, જિયોએ હોટસ્ટાર સાથે ભાગીદારી કરી છે, અને આ ભાગીદારી હેઠળ જિયોના તમામ ગ્રાહકો તેમના ફોન પર ફ્રી માં વર્લ્ડ કપના તમામ મેચ તમારા ફોન પર લાઇવ જોઇ શકશો. જિયોની આ ઓફર સંપૂર્ણપણે મફત છે.
ભારત vs પાકિસ્તાન મેચ મફતમાં જુઓ
જિયો યૂઝર્સ આ હોટસ્ટાર અથવા જિયો ટીવી પર જોઈ શકો છે. આ માટે યૂઝર્સને હોટસ્ટાર પર મુલાકાત લેવી પડશે, ત્યાર બાદ વર્લ્ડ કપ ક્રિકેટનું ઍક્સેસ મળી જશે અને તેઓ લાઇવ મેચ જોઇ શકશે. જો તમે જિયો ટીવીનો ઉપયોગ કરો છો, તો તમને સીધા જ હોટસ્ટાર પર રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ તમે મેચ જોઈ શકો છો.
આ ઉપરાંત, જિયોએ Cricket Play Along રજૂ કર્યો છે. આમા યૂઝર્સો વર્લ્ડ કપ મેચ દરમિયાન કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપીને પોઇન્ટ્સ બનાવી શકે છે. તેનાથી યૂઝર્સને મેચનો શિડ્યૂલ, પરિણામો અને સ્કોર્સ જેવી માહિતી પણ મળે છે. તેમા MyJioApp માંથી ઍક્સેસ કરી શકાય છે.
મેચ માટે આ વિશેષ JIO રીચાર્જ
એટલું જ નહીં રિલાયન્સ જિયોએ રૂ. 251નું નવું જિયો ક્રિકેટ સીઝન સ્પેશિયલ ડેટા પેક પણ લોન્ચ કર્યું છે. આ રિચાર્જ પેક જિયોની હાજર અને નવા સબ્સ્ક્રાઇબર્સ માટે હશે. નવા ખાસ ડેટા પેકમાં યૂઝરસને 51 દિવસમાં કુલ 102 જીબી ડેટા મળશે. એવો દાવો છે કેઆટલો ડેટા વર્લ્ડ કપ જોવા માટે પૂરતો છે. આ જ રીતે જિયો ક્રિકેટ પ્લે ક્રિકેટ મેચનો આનંદ માણી શકો છો. તેનાથી માય જિયો એપ્લિકેશન દ્વારા ઍક્સેસ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર