Home /News /tech /

સરકારે વધુ 50 Chinese Appsને કરી બૅન, Garena Free Fire ઉપર પણ લાગી શકે છે પ્રતિબંધ: રિપોર્ટ

સરકારે વધુ 50 Chinese Appsને કરી બૅન, Garena Free Fire ઉપર પણ લાગી શકે છે પ્રતિબંધ: રિપોર્ટ

રિપોર્ટ મુજબ ભારતે વધુ 50 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

Chinese Apps Banned: સરકારે કથિત રીતે ભારતમાં વધુ 50 સ્માર્ટફોન એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ચીની મૂળની હોઈ શકે છે. આ યાદીમાં પોપ્યુલર ગેમ Garena Free Fire પણ સામેલ હોય તેવી શક્યતા છે.

    Chinese Apps Banned: અહેવાલ છે કે ભારત સરકારે વધુ 50 સ્માર્ટફોન એપ્સ (Chinese apps) પર પ્રતિબંધ મૂક્યો છે જે ચીની મૂળની હોઈ શકે છે. જો કે અત્યાર સુધી પ્રતિબંધિત એપ્સની કોઈ ઓફિશિયલ યાદી બહાર પાડવામાં આવી નથી, પરંતુ ET Nowની એક રિપોર્ટમાં સરકાર સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા વર્ષ 2020માં કુલ 270 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ વર્ષ 2022માં સરકાર દ્વારા બૅન કરવામાં આવેલી એપ્સનો આ પહેલો લૉટ છે.

    કહેવામાં આવી રહ્યું છે કે ગેરેના ફ્રી ફાયર (Garena Free Fire) નામની એક પોપ્યુલર સ્માર્ટફોન ગેમ પહેલાથી જ ગૂગલ પ્લે (Google Play) સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ગાયબ થઈ ગઈ છે અને તેથી એવું લાગે છે કે આ ગેમ ભારતમાં પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં સામેલ થઈ શકે છે. રોયલ બેટલ ગેમ હાલમાં iOS અને Android બંને પ્લેટફોર્મ પર નથી દેખાતી. આ એપ 12 ફેબ્રુઆરીથી બંને પ્લેટફોર્મ પરથી ગાયબ થઈ ગઈ છે.

    આ પણ વાંચો: iQOO 9 સિરીઝ ભારતમાં આ દિવસે થશે લોન્ચ, જાણો Price, Features

    જો કે આપણે હજી પણ ગેમના ડિસ્ટ્રિબ્યુટર ગેરેના ઇન્ટરનેશનલ તરફથી ઓફિશિયલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છીએ. ઉપરાંત હજી સુધી Apple કે ગૂગલે આ ગેમના ગાયબ થવા અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.

    જો કે, ગૂગલ પ્લે સ્ટોર પર ગેમનું મેક્સ વર્ઝન એટલે કે Free Fire Max ઉપલબ્ધ છે, જ્યારે એપ સ્ટોર પર ફ્રી ફાયર અથવા ફ્રી ફાયર મેક્સ બન્નેમાંથી કોઈ ગેમ ઉપલબ્ધ નથી. આ પછી, ગેમિંગ કમ્યુનિટીમાં ઘણી અફવાઓ ઉભી થઈ છે. ફેન્સને લાગે છે કે PUBG મોબાઈલની જેમ આ ગેમ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Jioનો જોરદાર Plan! આખું વર્ષ ફ્રી Netflix, Amazon Prime, 100GB ડેટા સહિત મળશે આ ફાયદા

    બૅન લિસ્ટમાં 320 એપ્સ!

    પ્રતિબંધિત એપ્સની સંપૂર્ણ યાદી વિશે બહુ ઓછી સત્તાવાર માહિતી બહાર આવી છે. જોકે, ET નાઉના અહેવાલ મુજબ પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટાભાગે એ એપ્સના ક્લોનનો સમાવેશ થાય છે જે 2020થી ભારતમાં પહેલાથી જ પ્રતિબંધિત છે. 50 વધુ પ્રતિબંધિત એપ્સ સાથે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત એપ્સની કુલ યાદી લગભગ 320 સુધી પહોંચી શકે છે.

    તમને જણાવી દઈએ કે ભારત સરકારે અગાઉ Tiktok અને PUBG મોબાઈલ સહિત ઘણી લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે PUBG મોબાઈલે કોઈ રીતે ભારતમાં પુનરાગમન કર્યું, ક્રાફ્ટનએ એક નવી ઓફિસની સ્થાપના કરી અને તેના ચીની પાર્ટનર સાથે સંબંધો તોડી નાખ્યા, પરંતુ દેશમાં TikTok પર તો પ્રતિબંધ જ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Chinese Apps, Gujarati tech news, Mobile and Technology

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन