WhatsApp જાસૂસીનો શિકાર કોણ કોણ બન્યું? સરકારે ચાર દિવસમાં જવાબ માંગ્યો

WhatsApp જાસૂસીનો શિકાર કોણ કોણ બન્યું? સરકારે ચાર દિવસમાં જવાબ માંગ્યો
પ્રતિકાત્મક તસવીર

વૉટ્સઍપ (WhatsApp) તરફથી કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલની સ્પાઈવેર 'પેગાસસ'ના માધ્યમથી અમુક અજાણી શાખાઓ વૈશ્વિક સ્તરે જાસૂસી કરી રહી છે.

  • Share this:
    નવી દિલ્હી : વૉટ્સઍપ પર સ્પાઈવેર (spyware on WhatsApp)ના વધી રહેલા વિવાદ વચ્ચે IT (Information and Technology) મંત્રી રવિશંકાર પ્રસાદે 2011 અને 2013માં તત્કાલિન મંત્રી પ્રણવ મુખરજી અને જનરલ વી.કે.સિંહ વિરુદ્ધ જાસૂસી મામલામાં વૉટ્સઍપ (WhatsApp) પાસેથી જવાબ માંગ્યો છે. વૉટ્સઍપને પોતાનો જવાબ ચોથી નવેમ્બર સુધી આપવાનું કહેવામાં આવ્યું છે.

    નોંધનીય છે કે વૉટ્સઍપ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલની સ્પાઈવેર 'પેગાસસ'ના માધ્યમથી અમુક અજાણી શાખાઓ વૈશ્વિક સ્તરે જાસૂસી કરી રહી છે. ભારતીય પત્રકારો અને માનવાધિકાર કાર્યકરો પણ આ જાસૂસીનો શિકાર બન્યા છે. મંત્રાલયે આ અંગે વૉટ્સઍપને એક પત્ર લખીને જવાબ માંગ્યો છે.



    દુનિયાભરમાં 1400 લોકોના ફોન હૅક કરાયા

    વૉટ્સઍપ તરફથી કહેવામાં આવ્યું છે કે તે એનએસઓ સમૂહ વિરુદ્ધ કેસ કરવા જઈ રહી છે. આ ઇઝરાયેલની દેખરેખ રાખતી કંપની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કંપનીએ એક એવી ટેક્નોલોજી વિકસિત કરી છે જેના માધ્યમથી આશરે 1400 લોકોના ફોન હૅક કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો : Wagon R, Ertiga, Santro ક્રેશ ટેસ્ટમાં Fail, આ કાર સૌથી અસુરક્ષિત

    ચાર મહાદ્વીપોના વપરાશકર્તાઓ આ જાસૂસીનો શિકાર બન્યા છે. જેમાં રાજદૂતો, રાજનીતિક વિરોધીઓ, પત્રકારો અને વરિષ્ઠ સરકારી અધિકારી સામેલ છે. જોકે, વૉટ્સઍપ તરફથી એવો ખુલાસો નથી કરવામાં આવ્યો કે કોના કહેવા પર પત્રકારો અને સામાજિક કાર્યકરોના ફોન હૅક થયા હતા. વૉટ્સઍપ તરફથી એવું પણ નથી જણાવવામાં આવ્યું કે ભારતમાં કોણ કોણ જાસૂસીનો શિકાર બન્યું છે.

    આ પણ વાંચો : આજથી બદલાયા જરૂરી નિયમો, ધ્યાન નહીં આપો તો મોટું નુકસાન થશે

    ભારતમાં વૉટ્સઍપના 40 કરોડ ગ્રાહક

    કંપનીએ કહ્યુ હતુ કે મે મહિનામાં સાઇબર હુમલા વિશે માહિતી મળી હતી. જેમાં વીડિયો કોલિંગ સિસ્ટમ મારફતે વપરાશકર્તાને માલવેર મોકલવામાં આવ્યો હતો. વૉટ્સઍપ તરફથી કહેવામાં આવ્યં કે, આશરે 1400 વપરાશકર્તાઓને વૉટ્સઍપ સંદેશ મારફતે તેની જાણકારી આપવામાં આવી છે. કંપનીને લાગી રહ્યું છે કે આ વ્યક્તિઓ આ માલવેરથી પ્રભાવિત થયા છે. વૈશ્વિક સ્તરે વૉટ્સઍપ વાપરનારા લોકોની સંખ્યા આશરે દોઢ અબજ છે. ભારતમાં 40 કરોડ લોકો વૉટ્સઍપનો ઉપયોગ કરે છે.

    આ પણ વાંચો : WhatsApp પર આવી રહ્યું છે નવું ફિચર્સ, અદ્રશ્ય થઇ જશે મેસેજ
    Published by:Vinod Zankhaliya
    First published:November 01, 2019, 09:18 am