નવી દિલ્હી: ભારતમાં ત્રીજા ત્રિમાસિક દરમિયાન 5G સ્માર્ટફોન શિપમેન્ટમાં વીવો (Vivo) સ્માર્ટફોને જીત (Vivo 5G smartphones) નોંધાવી છે. વીવોએ 18 ટકા ભાગીદારી સાથે 5G સ્માર્ટફોન સેગમેન્ટ (5G smartphone segment)નું નેતૃત્વ કર્યું છે. વીવો પછી સેંગસંગ (Samsung smartphones) 16 ટકા સાથે બીજા ક્રમે રહી છે. સોમવારે સામે આવેલા એક રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. સીએમઆરના 'ઇન્ડિયા મોબાઇલ હેન્ડસેટ માર્કેટ રિવ્યૂ રિપોર્ટ ઑફ Q3 2021' પ્રમાણે, ત્રિમાસિક દરમિયાન 20થી વધારે 5G સ્માર્ટફોન લૉંચ કરવામાં આવ્યા છે. 5G હવે કુલ સ્માર્ટફોન શિપમેન્ટમાં 22 ટકા ભાગીદારી ધરાવે છે.
3 બિલિયન ડૉલરની કિંમતના 5G સ્માર્ટફોન વેચાયા
સીએમઆરના વિશ્લેષક શિપ્રા સિંહા (Shipra Sinha)નું કહેવું છે કે, વનપ્લસ, ઓપ્પો, રિયલમી, સેમસંગ અને વીવો જેવી સ્માર્ટફોન બ્રાન્ડ સાથે 5Gને પ્રાથમિકતા આપવાથી 5G સ્માર્ટફોનને ગતિ મળી છે. આ પાંચ બ્રાન્ડ તરફથી ત્રીજા ત્રિમાસિક દરમિયાન 3 બિલિયન ડોલરથી વધારે કિંમતના 5G સ્માર્ટફોન વેચવામાં આવ્યા છે.
સ્માર્ટફોન માર્કેટની વાત કરવામાં આવે તો ભારતમા માંગ અને આપૂર્તિના વિઘ્નો છતાં ત્રીજા ત્રિમાસિક દરમિયાન 47 ટકાનો વધારો નોંધાયો છે. શાઓમી (23 ટકા), સેમસંગ (18 ટકા) અને વીવો (15 ટકા) સાથે સ્માર્ટફોન બજારમાં ટોંચના સ્થાને રહ્યા છે. ચોથા નંબર પર રિયલમી અને પાંચમા નંબર પર ઓપ્પો આવે છે. ફીચરફોનની માંગ ઘટી
ફીચર ફોન સેગમેન્ટની વાત કરીએ તો તેમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્માર્ટફોન તરફ ગ્રાહકોના વલણને પગલે આવું થઈ રહ્યું છે. 2G ફીચર ફોન સેગમેન્ટમાં વાર્ષિક આધારે 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં આઈટેલ 27 ટકા, લાવા 19 ટકા અને સેમસંગ 14 ટકા સાથે ટોંચના સ્થાને છે.
સેમસંગે 7 5G સ્માર્ટફોન સહિત કુલ 10 સ્માર્ટફોન લૉંચ કર્યાં છે. સેમસંગના તમામ સ્માર્ટફોનમાંથી આશરે 20 ટકા ફોન 5G સક્ષમ છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સેમસંગ ગેલેક્સી એમ02, એમ02એસ અને ગેલેક્સી એ12 સ્માર્ટફોન આ શિપમેન્ટનો 34% હિસ્સો ધરાવે છે.
ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજન્સ ગ્રુપ CMRના એનાલિસ્ટ શિપ્રા સિંહાએ જણાવ્યું કે, ગત મહિનાઓથી યૂઝર્સ 5G સ્માર્ટફોનની માંગ કરી રહ્યા છે. આ જ કારણે છે કે 5G સ્માર્ટફોનની માંગ વધી રહી છે. OnePlus, Oppo, Realme, Samsung અને Vivo બ્રાન્ડે સાથે મળીને વર્ષ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં કુલ 3 બિલિયન ડૉલરના 5G સ્માર્ટફોન શિપમેન્ટ કર્યાં છે. જે ગત અનેક વર્ષોથી ખૂબ વધારે છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર