Home /News /tech /

Slow Internet Speedથી પરેશાન છો? રીસેટ કરો આ Network Setting, વધી જશે સ્પીડ

Slow Internet Speedથી પરેશાન છો? રીસેટ કરો આ Network Setting, વધી જશે સ્પીડ

આ ટ્રિક્સથી તમે તમારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો. (Image credit- dazeinfo.com)

How to Boost Internet Speed: જો તમે સ્લો મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડથી પરેશાન હો તો તમારા ફોનની સેટિંગમાં ફેરફાર કરીને તમે સરળતાથી ઇન્ટરનેટ સ્પીડ વધારી શકો છો. એ માટે તમારે અમુક Steps ફોલો કરવાના રહેશે.

    How to boost Internet Speed: સ્લો ઇન્ટરનેટ આજના સમયમાં એક મોટી સમસ્યા છે. જો તમારા ફોનમાં સ્લો Internet  હોય તો ઘણા જરૂરી કામ નથી થઈ શક્તા. જેમ કે, તમારે Instagram ઉપર Reels જોવી હોય, YouTube ઉપર કોઈ વીડિયો જોવા હોય કે પછી Facebook ઉપર એક પોસ્ટ અપલોડ કરવી હોય. સ્લો ઇન્ટરનેટ આ બધાની મજા ખરાબ કરી નાખે છે.

    સોશિયલ મીડિયા પ્રત્યે લોકોના વધતા ઝુકાવના કારણે હાઈ સ્પીડ ઇન્ટરનેટની ડિમાન્ડ વધી છે. તમારે એક WhatsApp Message કે Call માટે પણ યોગ્ય ઇન્ટરનેટની જરૂર પડે છે. એવામાં ઇન્ટરનેટ સ્પીડ ઓછી હોવાના કારણે ઘણા કામ બગડી શકે છે.

    જોકે, અમુક એવી ટ્રિક્સ (Tech Tips & Tricks) છે જેના કારણે તમે તમારા મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ વધારે શકો છો. પરંતુ ધ્યાન રાખો કે આ ટ્રિક્સ ત્યારે જ કામ કરે છે જ્યારે સમસ્યા ડિવાઇસ કે નેટવર્ક સાથે જોડાયેલી હોય.

    આ પણ વાંચો: સરકારે વધુ 50 Chinese Appsને કરી બૅન, Garena Free Fire ઉપર પણ લાગી શકે છે પ્રતિબંધ

    કેટલીક વખત Slow Internetનું કારણ ન તો તમારો મોબાઇલ ફોન હોય છે અને ન તો નેટવર્ક. બલ્કે એ જગ્યા હોય છે જ્યાં તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હો છો. જેમ કે, અમુક જગ્યાએ ઓપરેટરના ટાવરની સંખ્યા ઓછી હોય છે અને ટ્રાફિક વધારે હોય છે. આવી જગ્યાઓ ઉપર આપણે સ્લો Internetનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાઓનું સામાધાન તમને ટ્રિક્સમાં નહીં મળે. પરંતુ અમુક વખતે આ ટ્રિક્સ તમારા મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ સુધારી દે છે.

    રીસેટ કરવી પડશે નેટવર્ક સેટિંગ

    કેટલીક વખત સ્લો ઇન્ટરનેટનું કારણ તમારો ડિવાઇસ હોય છે. કેમ કે, સ્માર્ટફોન એક ઓછી બેન્ડવિથવાળા નેટવર્કને કેચ કરે છે. આ કારણે તમને ધીમું ઇન્ટરનેટ મળે છે. આ પ્રોબ્લેમ 3G અને 4G બંને નેટવર્ક પર હોય છે. તમે હાઈ ઇન્ટરનેટ પર સ્વિચ કરીને ઇન્ટરનેટની સ્પીડ વધારી શકો છો.

    આ પણ વાંચો: હવે YouTube પર સરળતાથી કમાણી કરી શકશે ક્રિએટર્સ, જલ્દી ઉમેરાશે નવા features

    સ્ટેપ 1 – સૌથી પહેલા તમને તમારા સ્માર્ટફોનમાં સેટિંગના ઓપ્શન પર જવાનું રહેશે.

    સ્ટેપ 2 – અહીં તમારે મોબાઇલ નેટવર્કનો ઓપ્શન મળશે, જેના ઉપર ટેપ કરવાનું રહેશે.

    સ્ટેપ 3 – અહીં તમને તમારા નેટવર્ક પ્રોવાઇડર ઉપર જવાનું રહેશે અને પછી Networkના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.

    સ્ટેપ 4 –હવે Select Automatically પર ક્લિક કરવાનું રહેશે  અને તેને ટર્ન ઓફ કરવાનું રહેશે

    સ્ટેપ 5 – આવું કર્યા બાદ તમને મેન્યુઅલી પોતાનું નેટવર્ક પ્રોવાઇડર શોધવાનું રહેશે અને તેના પર ટેપ કરવાનું રહેશે.

    આ બધા સ્ટેપ ફોલો કર્યા બાદ તમારે તમારો ફોન રિસ્ટાર્ટ કરવાનો રહેશે. તમે જોશો કે મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ વધી ગઈ. આ માટે તમારે તમારા ફોન ઉપર 4G કે LTE નેટવર્ક સેટ કરવાનું રહેશે.

    કઈ રીતે 4G કેLTE નેટવર્ક સેટ કરી શક્શો?

    4G કેLTE નેટવર્ક સિલેક્ટ કરવા માટે તમારે સૌથી પહેલા ફોનની સેટિંગમાં જવાનું રહેશે. ત્યાં તમને કનેક્શનનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરવાની રહેશે. હવે તમારી સામે SIM Card Managerનો વિકલ્પ મળશે. ત્યાં તમને Mobile Data કે Mobile Network પર જવાનું રહેશે. હવે તમને LTE/3G/2G (Auto Connect)નો ઓપ્શન મળશે. જે તમારે સિલેક્ટ કરવાનું રહેશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Internet, Mobile and Technology, Tech tips and Tricks

    આગામી સમાચાર