ગ્લોબલ સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ OPPOએ પોતાની A-Seriesનો નવા સ્માર્ટફોન OPPO A12 ભારતમાં લોન્ચ કર્યો છે. તેની સેલ 10 જૂન એટલે કે આજથી શરૂ થશે. આ ફોન સારી ઓફર્સ સાથે તમારા માટે ઉપલબ્ધ છે. તો ચલો જાણીએ OPPO A12ના ખાસ ફિચર્સ વિષે જે આ ફોનને બનાવે છે દમદાર.
આ ફોનમાં 6.22 ઇંટ વાટરડ્રોપ આઇ પ્રોટેક્શન સ્ક્રીન લગાવવામાં આવી છે જે 89 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયો આપે છે. સાથે જ આ ફોનના ડિસ્પ્લેમાં બ્લૂલાઇટ ફિલ્ટર આપવામાં આવ્યું છે જે યુઝર્સની આંખો પર પડતા દબાવને ઓછું કરવાની સાથે આંખોની રોશનની રક્ષા કરે છે. આ ફોનની પહોળાઇ 8.3mm છે અને તેનું વજન ખાલી 165 ગ્રામ છે. જેથી તેનો એક હાથથી ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ ફોનની સૌથી આકર્ષણ વાત છે તેની ડિઝાઇન. આ ફોનને 3D ડાયમંડ બ્લેઝ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ ફોન અદ્ધભૂત કલર કોમ્બિનેશન જેમ કે બ્લેક અને બ્લૂ સાથે ઉપલબ્ધ છે.
બેટરી
આ ફોનમાં 4230mAh જેટલી મોટી બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની મદદથી તમને મનપસંદ વીડિયો સતત 8 કલાક સુધી જોઇ શકશો. અને આ દ્વારા તમે લાંબા સમય સુધી મ્યુઝિક, ગેમ્સ અને પોતાના પ્રિયજન સાથે વાત કરી શકશો. ફોનની RAM અને ROMની વાત કરીએ તો આ ફોન 2 શાનદાર મેમરી કોમ્બિનેશનમાં મળે છે 3GB+32GB અને બીજું 4GB+64 GB. તમારા યાદગાર પ્રસંગોથી લઇને ગેમિંગ એક્સપીરિયન્સને આ ફોન સારું બનાવે છે. આ ફોનમાં ત્રણ કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે જે તમારી મેમરીને 256GB સુધી વધારે છે.
Add an abstract edge to your style! Introducing the #OPPOA12, equipped with a Dual Rear Camera, 4GB RAM & 64GB ROM, 4230mAh Battery and many more features for you to explore. Sale starts from 10th June. Know more: https://t.co/zoFISXoIO8pic.twitter.com/h3KCqyZKjO
કેમેરા
કેમેરાની વાત કરીએ તો OPPO A12માં ડુઅલ રેર કેમેરા આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમ કેમેરા 13 MP છે અને બીજો 2MP છે. આ સિવાય સેલ્ફી કેમેરા 5 MP છે. આ ફોન 6X ઝૂમ અને બર્સ્ટ મોડથી લેસ છે. આમાં ડૈઝલ કલર મોડ આપવામાં આવ્યું છે જે પિક્સલ ગ્રેડ કલર મેપિંગ એલ્ગોરિધમની મદદથી ઓછી રોશનીવાળી જગ્યાએ પણ સારી તસવીરો ખેંચવા માટે સક્ષમ છે. આ કેમેરામાં AI બ્યૂટિફિકેશન ફિચર છે જે પરફેક્ટ નેચરલ શોર્ટ લેવામાં મદદ કરે છે.
સિક્યોરિટી
સુરક્ષાની વાત કરીએ તો આ ફોનમાં તમારી સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. યુઝરના સારા એક્સપીરિયન્સને ધ્યાનમાં લઇને OPPO A12એ બેક પેનલ પર ફિંગર પ્રિન્ટ સેસન્સર આપ્યા છે. એટલું જ નહીં AI ફેશિયલ અનલોકના સારા ફિચર પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જે ફોન ઝડપથી અનલોક થવામાં પણ મદદ કરે છે.
કિંમતની વાત કરીએ તો આ અદ્ધભૂત ફોનનો 3GB+32GB વેરિયન્ટ ખાલી 9,990માં મળે છે ત્યાં તેનો 4GB+64GB વેરિયન્ટ તમને 11,490 રૂપિયામાં મળશે. આ ફોનને ખરીદવા સાથે જ તમને અનેક સારા ઓફર્સનો લાભ પણ મળશે. જો તમે તેને 21 જૂન સુધી ખરીદો છો તો તમને 6 મહિનાની એક્સટેડેડ ગેરંટી મળશે.
બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ પર EMI અને ફેડરલ બેંક ઓફ ડેબિટ કાર્ડ EMIથી તમને આ ફોન ખરીદવા પર 5% કેશબેક મળશે. ત્યાં જ 6 મહિના સુધી ક્રેડિટ કાર્ડ EMI અને ડેબિટ કાર્ડ EMI પર કોઇ કોસ નહીં લાગે. સાથે જ બજાજ ફિનસર્વ, IDFC ફસ્ટ બેંક, હોમ ક્રેડિટ, HDB ફાઇનાન્સ સર્વિસસ અને ICIC બેંક તરફથી અનેક અદ્ઘભૂત ઓફર્સ પણ આપવામાં આવે છે. આમ કુલ મળીને કહી શકાય કે આ ફોન પૈસા વસૂલ ફોન સાબિત થશે અને આ રેન્જમાં ઉપલબ્ધ સ્માર્ટફોનની જો વાત કરીએ તો આવો સરસ ફિચર્સ વાળો ફોન મળવો મુશ્કેલ છે.
(પાર્ટનર્ડ પોસ્ટ)
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર