Home /News /tech /

2017માં ઓનલાઈન છેતરપીંડીના નોંધાયા લગભગ 25,800 કેસ

2017માં ઓનલાઈન છેતરપીંડીના નોંધાયા લગભગ 25,800 કેસ

આવા છેતરપિંડીના મામલામાં ઈન્ડોનેસિયા બાદ ભારત બીજા નંબર પર છે...

આવા છેતરપિંડીના મામલામાં ઈન્ડોનેસિયા બાદ ભારત બીજા નંબર પર છે...

સરકારે આજે સાંસદમાં જમાવ્યું કે, વર્ષ 2017માં ક્રેડિટ-ડેબિટ કાર્ડ તથા ઈન્ટરનેટ બેંકિંગ સંબંદિત 179 કરોડ રૂપિયાના લગભગ 25800 છેતરપિંડીના કેસ નોંધાયા હોવાની માહિતી મળી છે.

ડિઝિટલ ફ્રોડને લઈ જાહેર કરાયેલ એક રિપોર્ટ અનુસાર, આવા છેતરપિંડીના મામલામાં ઈન્ડોનેસિયા બાદ ભારત બીજા નંબર પર છે. રિપોર્ટ અનુસાર, 48 ટકા ઈન્ડિયન ઓનલાઈન કન્ઝ્યુમર્સ પ્રત્ક્ષ કે અપ્રત્યક્ષરૂપે ક્યારેને ક્યારેક તો ઓનલાઈન ફ્રોડની જાળમાં ફસાઈ ગયો છે.

એશિયા પેસેફિક ફ્રોડ ઈનસાઈટ રિપોર્ટમાં ભારત સહિત એશિયાના 10 દેશોને આ સ્ટડીમાં શામેલ કરવામાં આવ્યા. ઓનલાઈન ફ્રોડમાં ટેલિકોમ્યુનિકેશન, રિટેલ અને ઈન્સ્યોરન્સ જેવા કેટલાએ સેક્ટર સામેલ છે.
First published:

Tags: About, Online fraud, Registered

આગામી સમાચાર