Home /News /tech /IMC 2022: વીજ ચોરી પર લાગશે લગામ, ક્વાલકોમે પીએમ મોદી સામે રજુ કર્યું સોલ્યુશન

IMC 2022: વીજ ચોરી પર લાગશે લગામ, ક્વાલકોમે પીએમ મોદી સામે રજુ કર્યું સોલ્યુશન

વીજ ચોરી પર લાગશે લગામ

India Mobile Congress 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર ઓર એમણે પ્રગતિ મેદાનમાં એક પ્રદર્શનની સમીક્ષા કરી અને સ્માર્ટ મીટરિંગની જાણકારી લીધી. પ્રદર્શનમાં ક્વાલકોમે સ્માર્ટ મીટરિંગને લઇ વડાપ્રધાન સામે ડેમો રજુ કર્યો.

વધુ જુઓ ...
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની રાજધાની દિલ્હીમાં છઠ્ઠા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર એમણે પ્રગતિ મેદાનમાં એક પ્રદર્શનીની સમીક્ષા કરી અને અલગ-અલગ ટેક્નોલોજીની જાણકારી લીધી. આ દરમિયાન પીએમએ સ્માર્ટ મીટરિંગની પણ જાણકારી લીધી. માનવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટરિંગથી પાવર સેક્ટરની સમસ્યાનો ઉકેલ આવી જશે.

    સ્માર્ટ મીટરિંગની મદદથી વીજળી ચોરી પર લગામ લાગી શકે છે. જણાવી દઈએ કે ભારતમાં 20% વીજળી ચોરી થાય છે. જો કે સરકારે વીજળી કંપનીઓને થવા વાળા નુકસાનની ચુકવણી કરવા માટે પેકેજ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરિંગ પર ક્વાલકોમ દ્વારા સોલ્યુશન રજુ કરવામાં આવ્યું છે.

    C-Dot ટેક્નોલોજી


    આ પહેલા પીએમ મોદીએ C-Dot ટેક્નોલોજી અંગે જાણકારી લીધી. આ સ્વદેશી ટેક્નોલોજી ભારત માટે ક્રાંતિકારી ટેક્નિક સાબિત થશે. C-Dotમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના સબંધમાં જબરદસ્ત સમાધાન છે. જો તમારા વિસ્તારમાં ક્યારે પણ ભારે વરસાદ થવાની હોય તો તમને આની સૂચના પહેલા મળી જશે. એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સૂચના મોકલવામાં આવશે.

    આ શહેરોમાં શરુ થશે સર્વિસ


    રિપોર્ટ મુજબ ભારતમાં 5G રોલઆઉટનું પહેલું ચરણ 13 પ્રમુખ શહેરો- અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણે. એવું માનવામાં આવે છે કે 5G ભારતમાં મોટું પરિવર્તન લાવશે. પરંતુ ધીમે-ધીમે તેને તમામ યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે.

    જણાવી દઈએ કે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આ છઠ્ઠી આવૃત્તિ છે અને તેની થીમ 'ન્યૂ ડિજિટલ વર્લ્ડ' છે. 5G ટેલિકોમ નેટવર્ક સાથે મોબાઈલ ડેટા અનેક ગણો ઉપલબ્ધ થશે અને લોકોને વિશ્વ સ્તરીય સંચાર સુવિધાઓ મળશે. ઉપરાંત, 5G ટેક્નોલોજીની મદદથી અવિરત કવરેજ, હાઈ ડેટા રેટ અને અત્યંત વિશ્વસનીય સંચાર ઉપલબ્ધ થશે. આનાથી ઉર્જા કાર્યક્ષમતા, સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા અને નેટવર્ક કાર્યક્ષમતામાં પણ વધારો થશે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Electricity, Electricity theft, PM Modi પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन