IITના વિદ્યાર્થીઓએ બનાવી નોટ ઓળખતી એપ, 9 સેકન્ડમાં મળી જશે બધી જાણકારી

IITના વિદ્યાર્થીઓએ બનાવી નોટ ઓળખતી એપ, 9 સેકન્ડમાં મળી જશે બધી જાણકારી

એપ કોઈ પણ પરિસ્થિતિમાં મોબાઈલ ફોનની સામે રાખેલ નોટની ઓળખ કરવામાં સક્ષમ

  • Share this:
    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) રુપનગરના વિદ્યાર્થીઓએ એન્ડ્રોઇડ બેઝ સ્માર્ટફોન માટે એક એવી એપ્લિકેશન તૈયાર કરી છે. જે ભારતીય કરન્સી નોટોની ઓળખ બોલીને કરશે. આ એપના ઉપયોગ કરીને નેત્રહીન લોકોને ભારતીય કરન્સી નોટોની ઓળખ કરવામાં અનુકુળતા રહેશે. આ એન્ડ્રોઇડ એપ્લિકેશનનું નામ ‘રોશની’રાખવામાં આવ્યું છે. આ એપને આઈઆઈટી રુપનગરમાં ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રોફેસર સરિત કે દાસે લોન્ચ કરી હતી.

    એપને આઈઆઈટી રુપનગરના વિદ્યાર્થી મંદત્યા સિંહ અને જૂહી ચૌહાણે તૈયાર કરી છે. આ એપની ખાસ વાત એ છે કે આ બધી જ ભારતીય કરન્સી નોટોને નિશ્ચિત કરેલા સમય 3 થી 9 સેકન્ડની અંદર ઓળખી બતાવે છે. એપ કોઈ પણ પરિસ્થિતિમાં મોબાઈલ ફોનની સામે રાખેલ નોટની ઓળખ કરવામાં સક્ષમ છે. આ એપ નવી અને જુની નોટોને પણ ઓળખી બતાવે છે. તેને ગુગલ પ્લે સ્ટોરમાંથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો.

    આ પણ વાંચો - હવે એક SMSથી ચેક કરો વોટર લિસ્ટમાં પોતાનું નામ, આવી છે પ્રોસેસ

    આ પ્રસંગે ડાયરેક્ટર પ્રોફેસર સરિત તે દાસ અને ડો. પુનિત ગોયલે કહ્યું હતું કે ડબલ્યુએચઓના આંકડા પ્રમાણે વર્લ્ડમાં 1.3 બિલિયન લોકો નેત્રહીન છે. જેમાં ઘણા ભારતીયો પણછે. નેત્રહીન લોકોને ભારતીય કરન્સી નોટોની ઓળખ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. જેથી આ એપ આવા લોકોને મદદ કરશે.

    આઇઆઈટી રુપનગર લેબના મેમ્બરે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્લાઇંડ, ચંદીગઠનો પ્રવાસ કરીને આ એપ્લિકેશનનું સફળ પરિક્ષણ કર્યું હતું. આ એપને તૈયાર કરતા સમયે અલગ-અલગ કરન્સી નોટોના લગભગ 13 હજાર ચિત્રોનો ડાટાબેસ તૈયાર કર્યો હતો. જેથી એ જાણી શકાય કે નોટ કોઇપણ સ્થિતિમાં જેમ કે વળેલી હોય, અંધારામાં હોય તો પણ નોટની ઓળખ કરી શકે છે.
    Published by:Ashish Goyal
    First published: