Home /News /tech /ફોન નંબરથી હટાવવો છે પોતાનો AADHAAR નંબર તો કરો આ કામ

ફોન નંબરથી હટાવવો છે પોતાનો AADHAAR નંબર તો કરો આ કામ

(પ્રતિકાત્મક તસવીર)

UIDAI ઘણી ટેલિકોમ કંપનીઓને એક નવો સર્કુલર જાહેર કરીને પુછ્યું છે કે હવે મોબાઈલ સિમકાર્ડ માટે વેરિફિકેશન માટે આધાર કાર્ડ નંબરના ઉપયોગ કેવી રીતે રોકવામાં આવે

    સુપ્રીમ કોર્ટે હાલમાં જ આદેશ આપ્યો છે કે મોબાઈલ નંબર માટે હવે આધાર e-KYC જરૂરી નથી. આ પછી લોકોના મનમાં એ વાતને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે કે જે લોકોએ આધાર મોબાઈલ સાથે જોડાવી લિંક કરાવી લીધો છે તે ડીલિંક કેવી રીતે કરાવે. આ વાતને લઈને યૂનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)એ ટેલિકોમ કંપની પાસે આગામી 15 દિવસોમાં e-KYC માટે આધારની જરૂરતને ખતમ કરવા માટે પ્લાન આપવા કહ્યું છે. જો તમે પોતાના મોબાઈલ નંબરથી આધારને ડીલિંક કરાવવા માંગો છો તો આ માટે તમારે ફરી KYC કરાવવી પડે અને આ માટે તમારે કોઈ બીજુ ઓળખપત્ર ટેલિકોમ કંપનીઓેને આપવું પડે.

    મળેલી માહિતી પ્રમાણે જો કોઇ વ્યક્તિ મોબાઈલ નંબરથી આધારને ડીલિંક કરાવવા માંગે છે તો આ માટે તેણે અન્ય ડોક્યુમેન્ટ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, રાશનકાર્ડ, વોટર આઈડી કાર્ડ, બેન્ક પાસબુક કે લાઇટ બિલ આપવું પડશે.

    UIDAIએ ટેલિકોમ કંપનીઓને કહ્યું - કેવી રીતે ખતમ કરે eKYC માટે આધાર? માંગ્યો પ્લાન

    UIDAI ઘણી ટેલિકોમ કંપનીઓને એક નવો સર્કુલર જાહેર કરીને પુછ્યું છે કે હવે મોબાઈલ સિમકાર્ડ માટે વેરિફિકેશન માટે આધાર કાર્ડ નંબરના ઉપયોગ કેવી રીતે રોકવામાં આવે. આ માટે કંપનીઓએ 15 દિવસની અંદર જવાબ આપવો પડશે.

    સુપ્રીમ કોર્ટના આદેશ પછી UIDAIએ ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ કરી દીધું છે કે હવે નવા સિમ ખરીદવા માટે કે પહેલાથી ચાલી રહેલા સિમ વેરિફાઈ માટે આધાર નંબર માંગી શકશે નહીં. UIDAIએ બધા ઓપરેટર્સને કહ્યું છે કે તે પોતાના ગ્રાહકોને આધાર ડીલિંક કરવાની પ્રક્રિયા વિશે જાણકારી આપે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Kyc

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन