Tech Tips: પેગાસસ વિવાદ (Pegasus Spyware Controversy)ને કારણે મોબાઈલ સ્પાય (Mobile Spy)ની સંભાવનાઓ જોવા મળી રહી છે. ઈન્ટરનેટ યૂઝર્સે સ્પાય ટૂલ (Spy tools)થી ડરવાની જરૂર નથી. અન્ય હેકિંગ (Hacking) અને સ્પાય સોફ્ટવેર (Spy Softwaare) તથા એપથી યૂઝર્સે સાવધાન રહેવાની જરૂર છે. અમુક એપ્લિકેશન્સ ફોનમાંથી નાણાંકીય જાણકારીઓ ચોરવાની કોશિશ કરે છે. ફોટો ગેલેરી, કોલ, મેસેજ અને અન્ય જાણકારીઓ ચોરવાની કોશિશ કરવામાં આવે છે. આ સ્પાય એપ્લિકેશન (Spy Applications) અને ટૂલ તમારા ફોનમાં છુપાઈ જવાથી તમને સરળતાથી મળી શકતા નથી. જો તમારા ફોનમાં આ 10 પ્રકારની હરકતો જોવા મળે છે, તો તમને આ સ્પાય ટૂલ્સ અને એપ્લિકેશનની જાણકારી મળી શકે છે.
1. ફોનની બેટરી જલ્દી પતી જવી
જો તમારા ફોનની બેટરી જલ્દી પતી જાય તો તમારા ફોનમાં સ્પાઈ એપ્લિકેસન અથવા સ્પાઈ ટૂલ હોવાની સંભાવના છે. સ્પાઈ ટૂલ્સને ચેક કરતા પહેલા તમારા ફોનમાં ચાલતી બેકગ્રાઉન્ડ એપ્લિકેશનની તપાસ કરવી. બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્લિકેશનને કારણે બેટરી ઓછી થઈ જાય છે. તેથી સૌથી પહેલા તે એપ્લિકેશનને બંધ કરીને તેને મોનિટર કરો.
2. તમે જે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તેના વિશે જાણી લો
તમે જે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તેમ છતાં, તમારા ફોનમાં છે તે એપ્લિકેશન વિશે જાણી લો. આ એપ્લિકેશન તમારા ફોનમાં હેકર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવે છે. આ પ્રકારની એપ્લિકેશનને તાત્કાલિક ડિલીટ કરી દો.
3. તમારો ફોન ધીમો થઈ જાય ત્યારે
જો તમારો ફોન ધીમો થઈ ગયો છે અને હેંગ થઈ જાય છે તો તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં સ્ટીલ્થ માલવેર હોઈ શકે છે.
જો તમારા મોબાઈલ ડેટાનો વધુ વપરાશ થઈ રહ્યો છે, તો તમારા ફોનમાં સ્પાય એપ્સ અથવા સોફ્ટવેર મોબાઈલ ડેટાનો વપરાશ કરી રહ્યા છે. આ સ્પાય એપ્લિકેશન્સ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને તમારા ફોનની ગતિવિધિઓને ટ્રેક કરે છે.
5. તમારો ફોન અજીબ રીતે કામ કરે
શું તમારો ફોન અજીબ રીતે કામ કરી રહ્યો છે? શું એપ્લિકેશન આપમેળે ક્રેશ થી જાય છે અથવા લોડ થવામાં પ્રોબ્લેમ થઈ રહી છે? શું અનેક વેબસાઈટ સામાન્ય કરતા અલગ જોવા મળી રહી છે? જો તમારા સ્માર્ટફોનમાં આ પ્રકારના સંકેત જોવા મળે તો તેનો અર્થ છે કે તમારા ફોનમાં સ્પાય એપ્લિકેશન્સ કામ કરી રહી છે.
6. દરેક જગ્યાએ અજીબ પોપ-અપ
જો તમારા ફોનની સ્ક્રીન પર અનેક પોપ-અપ જોવા મળી રહ્યા છે, તો તે એડવેયરના કારણે થઈ શકે છે. આ એક પ્રકારનું સોફ્ટવેર છે. જેના કારણે તમારા ફોનમાં અનેક જાહેરાત જોવા મળે છે. આ પ્રકારની લિંક પર ક્યારેય ક્લિક ન કરવું.
7. જે ફોટો અને વિડીયો ક્યારેય ડાઉનલોડ નથી કર્યા તે ફોનમાં જોવા મળવા
તમે જે ફોટોઝ અને વિડીયોઝ ડાઉનલોડ નથી કર્યા, તે ફોનની ગેલેરીમાં જોવા મળે, તો તમારે સાવચેતી રાખવાની જરૂર છે. જે તમારા ફોનના કેમેરા પર પણ કોઈ નિયંત્રણ કરી રહ્યું હોવાનો સંકેત છે.
તમે જ્યારે તમારા ફોનનો ઉપયોગ નથી કરી રહ્યા ત્યારે પણ ફ્લેશ લાઈટ ઓન રહે છે? આ સંકેત પરથી જાણી શકાય છે કે કોઈ તમારા ફોનને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી રહ્યું છે. 9. ફોન ગરમ થઇ જવો
ફોનનો વધુ ઉપયોગ કરવાથી ફોન ગરમ થઈ જાય છે. જો તમારો ફોન ઉપયોગ કર્યા વગર વધુ ગરમ થઈ જાય, તો તમારો ફોન હેક થવાની સંભાવના છે.
10. તમે ફોન કે મેસેજ નથી કર્યો તેમ છતાં તમારા ફોનમાં દેખાઈ રહ્યા છે?
તમે ફોન કે મેસેજ નથી કર્યો તેમ છતાં તમારા ફોનમાં દેખાઈ રહ્યા છે? તો તેનો અર્થ છે કે હેકર્સ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર