Facebook Protect Program: ફેસબુક (Facebook) એ લોકોના અકાઉન્ટને લોક કરી રહ્યું છે જેમણે ફેસબુક પ્રોટેક્ટ પ્રોગ્રામ (Facebook Protect Program)ને એક્ટિવેટ નથી કર્યું અને યુઝર્સની ફરિયાદ છે કે કંપનીએ એક રહસ્યમય, સ્પેમ જેવો ઇમેલ મોકલ્યો હતો જેથી તેમણે સેફ્ટી રિઝન્સથી તે અવગણ્યો હતો. ઘણાં ફેસબુક યુઝર્સે ‘તમારા અકાઉન્ટને ફેસબુક પ્રોટેક્ટથી એડવાન્સ સિક્યોરીટીની જરૂર છે’ ટાઈટલવાળા ઇમેલમાં સ્પેમ જેવા નોટિફિકેશન અંગે ફરિયાદ કરતાં ટ્વિટરનો સહારો લીધો. તેમણે પ્રાઈવસીને કારણે એ ન ખોલ્યો.
એક યુઝરે ટ્વિટ કરી કે, ‘હું આજે અનિશ્ચિત સમય માટે ફેસબુકથી બહાર થઈ ગયો કારણકે મેં ફેસબુક (જે એક સ્કેમ જેવો લાગતો હતો)ની નવી ફેસબુક પ્રોટેક્ટ સિસ્ટમ વિશે ઇમેલનો જવાબ ન આપ્યો, જેને મારે આજ સુધીમાં ઇનેબલ કરવાનું હતું. અત્યારસુધી, ટેક્સ્ટ અને સેફ્ટીના ઓપ્શન કામ નથી કરી રહ્યા.’
ફેસબુક ઇમેલએ યુઝર્સને જણાવ્યું કે તેમને એક ફિક્સ ડેટ સુધી ફેસબુક પ્રોટેક્ટ ફીચરને ચાલુ કરવું પડશે, નહીંતર તેઓ અકાઉન્ટથી બહાર થઈ જશે.
The Vergeની એક રિપોર્ટ અનુસાર, કંપનીએ યૂઝર્સને 17 માર્ચ સુધીમાં Facebook Protect ઓન કરવા માટે મેઈલ મોકલ્યો હતો. આમ ન કરવા પર અકાઉન્ટ લોક કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ મેઇલ security@facebookmail.com પરથી મોકલવામાં આવ્યો હતો. આ મેઇલ ઘણા લોકોના સ્પેમ ફોલ્ડરમાં ચાલ્યો ગયો. કંપનીએ હાઈ-રિસ્ક યુઝર્સને 17 માર્ચ સુધી અકાઉન્ટ પ્રોટેક્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.