તહેવારની સિઝન શરૂ થવા જઇ રહી છે. જો તમે નવું ટીવી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમારે થોડા વધુ દિવસો રાહ જોવી જોઈએ. કારણ કે નવરાત્રી, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. એક વિશ્લેષણ મુજબ મોટી સ્પર્ધાના સ્માર્ટ ટીવીના ભાવ વધતી સ્પર્ધાને કારણે આવતા મહિનાઓમાં ઓછા થશે. ખરેખર આગામી કેટલાક મહિનામાં કેટલાક નવા પ્લેયર્સ ભારતીય બજારમાં આવી રહ્યા છે.
વનપ્લસ જે અત્યાર સુધી પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં હાજર હતો, તે ટીવી માર્કેટમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. કંપની સપ્ટેમ્બરમાં એમેઝોન દ્વારા તેના ટીવીની શરૂઆત કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર વનપ્લસ ટીવી 55 ઇંચના મોડેલ દ્વારા ટીવી માર્કેટમાં પ્રવેશ કરશે. તો અન્ય ટીવી કંપનીઓ સ્પર્ધામાં રહેવા માટે તેમના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરી શકે છે.
2017માં શિયોમીએ ટીવી માર્કેટમાં પ્રવેશ્ કર્યો હતો. શિયોમીની એન્ટ્રી થઈ ત્યારથી 42 ઇંચના ટીવીના ભાવમાં ઘટાડો થયો છે. એવી અપેક્ષા છે કે વનપ્લસ ટીવી 50 ઇંચની સ્ક્રીન સાથે માર્કેટમાં પ્રવેશ કરશે, જેની કિંમત10% ઘટી શકે છે.
એક અહેવાલ મુજબ કોડક, થોમ્સન અને બીપીએલ જેવી કંપનીઓએ તહેવારની સિઝનમાં ટીવીની કિંમતમાં 5 થી 10 ટકાનો ઘટાડાનો સંકેત આપ્યો છે. ખાસ કરીને 50 ઇંચથી વધુની સ્ક્રીન સેગમેન્ટમાં ઘટાડો કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર વનપ્લસ 55 ઇંચની ટીવી લૉન્ચ કરી શકે છે, જે સેમસંગ જેવી બ્રાન્ડ કરતા 20 થી 30 ટકા સસ્તી હશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમસંગ, સોની અને એલજી જેવી કંપનીઓ તહેવારની સિઝનમાં તેમના ટીવીના ભાવમાં 10 થી 15 ટકાનો ઘટાડો કરી શકે છે. દિવાળી જેવા તહેવારોની સિઝનમાં ટીવી વિક્રેતાઓ માત્ર ડિસ્કાઉન્ટ અને ઑફર્સ કરે છે સાથે જ સ્થાનિક ડીલરો પણ ટીવી પર આકર્ષક ઑફર આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર