જો તમે આ કાર પર શીખી રહ્યા છો ડ્રાઇવિંગ, તો નહીં મળે લાઇસન્સ!

News18 Gujarati
Updated: June 8, 2019, 3:11 PM IST
જો તમે આ કાર પર શીખી રહ્યા છો ડ્રાઇવિંગ, તો નહીં મળે લાઇસન્સ!
જો તમે ઓટોમેટિક ગિયરવાળી કાર પર પર ડ્રાઇવિંગ શીખી રહ્યાં છો, તો ચોક્કસપણે આ સમાચાર વાંચો.

જો તમે ઓટોમેટિક ગિયરવાળી કાર પર પર ડ્રાઇવિંગ શીખી રહ્યાં છો, તો ચોક્કસપણે આ સમાચાર વાંચો.

  • Share this:
જો તમે ઓટોમેટિક ગિયરવાળી કાર પર ડ્રાઇવિંગ શીખી રહ્યાં છો, તો ચોક્કસપણે આ સમાચાર વાંચો. હોઇ શકે છે કે ઓટમેટિક કાર પર ડ્રાઇવિંગ શિખ્યા બાદ તમે આરટીઓમાં લાઇસન્સ બનાવવા માટે જાઓ તો રદ થઇ શકે.

ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનો ઇનકાર

સામાન્ય રીતે પ્રક્રિયા એ છે કે જરૂરી ડ્રાઇવિંગ પરીક્ષણ પછી, RTO તમને લાઇસન્સ આપે છે. પરંતુ સમાચાર અહેવાલો અનુસાર પુણેના આરટીઓના ઓટોમેટિક કાર પર શિખીને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી લીધુ તો તેમનું લાઇસન્સ રદ્દ થઇ ગયુ.

વધ્યો ઓટોમેટિક કારનો ક્રેઝ

છેલ્લા કેટલાક વર્ષોથી, લોકોમાં મેન્યુઅલ કારને બદલે ઓટોમેટિક કારનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને, સ્ત્રીઓ મેન્યુઅલ કરતાં ઓટોમેટિક કાર પસંદ કરે છે. આ કારણ છે કે ઓટોમેટિક કારમાં ગિયરની તકલીફ હોતી નથી અને ટ્રાફિક અથવા ભીડભાડમાં ડ્રાઇવિંગ કરવું સરળ છે.

ડ્યુઅલ કંટ્રોલ ઓટોમેટિક ટેસ્ટ કારમહારાષ્ટ્ર રાજ્ય પરિવહન કમિશનર કહે છે કે રાજ્યના પરીક્ષણ ટ્રેકમાં 4-વ્હીલર માટે કાયમી લાઇસન્સ પરીક્ષણનો કોઈ વિકલ્પ નથી. જ્યાં એપ્લિકેશન્સને ડ્યુઅલ કંટ્રોલ ઓટોમેટિક ટેસ્ટ કારનો વિકલ્પ આપી શકાય છે. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દા મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરશે.હેરાન છે ડ્રાઇવિંગ સ્કૂલ

આરટીઓનું આ વલણથી ડ્રાઇવિંગ શાળાઓ પણ મુશ્કેલીમાં છે. તેઓ કહે છે કે મોટા ભાગના લોકો જે ઓટોમેટિક કાર હોય છે. પરંતુ જ્યારે કાર શીખીને તેઓ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા જાય છે ત્યારે તેને મેન્યુઅલ કાર ચલાવવા માટે કહેવામાં આવે છે. જેમા તેઓ નિષ્ફળ જાય છે.

મેન્યુઅલ ટ્રાન્સમિશન ડ્યુઅલ કંટ્રોલ કાર પર પરીક્ષણ

તેઓ કહે છે કે સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ મુજબ, ડ્રાઇવિંગ પરીક્ષણો મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી ડ્યુઅલ કંટ્રોલ કારમાં કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઓટોમેટિક કારની વધતી સંખ્યાને જોતા ટેસ્ટિંગ ટ્રેક પર ઓટોમેટિક ટ્રાન્સમિશન ડ્યુઅલ કંટ્રોલ કાર ઉપલબ્ધ કરાવવી જોઇએ.
First published: June 8, 2019, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading