Hyundaiની આ સસ્તી SUVના લોકો દીવાના થયા, અત્યારસુધીમાં 3 લાખથી પણ વધુ યુનિટ્સ વેચાયા
Hyundaiની આ સસ્તી SUVના લોકો દીવાના થયા, અત્યારસુધીમાં 3 લાખથી પણ વધુ યુનિટ્સ વેચાયા
Hyundai Venue 2019માં લોન્ચ કરવામાં આવી હતી. (ફાઇલ ફોટો)
Hyundai Venue: દેશમાં હ્યુન્ડાઈ વેન્યૂની સફળતામાં એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પોનો ફાળો છે, ત્યારે તે એક એવી કાર પણ છે જે કેબિનમાં સુવિધાઓથી સમૃદ્ધ છે. વેન્યૂ આઠ ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ છે.
Hyundai Venue: હ્યુન્ડાઇ (Hyundai)ની પોપ્યુલર સબ કોમ્પેક્ટ SUV વેન્યૂ (Hyundai Venue)એ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. કંપનીએ ગુરુવારે જાણકારી આપી હતી કે 2019માં લોન્ચ કર્યા બાદ વેન્યૂના ત્રણ લાખથી વધુ યુનિટ્સ વેચાઈ ચૂક્યા છે. Hyundai માટે આ પ્રાઇસ પોઇન્ટ પર વેન્યૂ સબ-કોમ્પેક્ટ SUVનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
Hyundai ભારતીય બજારમાં ઘણી પોપ્યુલર એસયુવી ક્રેટા (Creta) પણ વેચે છે. આવતા મહિના માટે અપડેટ વેન્યૂના લોન્ચ સાથે વેન્યૂ આગળ જતા તેના પ્રભાવશાળી વેચાણ નંબરોમાં ઉછાળો કરે તેવી અપેક્ષા છે. વેન્યૂએ જૂન 2020 સુધીમાં એક લાખનો માઈલસ્ટોન પાર કરી લીધો હતો. ભારતીય અને વૈશ્વિક ઓટોમોટિવ ઉદ્યોગ સામે અનેક પડકારો છતાં હ્યુન્ડાઈની આ પ્રોડક્ટ ચેમ્પિયન ખેલાડી બની છે.
Hyundai Venueનું કદ થોડું નાનું છે, જેણે તેને ખરીદદારો વચ્ચે લોકપ્રિય બનાવી છે કે જેઓ મુખ્યત્વે દૈનિક ધોરણે શહેરની સીમામાં ડ્રાઇવ કરે છે. એવા સમયે જ્યારે કેટલાક સ્પર્ધકોએ માત્ર પેટ્રોલ વેરિઅન્ટને જ પસંદ કર્યું છે, ત્યારે Hyundaiએ પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને વિકલ્પો સાથે વેન્યૂ લોન્ચ કરી છે.
જાણો શું છે કિંમત?
લોન્ચ સમયે વેન્યૂ ચાર વેરિઅન્ટ્સ E, S, SX અને SX(O) અને 13 મોડલમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ SUV છ-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને સાત-સ્પીડ ડબલ ક્લચ ટ્રાન્સમિશન (DCT) વિકલ્પ સાથે આવે છે. આ પછી તેમાં સેમી-ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ જોડવામાં આવ્યો છે. તેના બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 7.11 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને ટોપ વેરિએન્ટ માટે રૂ. 11.84 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
જ્યારે દેશમાં હ્યુન્ડાઈ વેન્યૂની સફળતામાં એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પોનો ફાળો છે, ત્યારે તે એક એવી કાર પણ છે જે કેબિનમાં સુવિધાઓથી સમૃદ્ધ છે. વેન્યૂ આઠ ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, રિયર એસી વેન્ટ્સ, એર પ્યુરિફિકેશન સિસ્ટમ, સનરૂફ જેવી સુવિધાઓ મળે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર