Hyundai ભારતમાં 2019માં Hyundai Kona સિરીઝ સાથે પ્રથમ ઇલેક્ટ્રિક કાર સાથે આવી હતી. એવામાં કંપનીનો આ મોટો નિર્ણય સ્પષ્ટ કરે છે કે, તે ઇલેક્ટ્રિક વાહનોના માર્કેટમાં તમામ મોટી સ્પર્ધા માટે તૈયાર છે.
નવી દિલ્હી: ઓટોમોબાઇલ ઈન્ડસ્ટ્રી (Automobile industries)માં હાલ ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicles)નું ચલણ વધી રહ્યું છે. ધીમે ધીમે હવે સ્માર્ટફોન અને અન્ય કંપનીઓ પણ ઈલેક્ટ્રિક વ્હિકલ લોન્ચ કરવા ઓટોમોબાઇલ સેક્ટરમાં ઝંપલાવી રહી છે. તેવી જ રીતે ઓટો મોબાઇલ કંપનીઓ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન તરફ વળી રહી છે. તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે હ્યુન્ડાઈ (Hyundai) કાર્સ. તાજેતરના અહેવાલમાં ઈલેક્ટ્રેકે નોંધ્યું છે કે, કોરિયા ઈકોનોમિક ડેઈલીના સ્ત્રોતોનો દાવો છે કે હ્યુન્ડાઈએ તેના સંશોધન અને ડેવલપમેન્ટ સેન્ટરમાં ઇન્ટર્નલ કમ્બશન એન્જિન એકમ બંધ કરી દીધું છે. હ્યુન્ડાઈના નવા R&D ચીફ પાર્ક ચુંગ-કુક દ્વારા ઈમેલ દ્વારા ટીમના 1,200 કર્મચારીઓ સાથે આ સમાચાર શેર કરવામાં આવ્યા હતા.
હવે ઇલેક્ટ્રિક એન્જિન પર કામ થશે
તેનો અર્થ છે કે એક નાની ટીમ હવે માત્ર હાલના એન્જિનોમાં બદલાવો કરશે. જ્યારે એન્જિન ડિઝાઇન યુનિટમાં મોટાભાગના કર્મચારીઓ હવે ઇલેક્ટ્રિફિકેશન ડિઝાઇન સેન્ટરમાં કામ કરશે. કંપની પાવરટ્રેન સિસ્ટમ અને પર્ફોર્મન્સ માટેના વિકાસ કેન્દ્રોને અનુક્રમે ઇલેક્ટ્રિફિકેશન ટેસ્ટ સેન્ટર અને ઇલેક્ટ્રિફિકેશન પર્ફોર્મન્સ ડેવલપમેન્ટ સેન્ટરમાં રૂપાંતરિત કરશે. કંપનીનુ આ પગલું દર્શાવે છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ કરવા માંગે છે.
ઇલેક્ટ્રિક વાહનોની વધી રહેલી માંગને જોતા દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓ એપલ (Apple) અને શાઓમી (Xiaomi) પણ ઓટોમોબાઇલ સેક્ટરમાં ઝંપલાવશે. નોંધનીય છે કે, ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેનને IC એન્જિન કરતાં ઓછા મિકેનિકલ પાર્ટ્સની જરૂર પડે છે. તેનો અર્થ એ છે કે કંપનીઓને હવે કમ્બશન એન્જિનમાં નિપુણતાની જરૂર નથી.
બીજું મહત્વનું કારણ છે કે, ઇલેક્ટ્રિક વાહનો ભવિષ્ય છે, જેને આપણે આપણી આસપાસ જોઇ શકીએ છીએ. ઈલેક્ટ્રિક રિક્ષાથી લઈને ઈલેક્ટ્રિક કાર અથવા તો ટ્રક સુધી, દરેક વાહન માટે બેટરીથી ચાલતા વિકલ્પો છે. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં EVs માટે એક વિશાળ બજાર ઊભું થશે. માર્કેટમાં સ્પર્ધા વધતા કંપનીઓ પાસે પસંદગી માટે વિવિધ સેગમેન્ટ્સ પણ હશે. જરૂરી નથી કે તેઓ મેઇનસ્ટ્રીમ ઓટોમોબાઈલ જાયન્ટ્સ સાથે સ્પર્ધા કરે, પરંતુ માત્ર EV સ્પેસમાં પણ સ્પર્ધાનો દોર વધશે.
ઉલ્લેખનીય છે કે, Hyundai ભારતમાં 2019માં Hyundai Kona સિરીઝ સાથે પ્રથમ ઇલેક્ટ્રિક કાર સાથે આવી હતી. એવામાં કંપનીનો આ મોટો નિર્ણય સ્પષ્ટ કરે છે કે, તે ઇલેક્ટ્રિક વાહનોના માર્કેટમાં તમામ મોટી સ્પર્ધા માટે તૈયાર છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર