મોબાઇલ ફોનની જેમ ફિંગરપ્રિન્ટથી અનલોક અને સ્ટાર્ટ થશે આ કાર

એક ગાડી પર એક સાથે કેટલાક લોકો તેમની ફિંગરપ્રિન્ટ સેટ કરી શકે છે

એક ગાડી પર એક સાથે કેટલાક લોકો તેમની ફિંગરપ્રિન્ટ સેટ કરી શકે છે

 • Share this:
  કંપનીના જણાવ્યા અનુસાર, એક ગાડી પર એક સાથે કેટલાક લોકો તેમની ફિંગરપ્રિન્ટ સેટ કરી શકે છે અને જ્યારે તેઓ તેને અનલોક કરશે તો કાર આપોઆપ સીટ અને રિવ્યૂ મીરર સેટ કરી દેશે.

  જોકે સ્માર્ટફોનમાં આપણે પહેલેથી જ ફિંગરપ્રિન્ટ અનલોકિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ આ ટેકનીક પણ તમને હવે કારમાં જોવા મળશે. હવે તમે કારને ફિંગરપ્રિન્ટથી અનલોક કરી શકશો અને સ્ટાર્ટ પણ કરી શકશો.

  કોરિયા હેરલ્ડના રિપોર્ટ અનુસાર ચીનમાં છેલ્લા અઠવાડિયામાં યોજાયેલા ઓટો શોમાં દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની હુંડાઇએ એક એવી કાર શો કરી જેમા ફિંગરપ્રિન્ટથી અનલોક કરી સ્ટાર્ટ કરી શકો છો. કંપનીએ આ ફિચર તેમનું પ્રીમિયમ એસયુવી Santa Feમાં રજૂ કર્યુ છે.  ફિંગરપ્રિન્ટ સેન્સર ડોરના હેન્ડલ્સ અને ઇગ્નીશન બટન પર પ્રદાન કરવામાં આવે છે. એકસાથે કારમાં અનેક લોકો ફિંગરપ્રિન્ટ સેટ કરી શકે છે અને જ્યારે તેને અનલોક કરશો તો કાર આપોઆપ સીટ અને રિવ્યૂ મિરર સેટ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, હવે એ પણ આવી શકે છે કે બાયોમેટ્રિક સિસ્ટમ લોકો અનુસાર કારનું તાપમાન અને સ્ટેરિંગની સીટિંગ પણ સેટિંગ પણ કરી શકે.  અહેવાલ અનુસાર, આ સુવિધા માત્ર ચીનમાં જ ઉપલબ્ધ થશે અને કંપની 2019ના પહેલા ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરી શકે છે. કંપનીના અહેવાલ અનુસાર, કારમાં એક રિયર ચેતવણી સિસ્ટમ આપી છે જે બાળકોની મૂવમેન્ટને શોધી કાઢે છે.
  Published by:Bhoomi Koyani
  First published: